Book Title: Vivek Chudamani Author(s): Jayanand L Dave Publisher: Pravin Prakashan View full book textPage 7
________________ , વાણીની નિશ્ચયાત્મકતા, અર્થની ગંભીરતા અને ઉત્તર તથા ઓળખાણની અદ્ભુત-અભૂતપૂર્વ અસામાન્યતા ! ગોવિંદાચાર્ય તો સાનંદ આશ્ચર્યચકિત થઈ ગયા. આવું નમ્ર છતાં નિશ્ચલ નિવેદન કરનાર, બીજું કોઈ નહીં, પરંતુ બુદ્ધ અને મહાવીર પછી, છેલ્લાં અઢી હજાર વર્ષોમાં, જેમની કક્ષાનો કોઈ તત્ત્વજ્ઞાની અને મહાપુરુષ ભારતમાં પાક્યો નથી, તેવા યુગપુરુષ આદ્ય શ્રીશંકરાચાર્ય ! અને આવા વિશિષ્ટ-વિરલ સુ-શિષ્યની સામેથી જ સ્વયમેવ ઉપલબ્ધિ, - એ તો, ગુરુજી માટે, અનેરો આનંદ-ગૌરવનો જ પ્રસંગ ! યમરાજને જાણે નચિકેતા મળ્યો ! મહાકવિ ભવભૂતિની કાવ્યપંક્તિ, આ સંદર્ભમાં, સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય છે : सतां सद्भिः संगः कथमपि हि पुण्येन भवति । (“સજ્જનોનો સજ્જનો સાથે સમાગમ કોઈક પુણ્યનાં બળે અને કેમે કરીને જ થાય છે !”) પરંતુ, અહીં આ પુણ્ય તો આ બે સજ્જનોનું જ નહીં, માત્ર ભારતનું પણ નહીં, સમગ્ર વિશ્વનું જ આવું અદ્ભુત, અલૌકિક અને અનન્ય-સાધારણ વ્યક્તિત્વ છે, આદ્ય શ્રીશંકરાચાર્યનું ! પરંતુ માત્ર વ્યક્તિત્વ જ નહીં, એમનું તો આખુંયે જીવન સર્વે પ્રકારની સામાન્યતાઓથી પર અને લોકોત્તર છે : એમનાં જન્મ, જન્મસ્થળ, આયુષ્યની અવધિ, ગ્રંથો અને બ્રહ્મલીન થવાનાં સ્થળ વિશે વિદ્વાનો, ચરિત્ર-લેખકો અને ઇતિહાસકારોમાં અનેક-વિવિધ મતમતાંતરો હોવા છતાં, લગભગ ચમત્કાર-સમકક્ષ એવી એમની જીવન-કારકિર્દીની લોકોત્તરતા વિશે પંડિતો, પરામર્શકો અને સામાન્ય જનસમાજ, મહદંશે, એકમત છે. આ મહામાનવનો જન્મ ક્યારે થયો, એ વિશે વિદ્વાનો અને વિવેચકોમાં એવો ઉગ્ર મતભેદ પ્રવર્તે છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી, ઈ. સ.નાં નવમાં શતક સુધીનાં લગભગ દોઢ હજાર વર્ષોમાં, એમના જન્મ વિશે અનેક ભિન્ન ભિન્ન મતો, સિદ્ધાંતો, અભિપ્રાયો, તર્કો અને વાદો, હજુ આજે પણ, પ્રચલિત છે : ખાસ તો, આચાર્યશ્રીએ ભારતમાં સ્થાપેલા ચાર સુપ્રસિદ્ધ મઠો પર આજ સુધી અધ્યક્ષસ્થાને રહેલા અધ્યક્ષોની સંખ્યા અને તેમનાં સરેરાશ આયુષ્યની સ્થૂલ ગણતરીના આધારે, પ્રાચીન મતને અનુસરનારા, પાઠશાળા-પદ્ધતિના આચાર્યો અને અધ્યાપકો, શંકરાચાર્યનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૦૯માં થયો હતો, એવા નિર્ણય પર આવ્યા છે, જ્યારે પાશ્ચાત્ય ૬ | વિવેકચૂડામણિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1182