Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 151
________________ (૧૫૪) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) * શ્રી સ્થાપનાજી ફળ * [બૃહદ્ યોગવિધિ પુસ્તકમાં શ્રી સ્થાપનાજીનું ફળ છપાયેલ છે. અમો તેને વર્તમાન ભાષામાં પરિવર્તીત કરી અહીં રજૂ કરીએ છીએ.] O રાતા સ્થાપનામાં જો કાળી રેખા હોય તો તે સ્થાપનાજી નીલકંઠ કહેવાય છે. તેનું ફળ :- ઘણું સુખ ઉપજે, વિદ્યા ઘણી આવે, આયુષ્ય લાંબુ મળે, જેમની પાસે રાતા સ્થાપનાજી હોય તે સ્થાપનાજી જોનાર મોહીત થાય. 0 અડધા રાતા અને અડધાં પીળા સ્થાપનાજીનું ફળ : આ સ્થાપનાજી ધોઈને તેનું પાણી પાવાથી કોઢ રોગ જાય, આંખનો દુઃખાવો અટકે. 0 પીળા સ્થાપનાજીમાં સફેદ રેખા હોય તો તેનું ફળ આ સ્થાપનાજી ધોઈને પાણી પાવાથી શૂળ રોગ જાય – સર્વ રોગ દૂર થાય. O નીલા સ્થાપનાજીમાં પીળા ટપકા હોય તો તેનું ફળ આ સ્થાપનાજી ધોઈને પાણી પાવાથી બધાં જ ઝેર ઉતરી જાય. 0 ઘી વર્ણવાળા સ્થાપનાજીનું ફળ આ સ્થાપનાજી ધોઈને પાણી પાવાથી સૂચિકા રોગ જાય, ઘી નો લાભ થાય, પુત્રવંશ વધે. 0 મોરપીંછી જેવા સ્થાપનાજી હોય તો ઇચ્છિતને દેનારા થાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154