Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 10
________________ તો, તેમના પ્રાદુર્ભાવને અમાસની અંધારી રાત પછીના, ભગવાન શ્રીસૂર્યનારાયણનાં પ્રથમ પાવનકારી કિરણનાં પ્રાકટ્ય-સમાન, પ્રેરક-પ્રોત્સાહક-પ્રકાશપ્રદ અને આશાઉલ્લાસ-ઉમંગના ઉન્મેષ-સમાન અવશ્ય ગણી શકાય. ઇતિહાસમાં જેને “સુવર્ણયુગ” કહેવામાં આવે છે, તે ગુપ્તવંશ - (ઈ. સ. ૩૨૦થી પ૦૦) તો અસ્ત થઈ ગયો હતો અને હૂણોના હુમલાઓનો ભોગ બનેલા ભારતને સ્થિર-સ્વસ્થ-સલામત બનાવનાર, ઉત્તરમાં, સમ્રાટ હર્ષવર્ધન, અને દક્ષિણમાં પુલકેશી (બીજા) જેવા લોકકલ્યાણકારી શાસકોનો સમય પણ પૂરો થઈ ગયો હતો. સમાજમાં સર્વત્ર અવ્યવસ્થા, અનવસ્થા અને અરાજક્તા વ્યાપી ગઈ હતી. આખો દેશ અનેક નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયો હતો અને આ રાજ્યોના રાજાઓ પણ અંદરો-અંદર લડતા હતા. હિંદુ-ધર્મ અનેક વાડાઓ-પંથો અને સાંપ્રદાયિક ચોકાઓમાં વિભક્ત અને છિન્નભિન્ન થઈ ગયો હતો. વહેમ, અજ્ઞાન, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, બાહ્યાચાર, જંતરમંતર-તંત્ર-જાદુ-ટોણાંમાં અને ધર્મનાં નામે, પંચ “મ”કારમાં ડૂબેલી પ્રજાનું કોઈ બેલી હોતું. ધર્મના નામે સર્વત્ર દંભ, ચમત્કારો, પાખંડ, ધાર્મિક અસહિષ્ણુતા અને ધતિંગો ચાલતાં હતાં. વામ-માર્ગીઓ, તાંત્રિકો અને બૌદ્ધોની અકર્મણ્યતાની સરેઆમ બોલબાલા હતી. સંક્ષેપમાં, શબ્દના સાચા અર્થમાં એ “અંધકારયુગ' હતો.' ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે સમગ્ર દેશમાં આવું નિરાશા પ્રેરક અને અંધાધૂંધીભર્યું વાતાવરણ વ્યાપી ગયું હતું ત્યારે, આદ્ય શ્રીશંકરાચાર્યનો આવિર્ભાવ, ખરેખર, આશા અને ઉજાસના નવા યુગના અવતારની આગાહી આપનાર એંધાણીસ્વરૂપ બની રહ્યો. શ્રીશંકરાચાર્યનાં જીવનનું આલેખન કરતા જે અનેક પ્રગટ અને અપ્રગટ ગ્રંથો આપણને અત્યારે ઉપલબ્ધ થયા છે તે-“શંકરદિગ્વિજયોની સંખ્યા, શ્રીબલદેવ ઉપાધ્યાયનાં સંશોધન અનુસાર, રર છે, જેમાંના સવિશેષ સુપ્રસિદ્ધ ગ્રંથો અને ગ્રંથકારો આટલા છે : (૧) આનંદગિરિ, (૨) ચિવિલાસ-યતિ, (૩) માધવ, (૪) ગોવિંદનાથયતિ, (પ) લક્ષ્મણશાસ્ત્રી, (૬) શૃંગેરી-મઠ પરંપરા, (૭) સ્વામી વિદ્યારણ્ય, (૮) ચિસુખાચાર્ય, (૯) વાપતિ ભટ્ટ, (૧૦) કેટલીય શંકરવિજય, (૧૧) વ્યાસછલીય શંકરવિજય, – વગેરે. આ સર્વ “શંકરદિગ્વિજય”ની બાબતમાં, નીચેની હકીકતો નોંધપાત્ર છે : (૧) આમાંનો એક પણ ગ્રંથ શ્રીશંકરાચાર્યનાં જીવનનો સમકાલીન કે સમસામયિક નથી; વિવેકચૂડામણિ | ૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1182