________________
(૧૦૮)
વિધિસંગ્રહ-૧-(દાંડીધરનો વિધિ)
(કાલગ્રહી જ્યારે એક નવકારનો કાઉસ્સગ્ગ કરીને બેસે,) ત્યારે તેની સામે બેસવું, (કાલગ્રહી કાલમાંડલું કરી રહ્યા) પછી દાંડીધર, કાલગ્રહીના ઓઘાની દશીઓ દ્વારા હાથમાં રહેલી દાંડી પડી ન જાય તેવી રીતે કાલગ્રહીને આપે.
(કાલગ્રહી જ્યારે કાલમાંડલું કરી રહે અને મુહપત્તિ તથાં દાંડી સાથે કાઢે.) ત્યાર પછી તે દાંડી કાલગ્રહી પોતાના ઓઘાની દશી દ્વારાએ દાંડીધરને આપે તે દાંડીધરે લેવી અને પછી કાલગ્રહી દાંડી સામે એક નવકાર ગણીને થાપે, (કાલગ્રહી જ્યારે પાંચ વસ્તુ ભેગી કરી ઉભો થતો નિસીહિ નમોખમાસમણાણું) બોલે તેની સાથે દાંડીધર પણ ઉભો થતો ઈચ્છાકરિ સાહવો ઉવવુત્તા હોહ પભાઈકાલ વારવટ્ટે એમ બોલે, (કાલગ્રહી સાથે યોગીઓ પણ વારવટ્ટે કહે)
પછી બંને સાથે ઉભા થાય, દાંડીધર પગપુંજી જગા આપે. કાલગ્રહી ચારે બાજુએ જ્યારે કાઉસ્સગ્ગ કરે ત્યારે દાંડીધર કાલગ્રહીના ખભા મુહપત્તિથી પુંજે, સત્તરગાથા પુરી થાય ત્યારે કાલગ્રણીના પગ ઓઘાથી પુંજે.
પછી બંન્ને જણ બીજી દિશાએ ફરી જાય, કાલમ્પ્ટી ચોથી વખત સત્તર ગાથા પછી નવકારનો કાઉસ્સગ્ગ કરી પ્રગટ નવકાર ગણી રહ્યા પછી મત્થએણ વંદામિ ઈચ્છું ‘આસજ્જ આસજ્જ આસજ્જ નિસીહિ” એમ (ત્રણવાર) કહેતા બંને જણ વારાફરતી પાટલી આગળ જઈ ત્યાં નમો ખમાસણાણું કહે અને દાંડીધર ઉભો રહે.
(કાલગ્રહી વાંદણાં દઇ રહ્યા પછી જ્યારે ઈચ્છાકારિ સાહવો પભાઈકાલ સુજે ? એમ બોલે) ત્યારે દાંડીધર અને બીજા યોગીઓ સુજે કહે,
(કાલગ્રહી જ્યારે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભવગન્ ! સજ્ઝાય કરૂં ? એમ કહી બેસવા માંડે ત્યારે દાંડીધર પણ સાથે મનમાં ખમાસમણ દઈ બેસે પણ કાંઈ બોલે નહિ, કાલગ્રહી જ્યારે ધમ્મોમંગલની પાંચ ગાથા બોલી રહે) ત્યારે દાંડીધર ખમાસમણ દઈ, ઈચ્છાકારિ સાહવો દિઢું સુર્ય કિંચિ ? એમ બોલે. ત્યારે કાલગ્રહી અને બીજા યોગીઓ કહે ન ફિંચી,
પછી દાંડીધર દાંડી જાળવીને પાટલી ઉપર મુકે પછી કાલગ્રહી અને દાંડીધર બંને ખમાસમણ દઈ અવિવિધ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દઈ જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org