________________
આદ્ય શ્રીશંકરાચાર્ય :
વિરલ વિશ્વબંધ વિભૂતિ, યુગપુરુષ, મહામાનવ, વિશ્વમાનવ :
માત્ર આઠ જ વર્ષની કુમળી ઉંમરનો એક બટુક.
ભારતવર્ષના છેક દક્ષિણ છેડેથી, વન-વગડા વીંધતો, અનેક નદીઓ અને મોટા પર્વતો ઓળંગતો અને આ બધાં જંગલોમાંનાં હિંસક જાનવરોની પરવા કર્યા વિના, મધ્યપ્રદેશમાં નર્મદા-તટે આવીને, ‘ગોવિંદ’-વનમાં શ્રીગોવિંદપાદાચાર્યની ગુફાનાં દ્વારે પહોંચીને ઊભો રહ્યો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા તેણે આચાર્યશ્રીને પ્રાર્થના કરી.
ભગવાં વસ્ત્રો, ઉચ્ચ પ્રજ્ઞા-મેધાથી ચળકતું લલાટ, અને અસાધારણ જિજ્ઞાસાવૃત્તિનો પરિચય આપતી તેજસ્વી આંખો.
“પરંતુ તમે છો કોણ ?” ગોવિંદાચાર્યે આ બટુકને પૂછ્યું : “તમારો પરિચ તો આપો !”
આ ટ્યુકડા બાળકે, ત્યારે, જે આત્મપરિચય આપ્યો, તે આ પ્રમાણે હતો : नाहं मनुष्यो न च देवयक्षौ
न ब्राह्मणः क्षत्रियवैश्यशूद्राः ।
न ब्रह्मचारी न गृही वनस्थो भिक्षुर्न चाहं निजबोधरूपः
11
(“હું મનુષ્ય, દેવ કે યક્ષ નથી; તેમ જ હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રમાંથીયે કોઈ નથી; વળી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસીમાંથી પણ હું કોઈ નથી : હું તો કેવળ જ્ઞાનસ્વરૂપ આત્મા છું !”)
:
આ શ્લોકનો મર્મ કંઈક આવો છે ઃ દેવ-યક્ષ-મનુષ્ય વગેરે ‘યોનિઓ’ શરીરને હોય; અને બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર જેવા ‘વર્ણો’ અને બ્રહ્મચર્ય-ગાર્હસ્થ્ય-વાનપ્રસ્થસંન્યાસ સમા ‘આશ્રમો' પણ શરીરની જ ‘ઉપાધિઓ’ છે : આત્માને ‘યોનિ’-‘વર્ણ’‘આશ્રમ’ સાથે કશો જ સંબંધ નથી.
(આ પ્રસંગનાં નિરૂપણમાં આગળ વધીએ તે પહેલાં, એક નોંધ એ કરવાની રહે છે કે અન્ય એક પરંપરા પ્રમાણે, પાછળથી શંકારાચાર્યના જે ચાર મુખ્ય શિષ્યો બનેલા, તેમાંના એક હસ્તામલકે, શ્રીશંકરાચાર્યે “હે બાળક, તું કોણ છે ?” - પૂછેલા એવા પ્રશ્નના ઉત્તરરૂપે આ શ્લોક તેમની સમક્ષ રજૂ કર્યો હતો.)
વિવેકચૂડામણિ / પ