Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 32
________________ (૪) અને છેલ્લે... વલહી-વળા-વલભીના ઇતિહાસની આ છે કીર્તિગાથા. સુવર્ણયુગસમો ભવ્ય ભૂતકાળ ધરાવતી આ ભૂમિનાં અસ્ત પામેલાં દિનમાન પાછાં પલટાય તેવી અભિલાષા સૂરિસમ્રાટ પરમગુરુએ કાયમ સેવી હતી. વળા-દરબારે પણ આ મનોરથને પારેવું ઈંડાને સેવે તેમ સેવ્યા કર્યો છે. આ અભિલાષા અને આ મનોરથ આશીર્વાદ બનીને અવતર્યા હોય તેમ, છેલ્લા દાયકામાં વલભીપુરની જાહોજલાલી પુનઃ વૃદ્ધિગત થતી જોવા-અનુભવવા મળી રહી છે, જે સૌ માટે આનંદજનક ઘટના છે. લાખો યાત્રિકો, હજારો વ્રતધારી સાધુ-સાધ્વીઓ, અનેક પદયાત્રા-સંઘો આજે વલભીપુરની ધરતીને પાવન અને ઉજમાળ બનાવી રહ્યા છે. અને આનો સીધો લાભ સ્થાનિક જનતાને મળી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું કેન્દ્ર હોવાને કારણે પણ આબાદી વધી રહી છે. દેવગુરુ સ્મૃતિ મંદિરના પરિસરમાં નવનવાં નિર્માણો તથા આયોજનો થયાં છે, થતાં જાય છે. ગામના દેરાસરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 30 31 32 33 34