Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ ભૂમિકા વર્ષો પહેલાંની વાત. તે વખતના ગુજરાત રાજયના ગવર્નર વલભીપુરના ઐતિહાસિક સ્મારકો-સ્થાપત્યોના દર્શનાર્થે આવવાના હતા. તેને અનુલક્ષીને પ.પૂ.પરમદયાલુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિ મહારાજે વલભીપુરના જૈન ઇતિહાસને કેન્દ્રમાં રાખીને એક સર્વગ્રાહી પરિચય-લેખ તૈયાર કરવા ફરમાવેલું, જે તીર્થ-પરિચય-રૂપે દરેક યાત્રિકને ઉપયોગી થાય. પણ તે વખતે અન્યાન્ય કાર્યોમાં તે કામ ન થયું. અલબત્ત, બીજ જરૂર વવાઈ ગયું. આ પછી વર્ષો વહ્યાં. હમણાં, થોડાં વર્ષ અગાઉ, પાલીતાણા તરફ જવા નીકળેલા શેઠ શ્રી શ્રેણિકભાઈએ વલભીપુરની મુલાકાત લીધી. ત્યાંના ઐતિહાસિક પશ્ચાદ્ભ ધરાવતાં સ્મારકો વગેરેનાં દર્શન કરતાં તથા ઇતિહાસની વાતો જાણતાં તેમને ખૂબ રસ પડ્યો. તેમણે સ્થાનિક આગેવાનોને ભારપૂર્વક સૂચવ્યું કે આવા ભવ્ય ઇતિહાસનો પરિચય તમારે છપાવવો જોઈએ, કે જે સહુ દર્શનાર્થીઓને કામ લાગે. સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34