Book Title: Vivek Chudamani Author(s): Jayanand L Dave Publisher: Pravin PrakashanPage 13
________________ (અ) પુત્ર સર્વગુણસંપન્ન જોઈતો હોય તો તે અલ્પાયુ હશે, અને (બ) દીર્ધાયુ પુત્ર જોઈતો હોય તો એ સર્વગુણસંપન્ન નહીં હોય ! શિવગુરુએ અલ્પાયુ છતાં સર્વગુણસંપન્ન પુત્રવાળી શરત સ્વીકારી, અને આવો પુત્ર એટલે આદ્ય શ્રીશંકરાચાર્ય ! (૨) આ પુત્ર એકપાઠી અને “શ્રતધર' (જટલું સાંભળ્યું-વાંચ્યું હોય, તે બધું મગજમાં એ જ સ્વરૂપે હંમેશ માટે સાચવી રાખવાની શક્તિ ધરાવનાર) હોવાથી, તેમણે ત્રણ વર્ષની ઉંમરે માતૃભાષા મલયાલમ શીખી લીધી. (૩) પરંતુ ત્યારપછી તરત જ પિતાનું અવસાન થતાં, વિધવા માતાએ, પોતાના પતિની ઇચ્છા પ્રમાણે, પાંચ વર્ષની ઉંમરે, પુત્રનો ઉપનયન-સંસ્કાર સંપન્ન કર્યો અને અભ્યાસ માટે પુત્રને ગુરુ પાસે મોકલ્યો. (૪) શંકરાચાર્ય ગુરુકુળમાં હતા, તે સમયની એક દંતકથા' આ પ્રમાણે છે : ભિક્ષા માટે તેઓશ્રી એક દરિદ્ર વિધવા બ્રાહ્મણીને ઘેર ગયા. પેલી બાઈ પાસે ઘરમાં કશું હતું નહીં, તેથી આંખમાં આંસુ સાથે, તેણીએ ભિક્ષાપાત્રમાં માત્ર એક આમળું આપ્યું. | સંવેદનશીલ શંકરાચાર્યને એ બાઈની આવી પરિસ્થિતિથી ખૂબ દુ:ખ થયું, હૃદયમાં સહાનુકંપા પ્રગટી અને આખી રાત લક્ષ્મીદેવીની સ્તુતિ કરી : બીજે દિવસે તે બાઈનાં ઘરમાં સોનાનાં આમળાંની વૃષ્ટિ થઈ ! આવી અત્યંત લાગણીસભર અને સંવેદનશીલ વ્યક્તિ માટે, આથી જ, ફુગાવા IIય અને શંકરે તો-શરમ્ (શ-ર), -- એવાં પ્રશસ્તિ-વચનો ઉચ્ચારાયાં હોય, એ સંપૂર્ણ રીતે સ્વાભાવિક છે. આચાર્યશ્રીનાં સ્તોત્રોમાંનાં લક્ષ્મીસ્તોત્ર અથવા કનકધારા-સ્તોત્રના આધારે, આ “દંતકથા', પાછળથી, ઉપજાવવામાં આવી હોય, એવું ન બને ? (૫) પૂર્ણા અથવા આલવાઈ નદીનો ઘાટ કાલટી-ગામથી બહુ દૂર હતો. માતા વૃદ્ધ હતી, શરીરે નબળી હતી. એક દિવસ નદીએથી પાછાં ફરતાં, મધ્યાહ્નની ગરમીનાં કારણે, માતા રસ્તામાં જ પડી ગઈ, બેહોશ થઈ ગઈ. માતૃભક્ત શંકરને ઊંડું દુઃખ થયું, આઘાત લાગ્યો. આખી રાત તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી : શ્રીકૃષ્ણ નદીનો પ્રવાહ બદલાવ્યો અને બીજા દિવસથી એ જ નદી, નવાં સ્વરૂપે ગામનાં માધવ મંદિર પાસેથી વહેવા લાગી ! (૬) માતાની ઇચ્છા સ્વાભાવિક રીતે જ, પુત્રને પરણાવવાની હતી, પણ પુત્રની વૈરાગ્યભાવના અતિપ્રબળ હતી, એની ઇચ્છા સંન્યાસની હતી. માતા-પુત્ર બંને પોત-પોતાના નિર્ણયોમાં મક્કમ હતાં. ૧૨ | વિવેકચૂડામણિPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 1182