Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ સંપાદકીય) ડૉ. નીરુબહેન અમીન મોક્ષે જવાની ઈચ્છા કોને ન હોય ? પણ જવાનો માર્ગ સાંપડવો કઠીન. મોક્ષમાર્ગના નેતા સિવાય એ માર્ગે દોરી કોણ જાય ? પૂર્વે જ્ઞાનીઓ તીર્થંકરો થઈ ગયા ને કેટલાંયનું મોક્ષનું કારજ સિદ્ધ કરાવી ગયા. વર્તમાનમાં તરણતારણ જ્ઞાની પુરુષ ‘દાદાશ્રી' થકી એ માર્ગ ખુલ્લો થાય છે, અક્રમ માર્ગ થકી ! ક્રમે ક્રમે ચઢવાનું ને અક્રમે ચઢવાનું, એમાં કયું સહેલું ? પગથિયાં કે લિફટ ? આ કાળમાં લિફટ જ પોષાયને સહુ કોઈને ! આ કાળમાં આ ક્ષેત્રથી સીધો મોક્ષ નથી' એમ શાસ્ત્રો વદે છે. પણ વાયા મહાવિદેહ ક્ષેત્રથી શ્રી સીમંધર સ્વામીના દર્શનથી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ તો ચાલુ જ છેને સદાકાળ ! સંપૂજ્ય દાદાશ્રી એ માર્ગે મુમુક્ષુઓને પહોંચાડે છે, જેની પ્રાપ્તિની ખાત્રી મુમુક્ષુને નિશ્ચયથી વર્તાય છે. આ કાળમાં આ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર છે નહીં, પણ આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી બિરાજે છે અને ભરત ક્ષેત્રના મોક્ષાર્થી જીવોને મોશે પહોંચાડ્યા કરે છે. જ્ઞાનીઓ એ માર્ગથી પહોંચી અન્યને એ માર્ગ ચીંધે છે. પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરનું ઓળખાણ થવું, તેમની ભક્તિ જાગવી ને તેમનું દિનરાતનું અનુસંધાન કરી લેવું અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એ જ મોક્ષની પ્રથમથી અંતિમ કેડી છે, એમ જ્ઞાનીઓ સૂચવે છે. - શ્રી સીમંધર સ્વામીની આરાધના જેટલી વધુને વધુ થાય તેટલું તેમની સાથેનું અનુસંધાન સાતત્ય વિશેષ ને વિશેષ રહે, જેનાથી એમની સાથેનું ઋણાનુબંધ ગાઢ બને. અંતે પરમ અવગાઢ સુધી પહોંચી ને તેમના ચરણકમળમાં જ સ્થાન પ્રાપ્તિની મહોર મરાય છે ! શ્રી સીમંધર સ્વામી સુધી પહોંચવા પ્રથમ તો આ ભરત ક્ષેત્રના સર્વ ઋણાનુબંધોથી મુક્તિ મેળવવી જોઈએ. અને તે મળે અક્રમજ્ઞાન થકી પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન અને પાંચ આજ્ઞાઓના પાલન થકી ! અને શ્રી સીમંધર સ્વામીની અનન્ય ભક્તિ, આરાધન દિનરાત કરતાં કરતાં તેમની જોડે ઋણાનુબંધ બંધાય છે, જે આ દેહ છૂટતાં જ ત્યાં જવાનો રસ્તો કરી આપે છે ! કુદરતી નિયમ એવો છે કે આંતરિક પરિણતીઓ જેવી હોય, તે મુજબ આવતો જન્મ નક્કી થાય. અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. મનુષ્યો બધા કળિયુગી છે. અક્રમ વિજ્ઞાન પામી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે ત્યારથી આંતરિક પરિણતીઓ એકદમ ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. કળિયુગમાંથી સગી બને છે. અંદર ચોથો આરો વર્તાય છે. બહાર પાંચમો ને અંદર ચોથો આરો ! અંદરની પરિણતીઓ ફેરફાર થવાથી જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં મૃત્યુ પછી આ જીવ ખેંચાય છે અને એમાં શ્રી સીમંધર સ્વામીની ભક્તિથી તેમની જોડેનું ઋણાનુબંધ ઑલ રેડી (પહેલેથી) બાંધી દીધેલું જ હોય છે તેથી તેમના સમીપમાં, ચરણોમાં ખેંચાય છે એ જીવ ! આ બધા નિયમો છે કુદરતના ! પૂજ્યશ્રી દાદાશ્રી પાસેથી સીમંધર સ્વામીનું અનુસંધાન સંધાયા પછી દિનરાત સીમંધર સ્વામીની ભુજના ચાલુ થઈ ગયેલી. ત્યારથી ખુબ જ ભાવ રહ્યા કરતા કે ઘેર ઘેર સીમંધર સ્વામીની પ્રતિમાજીઓ બિરાજે, જે પ્રત્યક્ષ હાજરી વર્તવે છે ભક્તિ કરતાં કરતાં ! પૂજ્યશ્રી સાથેનો એક પ્રસંગ છે. ઔરંગાબાદમાં પૂજયશ્રી પગે ફ્રેકચર થયા પછી ચાર મહિના આરામમાં હતા. મહાત્મા સુનિલાબેનને પ્રતિમાજીની ઘેર પધરામણી કરાવવાની ખૂબ ભાવના હતી. પણ લૌકિક-ક્રમિક તેના નિયમો કડક પળાય તેવી શક્તિ ન હતી. તેથી તેઓએ પૂજ્યશ્રીને સીધું જ પૂછયું, ‘દાદા, સીમંધર સ્વામીની પ્રતિમાજી ઘેર પધરાવવાની ખૂબ ઈચ્છા છે. પણ બહારગામ ગયા હોઈએ ત્યારે પૂજા ના થાય, મંદિરોમાં કરે છે તેવું પ્રક્ષાલન, પૂજન-અર્ચન ના થાય તો દોષ લાગે ?” ત્યારે પૂ. દાદાશ્રીએ કહ્યું, ‘ના, આપણને દોષ ના લાગે. આપણે તો ભક્તિ માટે ભાવથી મૂર્તિ રાખીએ છીએ. આપણે ક્યાં ક્રમિકની રીતે જવું છે ? આપણે તો અક્રમ છે. લૌકિક રીતે સ્થાપના કરે મૂર્તિની, તેને પછી લૌકિક કાયદાઓ લાગુ પડે. આપણું તો અલૌકિક છે. ભાવ વિજ્ઞાન છે. તેથી ભક્તિભાવ માટે ખૂબ જ સારું છે. મૂર્તિ રાખવામાં કશો વાંધોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 81