________________
(૧૩૨)
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) આકસંધિના દિવસોનાં કાલગ્રહણો દરેક મૂળ દિવસો પૂરા થતાં છેલ્લે દિવસે છેલ્લું આવે તેમ એકેક લઇ શકાય પણ પહેલાં લઇ શકાય નહીં, કારણ એકાદ દિવસ મોડું લેવાય, અને ભગવતીજીમાં પ્રવેશના દિવસથી ૪ માસથી પાા માસ સુધીમાં ગણીપદનું મુહૂર્ત હોય તે દિવસે અનુજ્ઞાનું અને તેને પહેલે દિવસે સમુદેશનું કાલગ્રહણ લેવાય.
આકસંધિના દિવસોમાં આયંબીલ જ થાય. આકસંધિના દિવસોમાં જોગમાંથી નીકળી શકાય નહીં. આકસંધિમાં દિવસ પડે તો જેટલા દિવસ પડે તેટલા આયંબીલ વધે, વચમાં નિવિ થાય નહીં.
પંન્યાસ પદવી ભગવતીજીના જોગમાં પણ ગણિપદ થયા પછી આપી શકાય છે, અને જોગ પુરા થયા પછી પણ ગમે ત્યારે આપી શકાય છે.
જ્યારે જોગમાંથી નીકળવું હોય ત્યારે તને બીજે દિવસે નીકળાય. નિવિને બીજે દિવસે નીકળાય નહીં.
અષાઢ સુદી–૧૪ સુધીમાં નાણ માંડી શકાય. ચોમાસામાં આસો સુદ-૧૦ થી નાણ માં શકાય છે. આસો સુદી–૧૦થી ગણીપદ, પંન્યાસપદ તથા વડીદીક્ષા પણ આપી શકાય છે.
ઉત્તરાધ્યયનવાળા કે ૪૫ કાલગ્રહણ થયા પૂર્વેના આચારાંગવાળા અને તે પછીના યોગવાળા એક આચાર્યની સાથે હોય તો તે સંઘટ્ટાવાળાઓમાં પરસ્પર આડા પડે નહીં. ગણિપદ તથા પંન્યાસપદાદિ બપોર પછી પણ થાય, પવેણુ અને સક્ઝાયાદિ પ્રથમ કરી લે.
* સઝાયભંગસ્થાન * થાપતાં, ખમાસમણ દેતાં, સંદિસાવતાં, પવેતાં, કાઉસ્સગ્ન કરતાં, પારતાં, છીંક, રંગ, (વિસ્વર રૂદન) હોય તો ભાંગે. પાટલી અથવા તેહને કાંઇ અડે તો, અક્ષર કુડો બોલાય તો, ઓઘો મુહપત્તિ પડે તો, ઉંધા પકડાય તો, સઘળે ભાંગે.
જ્યાં સુધી ભગવન્! મુ સઝાય સુદ્ધ ન કહીએ ત્યાં લગી, પછી ભાંગે તો નવકારે થાપી સઝાય કરે, સઝાય પઠાવતાં અને પાટલીઓ કરતાં નવ વખત ભાંગે તો કાલગ્રહણ જાય.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org