Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ છે ઃ એક વાર સ્નાન માટે, તેઓશ્રી ગંગા તરફ જતા હતા ત્યારે, ચાર ડાઘિયા કૂતરા સાથે એક ચાંડાલ, રસ્તો રોકીને વચ્ચે ઊભો હતો. આચાર્યશ્રીએ તેને રસ્તામાંથી ખસી જવાનું કહ્યું. પેલા ચાંડાલે સંભળાવ્યું કે “તમે તો અભેદનાં પ્રવચનો આપો છો : મારામાં અને તમારામાં શો ભેદ ?” આચાર્યશ્રીની આંખ ઊઘડી ગઈ. વાડાતોડસ્તુ સ તુ દ્વિનોઽસ્તુ... એ શ્લોકનાં સર્જનની પ્રેરણા આ સમયે તેમને થઈ ! પરંતુ આ તો ભગવાન કાશીવિશ્વનાથે યોજેલી કસોટી હતી. આચાર્યશ્રી કસોટીમાં સફળ થયા. ભગવાન ત્યાં જ પ્રગટ થયા અને શંકરાચાર્યને “બ્રહ્મસૂત્ર” પર ભાષ્ય લખવા સૂચવ્યું. વાડાનોસ્તુ સ તુ ક્રિનોઽસ્તુ... | - આચાર્યશ્રીના એ શ્લોકને આધારે, આ ચમત્કારની રચના થઈ હોય, એવું ન બને ? (૧૧) પૂર્વમીમાંસા-દર્શનના પ્રખર પંડિત અને પ્રચારક કુમારિલ-ભટ્ટ પ્રયાગ ખાતેના ત્રિવેણી-સંગમના ઘાટ પર, પોતાનાં બે પાપોનાં પ્રાયશ્ચિત માટે, અગ્નિમાં બળીને આત્મઘાત કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેમની સાથે વાતચીત કરતાં, તેમણે શંકરાચાર્યને, માહિષ્મતી-નિવાસી પોતાના શિષ્ય મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવા સૂચવ્યું. માહિષ્મતી પહોંચીને શંકરાચાર્યે, કૂવા પરની પનિહારીઓ પાસે મંડનમિશ્રનાં ઘરની માહિતી માગી. તે બધી હસવા લાગી. મંડનમિશ્રનાં ઘર વિશે ખબર નથી ? કોઈક અજાણ્યો માણસ લાગે છે ! પનિહારીઓએ મંડનમિશ્રનાં ઘરની આ પ્રમાણે માહિતી આપી : “વેદો સ્વતઃ પ્રમાણ છે કે પરતઃ પ્રમાણ ? ફળ કર્મ આપે છે કે ઈશ્વર ? જગત નિત્ય છે કે અનિત્ય ? આવી ચર્ચા, જે ઘરનાં આંગણામાં ટાંગવામાં આવેલાં પાંજ઼રાંમાં બેઠેલી મેનાઓ સંસ્કૃતમાં કરતી હોય, તે ઘર મંડનમિશ્રનું !” स्वतः प्रमाणं परतः प्रमाणं फलप्रदं कर्म फलप्रदोऽजः । जगद् ध्रुवं स्याद् जगदध्रुवं स्यात् कीरांगना यत्र गिरं गिरन्ति ॥ द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानी तन्मंडनमिश्रधाम 11 મંડનમિશ્રનું અદ્ભુત, અસામાન્ય અને અભૂતપૂર્વ પાંડિત્ય ! શંકરાચાર્ય ત્યાં પહોંચ્યા અને શાસ્ત્રાર્થની માગણી કરી, પણ એક પૂર્વમીમાંસા દર્શનનો પંડિત, અને બીજો ઉત્તરમીમાંસા(વેદાંત)નો મહાપંડિત ! જય-પરાજયનો નિર્ણય કોણ કરી શકે ? આખરે, મંડનમિશ્રની વિદુષી ધર્મપત્ની ઉભયભારતીએ આ જવાબદારી સ્વીકારી. ઘણા દિવસની શાસ્ત્રાર્થ-સ્પર્ધાને અંતે પત્નીએ જ પતિના પરાજયનો ચૂકાદો આપ્યો ૧૪ / વિવેકચૂડામણિ -

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 1182