Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 12
________________ શું? – એ પણ તેમણે જણાવ્યું નથી. તો પછી ? આ બધા ગ્રંથોમાંનાં આલેખનની શ્રયતા, વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા કેટલી ? આ બધું તો, તેમનાં ફળદ્રુપ ભેજાંની કલ્પનાનું જ સ-વીગત નિરૂપણને ! આદ્ય શ્રીશંકરાચાર્યનાં, આજ સુધીનાં કોઈ પણ સંપાદનગ્રંથમાં, આવી સ્પષ્ટ શંકા ઉઠાવાઈ હોય, એવો મને ખ્યાલ નથી. સહુએ આચાર્યશ્રી પ્રત્યેના આદર-અહોભાવને કારણે, આ સર્વ “દિગ્વિજયો”માં નિરૂપિત, એમનાં જીવનની ઘટનાઓને એ જ રૂપે સ્વીકારી લીધી છે અને પોતપોતાનાં સંપાદનોમાં વર્ણવી છે. હું પણ એ બધું અહીં વર્ણવું તો છું જ, – માત્ર, સામાન્ય જનસમાજની અપેક્ષા સંતોષવા માટે. પરંતુ આવી ઉપર્યુક્ત શંકા, એ બધા “દિગ્વિજયોમાંનાં આલેખનની પ્રમાણભૂતતા (Authoritativeness) વિશે, ઊઠાવું છું ત્યારે, આવો મારો અંગત મત અભિવ્યક્ત કરવા માટે, તે તે “દિગ્વિજય”-ગ્રંથોના લેખકોની, અને સહુ આધુનિક વિદ્વાનો-વિવેચકો અને પંડિતોની, હું અંતઃકરણપૂર્વક ક્ષમા પ્રાર્થ છું. - સંસ્કૃત સાહિત્યમાંના ભાસ-કાલિદાસ વગેરે મહાકવિઓની શ્રદ્ધેય જીવન-કારકિર્દી વિશે પણ આવું જ બન્યું છે, તેનાં આ બે કારણો છે : એક તો એ કે પોતાનાં વિશે લખવામાં એ સર્વને આત્મશ્લાઘાનો ભય હતો, અથવા એ સહ સર્જકોની એવી વિનમ્રતા હતી; અને બીજું એ કે એ સમયના સમકાલીન સમાજની અને એના અગ્રણીઓની પણ એવી ઉદાસીનતા હતી, અથવા ઇતિહાસ-ભાવનાનો એમનામાં એટલો અભાવ હતો કે આવી મહત્ત્વની-મૂલ્યવાન સામગ્રી, ભાવિ પેઢીના લાભાર્થે, સાચવી રાખવાનું, અથવા એવી કશી વ્યવસ્થા કરવાનું પણ એમને સૂઝયું નહીં ! વસ્તુસ્થિતિ આવી છે ત્યારે, આદ્ય શ્રીશંકરાચાર્યની વિશ્વસનીય જીવનકારકિર્દીનું આલેખન કરવાનું અશક્ય નહીં તો, અઘરું તો છે જ. અને આ માટે, ઉપર્યુક્ત “દિગ્વિજય”-ગ્રંથો સિવાય આપણી સમક્ષ અન્ય કશી સામગ્રી પણ નથી તેથી, એ ગ્રંથોમાં આલિખિત માત્ર મુખ્ય ઘટનાઓને, અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપે, નીચે પ્રમાણે, રજૂ કરું છું : ' (૧) શંકરાચાર્યના જન્મ સાથે આવી એક દંતકથા' સંકળાયેલી છે : એક સર્વગુણસંપન્ન પુત્રની પ્રાપ્તિની વિનંતી સાથે શિવગુરુએ ચિદંબરમુના ક્ષેત્રદેવતા ભગવાન શંકર સમક્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. પરંતુ શિવજીએ એમની તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને, પુત્રની બાબત આ બે શરતો મૂકી : વિવેકચૂડામણિ | ૧૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 1182