Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 9
________________ છે, એ નિશ્ચિત થાય છે. અને આ શ્લોકની બીજી પંક્તિમાં તેઓશ્રી પોતે જ કહે છે કે તેમની ઉંમર ૮૫ વર્ષથી વધારે હતી ! તો પછી, મહદંશે સ્વીકૃત ૩૨ વર્ષનાં આયુષ્યનો મેળ, ઉપર્યુક્ત તેમનાં પોતાનાં જ વિધાન સાથે, કેવી રીતે બેસે ? અને તેઓશ્રી જો આટલું લાંબું ન જીવ્યા હોય તો, આ વિશેનું આવું ખોટું વિધાન, આ શ્લોકમાં, તેમણે શા માટે કર્યું ? પરંતુ ૩૨ વર્ષનાં તેમનાં આયુષ્યના મતને વળગી રહેનારા એક આધુનિક વિદ્વાને તો, આ શ્લોક આચાર્યશ્રી-રચિત નથી, પણ કોઈ દીર્ઘાયુ આચાર્યે પ્રાર્થનામાં અંગતપણું લાવવા ઊમેરી દીધો હશે ! એવો પોતાનો અભિપ્રાય આપી દીધો છે. (જુઓ : આદિ શંકરાચાર્ય ઃ દ્વાદશ શતાબ્દી સ્મૃતિગ્રંથ. ગુજરાતી-અનૂદિત આવૃત્તિ, ૧૯૯૫. સંપાદકો : ગૌતમ પટેલ, ઊર્મિ સમીર શાહ, પૃ. ૧૦૩.) આચાર્યશ્રીનાં આયુષ્યની અવધિ વિશે આવું મત-વૈવિધ્ય હતું. આચાર્યશ્રીનાં જન્મસ્થળ વિશે આ બે મત પ્રચલિત છે : એક આનંદિરિ અનુસાર, તામિલ-પ્રાંતનું ચિદમ્બરમ્-નામનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર; બે : મોટા ભાગના અન્ય વિદ્વાનોના મત પ્રમાણે, કેરળનું કાલટી (અથવા કાલડી) ગામ. — આચાર્યશ્રીનાં માતાનાં નામ વિશે આ પ્રમાણે આટલા ભિન્ન મત છે : (૧) માધવ પ્રમાણે : “સતી” (૨) આનંદગિરિ પ્રમાણે : “વિશિષ્ટા” (૩) કેટલાક ચરિત્રકારો પ્રમાણે : “આર્યામ્બા” (૪) એક મત પ્રમાણે : કોઈક દરિદ્ર બ્રાહ્મણ - વિધવા (નામ મળતું નથી.) તેમના બ્રહ્મલીન થવાની બાબતમાં પણ આટલું મતવૈવિધ્ય છે : (૧) કેરળના ગોવિંદનાથ યતિ રચિત “શંકરચરિતમ્' પ્રમાણે, કામકોટિ પીઠ અનુસાર અને આનંદિગરના ‘શંકરવિજય’ મુજબ, ‘દક્ષિણ કૈલાસ’ કહેવાતું કાંચી; (૨) શ્રીમહાદેવનના મત પ્રમાણે, કાશ્મીર; (૩) માધવના “શંકરદિગ્વિજય” અને લક્ષ્મણશાસ્ત્રીનાં ‘ગુરુવંશકાવ્ય’ પ્રમાણે, દત્તાત્રેયની દત્તગુફા; (૪) એક પરંપરા પ્રમાણે, નેપાળ; (૫) આવા અનેક વિવિધ મતો હોવા છતાં, સૌથી વ્યાપક અને સ્વીકૃત મત તો એ જ છે કે આચાર્યશ્રી હિમાલયમાં કૈલાસ પર્વત પર જ બ્રહ્મલીન થયા. શંકરાચાર્યના ૭૮૮થી ૮૨૦ સુધીનાં આયુષ્યવાળા મતને માન્ય ગણીને ચાલીએ ૮ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1182