________________
(૧૧૮)
વિધિસંગ્રહ-૧-(કાઠમાંડલા (પાટલી)ની વિધિ) પછી કમ્મર પુંજી મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંડલું કરે.
પછી પગને હાથ વચ્ચેની જગ્યા પંજી ડાબા પગનો ઢીંચણ સ્થાપે પછી દાંડીને કેડ પંજી દાંડી કાઢે અને તેનું દશ બોલથી પડિલેહણ કરી, કેડ પુંજી દાંડી ખોસે.
પછી તેવી રીતે મુહપત્તિ કાઢે અને તેનું પચાસ બોલથી પડિલેહણ કરી જગ્યા પંજી, ડાબો હાથ ઉભો થાપે, પછી કેડ પુંજીને મુહપત્તિ કેડે ખોસે.
પછી ઉપર કહ્યા પ્રમાણે કાલમાંડલાં કરે, પછી કાલમાંડલાં થઈ ગયા પછી પગને હાથ વચ્ચેની જગ્યા પંજી ડાબો ઢીંચણ ગોઠવી (આવી રીતે જ્યારે ઉપર કહ્યા પ્રમાણે ત્રણ વખતે મુહપત્તિનું પડિલેહણ થઈ ગયું હોય ને બે વઘત પગ થાપ્યા પછી.)
ઓઘાથી બે કેડ પુંજી ને દાંડી તથા મુહપત્તિ બન્ને સાથે કાઢવા (જો બેમાંથી એક નીકળે ને એક રહી જાય અથવા આગળ પાછળ નીકળે તો પાટલી જાય).
પછી દાંડી દશ બોલથી પડીલેહી, પાટલી પુંજી તેના ઉપર પાટલી હલે નહિ તેમ મુકવી પછી બેઠાં-ઉભા એક એક નવકારે થાપવી.
પછી ખમા, ઇચ્છાકારેણ સંદિસહ કાલમાંડલાં પડિક્કમ? ઇચ્છે, ખમા, ઇચ્છા, સંદિ0 કાળમાંડલાં પડિક્કમાવણિ કાઉસ્સગ્ન કરૂં? ઇચ્છે, કાલમાંડલાં પડિક્કમાવણિ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ કરી (નમો અરિહંતાણં બોલ્યા વગર) નવકાર કહે.
પછી ખમાઈચ્છાકારેણ સંદિસહ સક્ઝાય પડિક્કમ? ઇચ્છે, કહી ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ સઝાય પડિક્કમાવણિ કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છ, સઝાય પડિક્કમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ ? અન્નત્થી એક નવકારનો કાઉસ્સગ્ન કરે પછી ઉપર સીધો નવકાર બોલે પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ દઈ (જો નવકારથી થાપ્યા પછી તે અવિધિ આશાતના મિચ્છામિદુક્કડે કહ્યા પહેલાં કંઇપણ ભુલ વિગેરે થાય તો નવકારથી થાપીને અધુરી ક્રિયા પુરી કરાય.) જમણો હાથ સવળો રાખીને
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org