Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
Catalog link: https://jainqq.org/explore/001473/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વલાલીપની ઐતિહાસિક કીર્તિગાથા વિજ્યશીલચન્દ્રસૂરિ www.jainelvotary, org Page #2 -------------------------------------------------------------------------- ________________ વલભીપુરની ઐતિહાસિક કીતિગાથા ઈ. ૨૦૦૩ વિજયશીલચન્દ્રસૂરિ जयर minute શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા 1) વિ.સં. ૨૦૫૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા લે. વિજયશીલચન્દ્રસૂરિ © ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા C/o. શાહ કિરીટકુમાર શાંતિલાલ જૈન દેરાસર સામે, શાન્તિનગર ગોધરા (પંચમહાલ) ૩૮૯૦૦૧ પ્રથમ આવૃત્તિ : ઈ. ૨૦૦૩, સં. ૨૦૫૯ પ્રત : ૧૦૦૦ મૂલ્ય : રૂ. ૧૦/ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૦૭૯ – ૭૪૯૪૩૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પરમપૂજ્ય પરમ દયાલુ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજના શ્રીચરણોમાં એમનો શાસ્ત્રબોધ શ્રી સંઘના ક્લેશ, કદાગ્રહ અને સૈધીભાવના પ્રક્ષાલનમાં પ્રયોજાતો, એમનું પુણ્ય આંતરિક ગુણોના વિકાસમાં વપરાતું, એમનું સાંનિધ્ય નિકટ આવનારનું કલ્યાણ પ્રેરતું... Page #5 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા વર્ષો પહેલાંની વાત. તે વખતના ગુજરાત રાજયના ગવર્નર વલભીપુરના ઐતિહાસિક સ્મારકો-સ્થાપત્યોના દર્શનાર્થે આવવાના હતા. તેને અનુલક્ષીને પ.પૂ.પરમદયાલુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિ મહારાજે વલભીપુરના જૈન ઇતિહાસને કેન્દ્રમાં રાખીને એક સર્વગ્રાહી પરિચય-લેખ તૈયાર કરવા ફરમાવેલું, જે તીર્થ-પરિચય-રૂપે દરેક યાત્રિકને ઉપયોગી થાય. પણ તે વખતે અન્યાન્ય કાર્યોમાં તે કામ ન થયું. અલબત્ત, બીજ જરૂર વવાઈ ગયું. આ પછી વર્ષો વહ્યાં. હમણાં, થોડાં વર્ષ અગાઉ, પાલીતાણા તરફ જવા નીકળેલા શેઠ શ્રી શ્રેણિકભાઈએ વલભીપુરની મુલાકાત લીધી. ત્યાંના ઐતિહાસિક પશ્ચાદ્ભ ધરાવતાં સ્મારકો વગેરેનાં દર્શન કરતાં તથા ઇતિહાસની વાતો જાણતાં તેમને ખૂબ રસ પડ્યો. તેમણે સ્થાનિક આગેવાનોને ભારપૂર્વક સૂચવ્યું કે આવા ભવ્ય ઇતિહાસનો પરિચય તમારે છપાવવો જોઈએ, કે જે સહુ દર્શનાર્થીઓને કામ લાગે. સાથે Page #6 -------------------------------------------------------------------------- ________________ i hu initiar ' iી જ તેમણે મારું નામ આપીને કહ્યું કે મહારાજશ્રી પાસે જ તમે લખાવો. તેમને મારા તરફથી પણ કહેજો કે જરૂર લખી આપે. પણ નિમિત્ત વિના કે પુષ્ટ આલંબન વિના કોઈ કામ જલદી થતું નથી, એ અનુભવસિદ્ધ વાત છે. આ લખાણ પણ કોઈ સબળ આલંબનની પ્રતીક્ષામાં હશે. અને એ આલંબન જિનાલયની શતાબ્દીની ઉજવણીરૂપે આ વખતે ઉપસ્થિતિ થઈ આવ્યું. દબાણ વધ્યું, એટલે લખવાનું નક્કી કર્યું. પણ બેંગલોરના દૂર દેશમાં આવશ્યક ગ્રંથોની સામગ્રી ક્યાંથી લાવવી? છેવટે તે બધી સામગ્રી અમદાવાદ-ભાવનગર વીથી મંગાવી. વારંવાર વાંચન-અવલોકન કર્યું. ખૂબ મથામણ કરી. તેના પરિણામે જે નીપજી આવ્યું તે આ “શ્રીવલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા'. આ લખાણ વલભીપુર સંઘની માગણીથી તૈયાર થયું હોવાથી તેમને મોકલ્યું. પરંતુ કોઈ અકળ કારણોસર તેમને માટે આ લખાણ ગ્રાહ્ય ન બન્યું. તેથી તેનું પ્રકાશન સ્વતંત્ર પુસ્તિકારૂપે ગોધરાના શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના આશ્રયે થઈ રહ્યું છે. આશા રાખું કે જિજ્ઞાસુ જનોને માટે આ પુસ્તિકા ઉપયોગી તથા જ્ઞાનવર્ધક નીવડશે. ઈતિહાસ, પરંપરા અને સંઘની મર્યાદાથી વિપરીત કાંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું, અને સુજ્ઞ જનો સુધારે તેવી ભલામણ કરું છું. – શીલચન્દ્રવિજય બેંગલોર : શ્રી વિજયનન્દનસૂરિ સ્મૃતિ પર્વ ૧-૧-૨૦૦૩ માગશર વદિ ૧૪-૨૦૧૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ વલભીપુરની ઐતિહાસિક કીતિગાથા વલભીપુર એ જૈન ધર્મ માટે, જૈન તીર્થ માટે તેમજ ગુર્જર રાષ્ટ્રના ઇતિહાસની દૃષ્ટિએ એક ઐતિહાસિક ક્ષેત્ર છે. આ નગરે કાળદેવતાની અનેક થપાટો ખાધી છે, તો અહીં ઇતિહાસ-પુરુષે વારંવાર પોતાનાં પડખાં બદલ્યાં કર્યાં છે. પુરાતત્ત્વવિદોને, વલભીપુર અને તેની આસપાસના પ્રદેશોમાંથી મળેલાં સેંકડો - ૨૫૦ કરતાંય વધારે - તામ્રપત્રોદાનપત્રો તેમજ આ પ્રદેશમાં ઠેર ઠેર વેરાયા પડેલા પુરાવશેષો આ વાતની ગવાહી પૂરે છે. - (૧) ઉપક્રમ વલભીપુરનો એક યુગ હતો. મધ્ય ભારતમાં જેમ ઉજ્જયનીનો ડંકો વાગતો તેમ એક સમયે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આ બધાના સંમિલિત સ્વરૂપ સમા પશ્ચિમ ભારતમાં વલભીપુરનો પણ ડંકો બજતો હતો. રાજા શિલાદિત્ય, ધ્રુવસેન, ધરસેન વગેરે ઇતિહાસપ્રસિદ્ધ રાજાઓ અને તેમના વિવિધ રાજવંશોએ, આ વલભીપુરને, પોતાના ૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશાલ સામ્રાજયના પાટનગર તરીકે સ્થાપેલું અને વિકસાવેલું છે. આ નગરની, અને આ સામ્રાજયની અતિશય આબાદી તેમજ જાહોજલાલી હરરાષ્ટ્રો તથા રાજાઓની આંખમાં વારંવાર ખૂંચતી રહી છે; અને તેના પરિણામે આ પ્રદેશ ઉપર શત્રુઓનાં તેમજ વિધર્મી શાસકોનાં આક્રમણો પણ ઘણીવાર થયાં છે; જેને લીધે આ નગરીનો ભંગ અનેકવાર થયો હોવાનું ઇતિહાસ વર્ણવે છે. ચીનનો જગવિખ્યાત મુસાફર હ્યુ-એન-ત્સાંગ ભારતના પોતાના વ્યાપક પ્રવાસ દરમ્યાન આ વલભીપુરમાં પણ આવ્યો હતો, અને તેણે પોતાના પ્રવાસ વર્ણનમાં આ નગરીની અદ્દભુત જાહોજલાલી વિષે નોંધ પણ કરી હોવાનું જાણવા મળે છે. વલભી-પ્રદેશમાં જૈન ધર્મનું તેમજ બૌદ્ધ ધર્મનું સરખું જોર રહ્યું હતું. એક પ્રસંગે બૌદ્ધોએ જૈન આચાર્યોને હરાવીને આ પ્રદેશમાંથી કાઢી મૂકાવેલા, રાજાને બૌદ્ધધર્મી બનાવેલો, અને જૈનોના મહાન તીર્થ શત્રુંજય પર પોતાનું આધિપત્ય જમાવેલું, તેવા પણ ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પરંતુ બહુ જ થોડા વખત બાદ વલભીપુરના જ સપૂત જૈન મુનિવર મલવાદીએ બૌદ્ધોને આહ્વાન આપી, પુનઃ શાસ્ત્રાર્થ કરીને પૂર્વજોના પરાજયને ભવ્ય ઐતિહાસિક વિજયમાં પલટી નાખેલો, અને વલભીપ્રદેશમાં જૈન ધર્મનો વિજયધ્વજ પુનઃ ફરકાવી દીધેલો, એ ઘટના પણ ઇતિહાસનું સત્ય છે. ઇતિહાસના અંકોડા તપાસવા અને મેળવવા બેસીએ, તો સાલવારીના અને બીજા અનેક એવા-એટલા તો ગુંચવાડા Page #9 -------------------------------------------------------------------------- ________________ છે કે એની શુષ્ક ચર્ચામાં જે પાનાંનાં પાનાં ભરાઈ જાય, અને તોય કોઈ નિવેડો તો ભાગ્યે જ આવે. એટલે એ ઝંઝટમાં પડવાનું માંડી વાળીને આપણે આ ઐતિહાસિક નગર સાથે જોડાયેલી આપણી ઐતિહાસિક ઘટનાઓનો ખ્યાલ મેળવીએ એ જ ઉચિત અને આવશ્યક છે. *** < AKKAAKKAAKAKANININ Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨) અતીત કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે પોતાના પ્રસિદ્ધ સિદ્ધહેમવ્યાકરણમાં એક વાક્યપ્રયોગ ટાંક્યો છે ઃ અનુમવાવિનં તાાિ અર્થાત્ “તર્કપંડિતો તો સંસારમાં ઘણા, પરંતુ ‘મલ્લવાદી’ તે સૌમાં સર્વશ્રેષ્ઠ.' આ મલ્લવાદી મહારાજ, ભગવાન મહાવીરદેવના શાસનના અને ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરામાં થઈ ગયેલા મહાન શ્રુતધર આચાર્ય ભગવંત હતા. આપણી ગ્રંથપરંપરામાં તેઓની ઓળખાણ ‘મલ્લવાદીગણિ ક્ષમાશ્રમણ' એવા નામે થાય છે. તેઓ ‘ક્ષમાશ્રમણ’ ભગવંત હતા, એટલે કે ‘પૂર્વ'ના નામે ઓળખાતા શ્રુતજ્ઞાનનો અંશ તેઓની પાસે વિદ્યમાન હતો; તેથી જ તેમને ‘ક્ષમાશ્રમણ' બિરૂદ મળેલું. વિક્રમના પાંચમા સૈકામાં વિદ્યમાન - થઈ ગયેલા આ આચાર્ય મૂળે વલભીપુરના વતની હતા, એ એક ઐતિહાસિક સત્ય છે, જે વલભીપુર માટે ગૌરવપ્રદ ઘટના છે. આ ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષે કેવા સંજોગોમાં દીક્ષા લીધી અને પછી શી રીતે શાસનનો ડંકો વગાડ્યો તે કથા પણ આપણા માટે રોમાંચક અને પ્રેરણારૂપ બની રહે તેવી છે. બન્યું એવું કે વલભીપુરની જ શ્રાવિકા દુર્લભદેવીના ભાઈએ વર્ષો અગાઉ જૈન દીક્ષા લીધેલી, અને જ્ઞાન અને ચારિત્રાના બળે કાળક્રમે તેઓ આચાર્યપદ પામીને જિનાનન્દસૂરિ એવા નામે પ્રસિદ્ધ થયા. તેઓ મોટા વિદ્વાન તો હતા જ, સાથે સાથે અત્યંત શાંત અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. આ સમય ધર્મ-સંઘર્ષનો સમય હતો. જૈન અને બૌદ્ધ એ બન્ને ધર્મો એકબીજા પર સરસાઈ મેળવવા માટે કાંઈને કાંઈ નુસખાં ચલાવતા રહેતા; એમાં ક્યારેક આ તો ક્યારેક તે ધર્મ ચડિયાતો બની રહેતો. રાજય અને રાજા પણ આ સંઘર્ષમાં સીધા સંડોવાતા હોવાથી આની અસર પણ ઘણી પડતી. જે હારે તેને દેશવટો મળે, તેનાં તીર્થો તથા મંદિરો વગેરે પર બીજાનો કે રાજયનો અધિકાર લાગી જાય વગેરે વગેરે ખૂબ ચાલ્યા કરતું હશે તેમ ઇતિહાસના ગ્રંથો વાંચતાં સમજાય. - આવા જ એ સંઘર્ષના અવસરમાં એક બૌદ્ધ આચાર્ય સાથે જિનાનન્દસૂરિ મહારાજને રાસભામાં શાસ્ત્રાર્થ કરવાનો આવ્યો. ગમે તે કારણે, જૈન આચાર્ય હારી ગયા, એટલે તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા. શાસનની લઘુતામાં પોતે નિમિત્ત બન્યા તેનો ઘેરો ઉગ તે આચાર્ય ભગવંતને ઘેરી વળ્યો. તેમના દુ:ખનો કોઈ પાર A[૧૦] INDIAN Page #12 -------------------------------------------------------------------------- ________________ ન રહ્યો. આ અરસામાં તેમનાં બહેન દુર્લભદેવી, તેમના ત્રણ પુત્રો સાથે મળવા આવતાં આચાર્યશ્રીએ પોતાના ઉદ્વેગની વાત તો બહેનને સમજાવી જ, તદુપરાંત તેમણે બહેનને પ્રતિબોધ આપ્યો કે તમે અને તમારાં ત્રણ બાળકો જો ચારિત્રધર્મ અંગીકાર કરો, તો તમારા ત્રણ પુત્રો શાસનના મોટા આરાધક થાય તેમ છે; તેમાંયે સૌથી નાના પુત્ર મલ્લનાં લક્ષણો તો એવાં છે કે તે દીક્ષા લે તો શાસનને મોટો ઉપકારક નીવડે તેમ છે. સદૂભાગ્યે બહેન અને ત્રણ પુત્રોના ગળે આચાર્ય ભગવંતનો નિષ્કામ ઉપદેશ ઊતરી ગયો, અને તે ચારે પુણ્યાત્માઓએ વલભીપુરમાં જ દીક્ષા ગ્રહણ કરી લીધી. આચાર્યશ્રીએ ત્રણે ભાણેજ-શિષ્યોને ખૂબ કેળવ્યા-ભણાવ્યા અને સમય જતાં તે ત્રણે મુનિવરો આચાર્યપદ પણ પામ્યા. તે ત્રણ પૈકી મોટા આજિનયશ હતા, તેમણે “પ્રમાણશાસ્ત્રની તથા “વિશ્રાન્તવિદ્યાધર” વ્યાકરણ પર ન્યાસ-ટીકાની રચના કરી હતી. બીજા આ. યક્ષસૂરિ હતા, તેમણે અષ્ટાંગ નિમિત્તનું નિરૂપણ કરતો “યક્ષ સંહિતા' ગ્રંથ રચેલો. તો છેલ્લા આ. મલ્લ-વાદીએ “દ્વાદશાર નયચક્ર' નામે મહાન ગ્રંથ ઉપરાંત સન્મતિતર્ક ઉપર ટીકાની તથા ‘પદ્મચરિત' નામે ગ્રંથની રચના કરી હતી. આ છે વલભીપુરનું ગૌરવ ! નયચક્ર' ગ્રંથની રચનાનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે. જૈન ઐતિહાસિક પ્રબંધ-ગ્રંથોમાં મળતાં વર્ણન પ્રમાણે, ગુરુદેવ આ.જિનાનન્દસૂરિ પાસે એક વિશિષ્ટ ગ્રંથ-પોથી હતી, તેમાં ‘પૂર્વગત શ્રુતના અંશો સચવાયા હતા, અને તે ગ્રંથ ગમે તેવા અપાત્રના હાથમાં જાય તો મોટો અનર્થ થાય તેમ Page #13 -------------------------------------------------------------------------- ________________ હતો. આ ગ્રંથ તત્કાલીન સકલસંઘની અણમોલી થાપણ કે મિલ્કત હતી, અને તેની સોંપણી કોઈ યોગ્ય આત્માને કરવા બાબતે ગુરુ અત્યંત વ્યાકુળ હતા. પોતાની ઉંમર પાકતી હતી. અને તેમને જેના પર આશા હતી તે “મલ્લ મુનિ હજી તો ઉઘડતી કળી જેવા હતા. તે ઝટ તૈયાર થાય તો આ અમૂલ્ય વારસો તેમને સોંપવો તેવું તેમના મનમાં હશે જ. એક પ્રસંગે કોઈ કાર્યવશ ગુરુ ભગવંતને વિહાર કરવાનો થયો. થોડા વખતમાં જ પાછા ફરવાનું હોઈ, નાના મુનિઓના અભ્યાસાદિ અટવાય નહિ તે દૃષ્ટિથી, તેઓ બધાને સ્થાન પર રાખીને વિહાર કરી ગયા. જતાં જતાં પોતાની ગુપ્ત પોથી મલ્લ મુનિને ભળાવી કે “આ પોથી જીવની જેમ જાળવજે, અને ભૂલથી કે કુતૂહલથી પણ તે ઉધાડતો કે વાંચતો નહિ.' સવાલ વિશ્વાસનો હતો. તેઓના મનમાં પ્રતીતિ હતી કે કાલે આ બાળ સાધુ જ આ પોથીનો રખેવાળ અને ભણનાર બનનાર છે, માટે બીજાને સોંપવા કરતાં તેને સોંપવામાં વધુ સલામતી ગણાય. એટલે તેમણે તેમને સોંપી, અને નિશ્ચિત મને વિહરી ગયા. પણ બાળસુલભ કુતૂહલ જેનું નામ ! ગુરુજી ગયા અને બીજા જ દિનથી “મલ્લ ના મનમાં ચટપટી થવા માંડી : આમાં શું હશે ? ક્યો ગ્રંથ હશે ? ખોલવા-વાંચવાનો નિષેધ કેમ કર્યો હશે ? અલબત્ત, પોતાનાં માતા સાધ્વીને ગુરુજી ભલામણ કરી ગયા હતા કે બાળક છે, કુતૂહલ થશે જ; તમે જરા ધ્યાન રાખજો. એટલે તેઓ પણ નજર તો રાખતાં જ Page #14 -------------------------------------------------------------------------- ________________ રહ્યાં. પણ છેવટે કુતૂહલ જીત્યું, અને એક દહાડો એકાંતની તક મળતાં જ “મલ્લ મુનિએ એ પોથી ખોલી નાખી, અને તેનો પાઠ વાંચવા માંડ્યા. હજી પહેલો - એક શ્લોક વાંચ્યો – ન વાંચ્યો, ત્યાં તો પોથી હાથમાંથી અલોપ ! મુનિ ઉપર, નીચે, આ બાજુ, બીજી બાજુ મોં વકાસીને જોવા લાગ્યા, પણ કોઈ ન મળે! ખંડમાં પોતે એકલા જ હતા. વિચક્ષણ મુનિ સમજી ગયા કે કોણ પોથી લઈ ગયું ? તેમને એ પણ ખ્યાલ આવ્યો કે ગુરુની આજ્ઞાના ઉલ્લંઘનનું કેવું ભયંકર પરિણામ તેમણે મેળવ્યું હતું ? તે સાથે જ તેમને સંઘને પોતાના હાથે થયેલા ઘોર નુકસાનનો અને ગુરુજીને હવે શું જવાબ આપવો તે વાતનો અંદાજ પણ આવી ગયો. તેઓ કાળું કલ્પાંત કરતાં કરતાં ખંડની બહાર દોડી ગયા. માતા-સાધ્વીએ પૂછતાં પોતાના ઘોર અપરાધનું નિવેદન તો કર્યું જ, પણ તે સાથે જ તેમણે માતાને કહ્યું કે “મારી ભૂલના પ્રતાપે પોથી અલોપ થઈ છે, તો તેને પ્રાણના ભોગે પણ પાછી મેળવવાની જવાબદારીયે મારી જ ગણાય. હું, પોથી મેળવવા માટે શ્રુતદેવીની આરાધના કરવા જાઉં છું.” આટલું કહીને તેઓ એક પર્વતની ગુફામાં સરસ્વતીની આરાધના કરવા બેસી ગયા. છઠ્ઠ (બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ, અને પારણાના દિવસે એક વખત અનાજનાં ફોતરાંનું લૂખું ભોજન; બાકી જપ, ધ્યાન, આરાધના. વર્ષ સધવામિ વા વેઢ પતિયામિ ના અફર નિર્ધાર સાથે આ સાધના ચાલી. તેમની કાચી-ઉગતી વય અને આટલી કઠોર તપસ્યા જોઈને સંઘે તેમને સમજાવ્યા, અને પારણાના આહારમાં થોડોક રસ-કસવાળો આહાર આપવા માંડ્યો. છે : - Page #15 -------------------------------------------------------------------------- ________________ મહિનાઓ વીતતા ચાલ્યા. સરસ્વતી દેવી પણ સાધક મુનિની દૃઢ નિષ્ઠા જોઈને દ્રવી ઊઠ્યાં. પણ તેમણે પરીક્ષા લેવાનું ઠરાવ્યું. એક દહાડો અદશ્યપણે જ, પણ મુનિને ખ્યાલ આવી જાય તે રીતે દેવીએ પ્રશ્ન કર્યો : fફ મિષ્ટ મો: ? અરે, મીઠું શું લાગે ? જપયોગ-નિરત મુનિએ પળનીય વાર લગાડ્યા વિના જવાબ વાળ્યો : “વ:' – “વાલ મીઠા લાગે.” વાણી અદશ્ય. જપસાધના અખંડ ચાલુ. છ મહિના વહી ગયા. ફરી એકવાર ઓચિંતાનો અવાજ આવ્યો : ન સદ? શેની સાથે ? લાગતું જ મુનિના મોંમાંથી સર્યું વાક્ય : ગુડેન વૃતેન ા સ - “ગોળ અને ઘી સાથે વળી !” આ જવાબ સાંભળતાં જ દેવીને પ્રતીતિ થઈ કે પ્રચંડ મેધાપુરુષ છે આ આત્મા. તે તત્પણ પ્રગટ થયાં, અને પ્રસન્ન વદને વરદાન યાચવા સૂચવ્યું મુનિને. મુનિની તો એક જ ધૂન હતી. કહે : પોથી પાછી આપો. બીજું કાંઈ ન ખપે. દેવીએ તેમને સમજાવ્યા કે એ પોથીનો હવે આગ્રહ ન રાખો. એ હશે તો ઘણા અનર્થ થવાની સંભાવના છે. પણ તમારે જો એ ગ્રંથનો જ આગ્રહ હોય તો, તમે જે પહેલો ૧૪ 18 KAKKAANANTAMAANAAN WWW.jainelibrary. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્લોક વાંચ્યો છે, તેનું વિવરણ બનાવજો. તમને નયવિદ્યાનાં તમામ અર્થ-રહસ્યો પ્રાપ્ત થશે. મારું આ વરદાન છે. દેવી અંતર્ધાન થયાં. મુનિ સફળ સાધના સાથે સંઘમાં પાછા ફર્યા. ગુરુજીને બધી વાત નિવેદન કરી, અને તેઓના આશીર્વાદ તથા આદેશ સાથે તેમણે તે શ્લોક ઉપર અદ્ભુત વિવેચન લખ્યું: તેનું જ નામ દ્વાદશાર નયચક્ર શાસ્ત્ર'. સકળ સંઘ અને નગરના રાજવીએ તે મહાગ્રંથને હાથીના હોદ્દે પધરાવીને તેનો નગરપ્રવેશ કરાવ્યો. ગુરુએ પણ તે પછી મલ્લ મુનિને આચાર્યપદે આરૂઢ કર્યા. આ પછી આચાર્ય મલ્લસૂરિએ, જે બૌદ્ધ આચાર્યો, પોતાના ગુરુને હરાવેલા અને અપમાનિત કરેલા, તેની સામે પુનઃ શાસ્ત્રાર્થનો પડકાર ફેંક્યો. વૃદ્ધ બૌદ્ધાચાર્યો, આવડું અમથું છોકરું મારી સામે કેટલું ટકવાનું? – એવી તુચ્છતાના ભાવ સાથે પડકાર સ્વીકાર્યો, અને રાજસભામાં મલ્લસૂરિને દયાની બુદ્ધિથી કહ્યું કે હું બોલીશ, તો તારો વારો જ નહિ આવે, માટે તું જ પહેલાં બોલ અને ચર્ચાની માંગણી કર.” મલ્લાચાર્યે આ આહ્વાન ઝીલી લઈને નયચક્રગ્રંથના આધારે વાદનો એવો તો પ્રારંભ કર્યો કે તેમની તર્કજટિલ વાજાળને યાદ રાખવાનું પણ બૌદ્ધ વાદી માટે વિકટ બની ગયું, અને તેની જીભ જવાબ આપવા જતાં જ જાણે કે સીવાઈ ગઈ ! ફલતઃ તે વાદમાં તેનો પરાજય થયો, અને મલ્લાચાર્યને રાજા તથા રાજસભાએ વિજેતા જાહેર કર્યા. તે દહાડાથી મલસૂરિની ખ્યાતિ “મલ્લ-વાદી તરીકે થઈ ગઈ. રાજાએ નિયમ પ્રમાણે બૌદ્ધોને દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, તો મલ્લવાદીએ Page #17 -------------------------------------------------------------------------- ________________ રાજાને અનુરોધ કરીને તે આદેશ રદ કરાવ્યો, અને બૌદ્ધ પ્રત્યે પણ કરુણાભર્યો વ્યવહાર કરીને જિનશાસનનો જયજયકાર વર્તાવ્યો. ગુરુજીને કપાળે લાગેલા પરાજયના કલંકને આવી વિદ્વત્તાથી ભૂંસી નાખનાર આ. મલ્લવાદી, વલભીપુરના પનોતા સપૂત હતા, એ કેવી ગરિમાવંત ઘટના છે ! ઇતિહાસ-અનુસાર, વીરનિવણ સંવતની નવમી શતાબ્દીનું પ્રથમ ચરણ તે ભારતવર્ષ માટે આફતોનો ગાળો ગણાય છે. આ ગાળામાં હૂણોનાં ખૂનખાર આક્રમણો તથા યુદ્ધો થયાં. બાર વર્ષના ઘોર દુકાળ પડ્યા. હાડમારી, રોગચાળા, ભૂખમરા વગેરેને કારણે પ્રજા બરબાદીના પંથે હતી. વલભીનો ભંગ પણ આ સમયમાં થયેલો. આવા વિષમ સંયોગોમાં પાદવિહારી નિગ્રંથ જૈન મુનિઓ પણ અકાળ મૃત્યુનો ભોગ બને, અને પોતાનાં આગમો તથા શાસ્ત્રોનું કંઠપરંપરા દ્વારા આવેલું શ્રુતજ્ઞાન વિસ્મૃતિના ગર્ભમાં લુપ્ત થઈ જાય તેમાં નવાઈ શી ? બારદુકાળીના અંત પછી પરિસ્થિતિ થાળે પડી ગયા બાદ, મથુરા અને વલભીમાં જૈન આચાર્યોની એક સંગીતિ થઈ, જેને “વાચના' તરીકે ઓળખવામાં આવે છે. વી.નિ.સં. ૮૩૦-૮૪૦ના ગાળામાં આચાર્ય નાગાર્જુનસૂરિએ, દક્ષિણાપથના શ્રમણ સંઘનું સંમેલન વલભીપુરમાં મેળવ્યું અને ચોથી આગમવાચના કરી, અને તેમાં સર્વસંમત આગમપાઠોનું એકત્રીકરણ-સંકલન કર્યું. આ વાચના'ના મહાન કાર્યમાં ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મલ્લવાદી મહારાજનો પણ મોટો સહયોગ હતો, તેમ ઇતિહાસ જણાવે છે. આમ છતાં, માથુરી (મથુરાની) અને વલભી એ બન્ને વાચનાઓમાં નિર્ધારવામાં આવેલા આગમપાઠોનું સંકલન સાધવાનું કાર્ય, બન્ને વાચનાઓના પ્રણેતા સૂરિભગવંતોનું મિલન ન થવાને કારણે અટવાઈ પડેલું. તે કાર્ય વી.નિ.સં. ૯૮૦માં યુગપ્રધાન આચાર્ય શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ભગવંતે કર્યું, તે પણ આ વલભીપુરમાં જ થયું હતું. શાસ્ત્રમાં મળતા वलहीपुरंमि नयरे, देवड्ढीपमुहसयलसंघेहिं । पुत्थे आगम लिहिओ, नवसयअसिआओ वीराओ ॥ આ પાઠ પ્રમાણે, દેવર્ધિગણિની નિશ્રામાં મળેલા ૫00 આચાર્ય ભગવંતો સહિત સકલ શ્રમણસંઘે માથરી અને વલભી એ બન્ને વાચનાઓનો સમન્વય કરવાપૂર્વક આગમગ્રંથોને પુસ્તકરૂપે લખાવ્યાં, તે વર્ષ વી.નિ.સં. ૯૮૦ નું વર્ષ હતું. આ રીતે જોઈએ તો જૈન શાસનના કેટકેટલા પ્રસંગો સાથે વલભીપુર જોડાયેલું છે ! શત્રુંજય મહાતીર્થની તળેટીનું ક્ષેત્ર તો વલભીપુર. બૌદ્ધ ધર્મ દ્વારા જૈન ધર્મનું બીંટ નીકળી જવાની તૈયારી હતી તેને વિષમ સમયે, બૌદ્ધોને વાદ અને કરુણા-ઉભય રૂપે જીતી લઈને જૈન ધર્મનો વિજયધ્વજ પુનઃ લહેરાવનાર આચાર્ય મલવાદીજી તો આ વલભીપુરના પનોતા પુત્ર. જૈન આગમોનો સર્વનાશ થવાની વિષમ વેળા આવી, ત્યારે ૬૦-૭૦ વર્ષોના જ ગાળામાં બે બે વાચનાઓ તેમ જ Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો ને પુસ્તકારૂઢ કરવાની અમર અને ઐતિહાસિક ઘટનાઓનો લાભ પ્રાપ્ત કરનાર નગરી તે વલભીપુર. અને હજી પણ એક આવી જ ઐતિહાસિક ઘટનાનું સૌભાગ્ય આ જ વલભી-પ્રદેશને મળ્યું છે. વલભીપુરનો રાજા ધ્રુવસેન. તેનો પ્રિય રાજકુમાર વલભીની સમીપે જ આજે પણ વર્તતા આનંદપુરનો ભોક્તા. તેનું ત્યાં અકાળ અવસાન નીપજયું. રાજા શોકાકુળ એવો બન્યો કે કોઈ વાતે તેને સમાધિ-સમાધાન ન થાય. તે વખતે આનંદપુરમાં બિરાજમાન, બહુશ્રુત આચાર્ય ભગવંતે રાજાની સમાધિને ખાતર, પારંપરિક નિયમોને ચાતર્યા, અને “શ્રીકલ્પસૂત્ર' નામનું પરમપવિત્ર ધર્મસૂત્ર તે રાજાને તથા સંઘને સંભળાવ્યું. પરિણામે રાજાના ચિત્તને ખૂબ શાતા વળી, અને તે ધર્માભિમુખ બન્યો. આ પછી દરેક વર્ષે પર્યુષણ પર્વમાં આ કલ્પસૂત્ર સકળ સંઘને સંભળાવવાની પ્રણાલિકા ચાલુ થઈ, જેનો લહાવો આજે પણ આખોયે સંઘ લૂંટે છે. તેનું મૂળ શ્રેય તો આ વલભી-પ્રદેશને જ ફાળે જાય છે. ધન્ય ધન્ય વલભીપુરને ! *** Page #20 -------------------------------------------------------------------------- ________________ (3) વર્તમાન વલભીપુરના અતીતનું વિહંગાવલોકન કર્યું. ચાલો, હવે વલભીનો વર્તમાન અવલોકીએ. સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ. તેના ચાર મુખ્ય વિભાગોમાંનો એક વિભાગ તે ગોહિલવાડ. ગોહિલવાડ એટલે લગભગ આજનો ભાવનગર જિલ્લો. આ ગોહિલવાડમાં પણ જુદાં જુદાં પરગણાં હતાં, જે ઊંડ, કંઠાળ, વાળાક એવાં વિભાગીય નામો વડે ઓળખાતાં હતાં, આપણું વલભીપુર, શિહોર આ બધો પ્રદેશ ‘વાળાક' પ્રદેશનો ભાગ મનાતો આવ્યો છે. સૌરાષ્ટ્રનું પાટનગર અને ગુજરાતનું નાક ગણાતા વલભીપુર ઉપર, વિદેશી અને વિધર્મી શાસકો તથા સૈન્યોનાં અનેકવાર આક્રમણ થતાં રહ્યાં છે; જેને કારણે વલભીપુરની ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂરેપૂરી પડતી આવી છે. જેમ મનુષ્યને પોતાનાં ભાગ્ય અને ચડતી-પડતી હોય છે, તેમ ધરતીનાં પણ ભાગ્ય અને ચડતીપડતી હોય છે. “પટ્ટન સો દટ્ટન, માયા સો મિટ્ટી” એવી લોકોક્તિ વલભીપુરને પણ લાગુ પડી હતી. તે ત્યાં સુધી કે “વલભી'નું નામ પણ ભૂંસાઈ ગયું; અને તેને સહુ “વળા' એવા તોછડા નામે ઓળખવા લાગ્યા. “વાળાક” પ્રદેશનું મોખરૂં હોઈને “વળા' નામ પડ્યું હોય કે પછી “વલભી'માંથી વલહી', “વલઈ થઈને છેવટે “વળું” – “વળા' એમ અપભ્રંશ થયો હોય, એમ કલ્પના થાય છે. આમ છતાં, “ભાંગ્યું પણ ભરૂચ'ની રીતે વળાએ પોતાની અસ્મિતા તો અવશ્ય જાળવી રાખી હતી. ગયા સૈકામાં વળા એક સ્ટેટ એટલે કે રિયાસત કે રાજય તરીકે પ્રખ્યાત હતું, અને ગોહિલ રાજવંશના ઠાકોરોનું વળા રાજય પર શાસન પણ હતું, અને તે શાસનમાં વળા રાજયની પ્રજા પૂરતી આબાદ પણ હતી જ. ઠાકોર શ્રી વખતસિંહજી, ઠાકોર શ્રી ગંભીરસિંહજી અને પછી હાલ વિદ્યમાન ઠાકોર શ્રી પ્રવીણસિંહજી – દાદાબાપુના પરંપરાગત રાજશાસનમાં રાજયની પ્રજા આબાદ તો હતી જ, સાથે સાથે જૈન સમાજને પોતાના ધર્મની આરાધના તથા ઉન્નતિ કરવા માટે રાજ્ય તરફથી પૂરેપૂરી મોકળાશ, સહાય તથા પ્રોત્સાહન પણ સદાય મળતા જ રહ્યાં છે, જેનો ઉલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યા વિના ચાલે જ નહિ. આટલી ભૂમિકા બાંધ્યા પછી વળાના વર્તમાન જૈન Aી ૨૦ | TERIAL Page #22 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ તરફ નજર નાખી લઈએ : - વીસમી શતાબ્દીમાં થયેલા શાસનરક્ષક જૈન મુનિભગવંતોમાં, ગોહિલવાડ સાથે જેમનો અનહદ અને આત્મીય અનુબંધ હતો તેવા ત્રણ મહાપુરુષો આગળની હરોળમાં સ્થાન પામે તેવા છે : ૧. પંજાબરત્ન પરમપૂજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિવિજયજી - વૃદ્ધિચન્દ્રજી મહારાજ; ૨. સંવેગશિરોમણિ શાન્તમૂર્તિ પરમપૂજય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી ગણિવર; ૩. શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ. ગોહિલવાડ-પંથકના, ઘોઘારી વીશા શ્રીમાળી સહિતની તમામ જ્ઞાતિઓના જૈનો ઉપર આ ત્રણ ગુરુભગવંતોનો જે ઉપકાર તથા પ્રભાવ છે તે અજોડ અને અસાધારણ છે. મારાતારાના તેમજ ગચ્છ-સંઘાડા-સંપ્રદાયના ભેદ મનમાં લાવ્યા વિના પ્રભુ વીરના ભેખને ધરનાર કોઈનું પણ બહુમાન કરવું અને તેની ભક્તિ-વૈયાવચ્ચ-દાન કરવામાં પાછી પાની ન કરવી, આ ઉદારતાભર્યા ધર્મના સંસ્કાર માત્ર ગોહિલવાડમાં જ સર્વત્ર જોવા મળે છે; અને તેનું નિદાન ઉપરોક્ત ત્રણ ઉપકારી ગુરુભગવંતો જ છે, એ વાત ગૌરવભેર આપણે સ્વીકારવી જ જોઈએ. આ ત્રણે ગુરુભગવંતોની વળા ઉપર ખૂબ અમીદ્રષ્ટિ હતી, અને વળાનો પુનરુદ્ધાર થાય તે જોવાની તેઓની તીવ્ર તમન્ના હતી. એટલું જ નહિ, તે માટે તે ભગવંતોએ સમયે સમયે મહેનત પણ કરી હતી. N[૨૧] Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસના ઉલ્લેખો પ્રમાણે, વલભી-વળામાં પરાપૂર્વથી શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય હતું. આપણે ત્યાં તો વલભીપુર એ ગિરિરાજની તળેટીનું ગામ માનેલું છે, એટલે અહીં પૂર્વકાળમાં આદિનાથદાદાનું દેરાસર હોય તો તેમાં નવાઈ જેવું નથી જ. વસ્તુપાળ ચરિત્રમાં મળતા ઉલ્લેખ અનુસાર, જ્યારે મંત્રી વસ્તુપાળ-તેજપાળ શત્રુંજયતીર્થનો સંઘ લઈને વળા પધાર્યા, ત્યારે આ દેરાસરની જીર્ણતા જોઈ તેમણે તેનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. કેવી ગૌરવવંતી વાત ! પણ કાળાંતરે, મુસ્લિમ આક્રમણોના સમયે કે અન્ય ગમે તે પ્રસંગે, વલભીપુરનો ધ્વંસ થયો, એમાં આ શિખરબંધી દેરાસરનો પણ નાશ થયો હશે. આક્રમણકારોની વિદાય બાદ, તે સમયના સંદે-શ્રાવકોએ, એક નાનકડું - મોટી દેરી જેવું દેરાસર કરીને તેમાં આદીશ્વર દાદાની નાનકડી મૂર્તિ બિરાજમાન કરી હોવાનું પણ જાણવા મળે છે. આ દેરાસર અને તે મૂર્તિ વિ.સં. ૧૯૪૨ સુધી તો વિદ્યમાન હતાં. પરંતુ સં. ૧૯૩૬ તથા ૧૯૩૭ના પોતાના બે ચોમાસા દરમ્યાન, પરમ ઉપકા૨ી ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘને પ્રેરણા કરી અને એ સ્થાને મોટું શિખરબદ્ધ જિનાલય (જે આજે ગામમાં છે તે) બંધાવરાવ્યું. પૂજ્ય મહારાજજીની તીવ્ર ભાવના હતી કે વળામાં ભવ્ય દેરાસર હોવું જોઈએ, અને અહીં થયેલી વલભી-વાચનાની સ્મૃતિરૂપે શ્રી દેવર્ધિગણિસમેત ૫૦૦ આચાર્યોની પર્ષદાનું ભવ્ય સ્મારક પણ બનાવવું જોઈએ. પરંતુ આ દેરાસર તૈયાર થાય અને તેની પ્રતિષ્ઠાની ||૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ વેળા આવે, તે પહેલાં તો પૂજય મહારાજજીનો કાળધર્મ થઈ ગયો! એટલે તેઓશ્રીના પટ્ટશિષ્યો પૂજય પં. ગંભીરવિજયજી તથા પૂજ્ય મુનિ નેમવિજયજીએ તેઓની પ્રેરણાથી થતા આ કાર્યને અપનાવી લીધું અને સંઘને સર્વ રીતે સહાય કરી. વિ.સં. ૧૯૬૦ના માગશર માસમાં મુનિ નેમવિજયજીને ૫. ગંભીરવિજયજી મહારાજે મહોત્સવપૂર્વક આ વળા ક્ષેત્રમાં જ ગણિ – પંન્યાસ પદવી અર્પણ કરી. અને એ પછી તરત જ, મહા મહિનામાં, નવનિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય થયો. ત્યાં પ્રશ્ન આવ્યો પ્રભુપ્રતિમાનો. આદીશ્વર પ્રભુની પ્રતિમા ખાસી નાની હતી, અને નૂતન શિખરબદ્ધ જિનાલય માટે તો તેથી ઘણી મોટી પ્રતિમા જોઈએ. પાછી પ્રતિમા પ્રાચીન જોઈએ. ક્યાંથી મેળવવી ? પરંતુ સંઘનાં પુણ્ય મોટાં હોય છે, અને મહાપુરુષોના આશીર્વાદનો મહિમા પણ અકથ્ય હોય છે. પૂજ્યપાદ શ્રી વૃદ્ધિચંદ્રજી દાદાના જ નાના ગુરુભાઈ પૂજય શ્રી વિજયાનન્દસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિશ્રી હંસવિજયજીના ધ્યાન પર આ વાત આવતાં, તેઓએ બુરાનપુરના સંઘને પ્રેરણા આપી, અને તે સંધે ઉદારતાપૂર્વક પોતાના ગામમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય પ્રાચીન જિનબિંબ વળા શ્રી સંઘને અર્પણ કર્યું. તે બિંબને નૂતન મંદિરમાં મૂળનાયકજી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠા મહોત્સવનો ટૂંકો વૃત્તાંત જૈન ધર્મપ્રકાશ” માસિકમાં આ રીતે છપાયો હતો : ANANI | ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી વળામાં પ્રતિષ્ઠા મહોત્સવ માહા સુદિ ૧૨ શુક્રવારે શ્રીવળા કે જે અસલ વલ્લભીપુરને ઠેકાણે વસેલું છે, ત્યાં શ્રીસંઘે એક ઘણું સુંદર નવું દેરાસર બંધાવ્યું છે. તેમાં પ્રભાતના ૧૦ કલાકે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા ઘણા મહોત્સવ સાથે કરવામાં આવી છે. પ્રતિષ્ઠા કરાવનાર પંન્યાસ શ્રી ગંભીરવિજયજી તથા પન્યાસ શ્રી નેમવિજયજી હતા. શ્રાવક તરીકે ક્રિયા કરાવવા માટે શ્રીછાણીથી શ્રાવક જમનાદાસ હીરાચંદ આવેલા હતા. મૂળનાયકજીના બિંબ મેતા કલ્યાણજી નરસીદાસે પધરાવ્યા છે. નકરા વિગેરેની ઉપજ દેરાસરજીમાં સાત આઠ હજાર રૂપીઆની થઈ છે. મહોચ્છવ સારો થયો છે. ત્યાંના દરબારશ્રીએ દરેક વખત ત્યાં પધારીને શ્રાવક વર્ગને સારું ઉત્તેજન આપ્યું છે. શુદિ ૧૨ શે બપોરે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું છે અને સુદિ ૧૪શે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાને દિવસે મહેતા કુટુંબ તરફથી નવકારશી કરવામાં આવી છે. અને શુદિ ૧૫ મે શ્રી સુરતવાળા ઝવેરી દેવચંદ લાલભાઈ તરફથી નવકારશી કરવામાં આવી છે. પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર બહાર ગામથી પુષ્કળ માણસો આવ્યું હતું અને સર્વત્ર આનંદ વર્યો હતો. (જૈન ધર્મપ્રકાશ, પુ. ૧૯, અંક ૧૧, વિ.સં. ૧૯૬૦ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર) આ દેરાસર આજે પણ વળા-શહેરના મધ્યમાં વિરાજે છે, અને શહેરની શોભામાં ઉમેરો કરે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ આમ, વળા-સંઘ અને શહેરમાં ઘણા કાળથી સ્વતંત્ર જિનાલયની ઊણપ હતી તે પૂરી થઈ. ઉપરાંત, તે દેરાસરના જ પરિસરમાં, સ્વર્ગીય પૂજ્ય ગુરુભગવંતની ભાવનાને અનુસરીને, તેના અલ્પસ્વલ્પ અમલીકરણરૂપે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, શ્રીમલ્લવાદી ક્ષમાશ્રમણ, શત્રુંજય માહાત્મ્યના પ્રણેતા શ્રીધનેશ્વરસૂરિ મહારાજ વગેરેની ભવ્ય મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી. પરંતુ, વળા સંઘના મનમાં એક ખટકો તો રહી જ ગયો હતો કે પરાપૂર્વથી આપણા ગામમાં આદીશ્વર દાદાનું જિનાલય હતું, તે હજી પણ હોવું અને થવું જ જોઈએ; તો જ આપણો ઇતિહાસ જીવંત રહે અને આ શહેર પણ ફરીથી વધુ ને વધુ આબાદ થાય. તો બીજી તરફ, પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજના હૃદયમાં પોતાના ગુરુભગવંતની દોરવણી અને પ્રેરણા તથા અંતરની ભાવના સતત ગુંજ્યા કરતી હતી કે “વળામાં એક એવી રચના કરાવવી છે કે જે રચનામાં દેવર્ધિગણિક્ષમાશ્રમણ અને તેમને વીંટળાયેલા ૫૦૦ આચાર્ય ભગવંતોની પ્રતિમાઓ હોય અને વાચના ચાલી રહી હોવાનો દેખાવ રચાય. તેમ જ ક્ષમાશ્રમણની એક એવી ભવ્ય મૂર્તિ હોય કે જેના પરિકરમાં ૫૦૦ આચાર્યોની આકૃતિઓ કંડારવામાં આવી હોય.” આ ઉપરાંત, વળા શહેરની, સંઘની, રાજપરિવારની કાયાપલટ કરવાનો પણ તેઓશ્રીના મનમાં સંકલ્પ હમેશાં રહે તો જ હતો. અને મહાપુરુષોના ઉમદા મનોરથો અનાયાસે ફળીભૂત થતાં જ હોય છે. એમાં સમય જરૂર લાગે, પરંતુ ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ તેનાં બીજ તો અગાઉથી જ, ક્યારનાય હવાઈ જતાં હોય છે, જે સમય જતાં વિશાળ વટવૃક્ષ બનીને પાંગરતાં હોય છે. - સં. ૧૯૬૦માં વળા-જિનાલયની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી જ વળાના દરબાર શ્રી વખતસિંહજી ગોહિલને સૂરિસમ્રાટ તરફ ખાસ આકર્ષણ તેમ જ આદરભાવ જાગ્યાં હતાં. રાજવી પોતે મૂળ પ્રજાવત્સલ, વળી જૈન મહાજન તથા સાધુઓ તરફ સભાવ પણ વિશેષ. એમાં સૂરિસમ્રાટની પ્રતિભા તથા પ્રતિબોધ શક્તિએ તેમને વિશેષ આકર્ષ્યા, અને તેના ફળસ્વરૂપે રાજપરિવાર અને સૂરિસમ્રાટ વચ્ચે રચાયો એક અતૂટ સંબંધ. આ સંબંધ ઠાકોરશ્રીની ત્રણ ત્રણ પેઢી સુધી અખંડ-અતૂટ જળવાયો. ત્યાં સુધી કે વર્તમાન રાજવી શ્રી પ્રવિણસિંહજી તો આજે પણ પોતાની જાતને સૂરિસમ્રાટના શિષ્ય અને શ્રાવક તરીકે તથા શ્રી ઉદયમૂરિ-નંદનસૂરિ મહારાજના ગુરુભાઈ તરીકે ગૌરવપૂર્વક ઓળખાવે છે. આ પારસ્પરિક સંબંધોએ રાજપરિવારના વિષમ સંજોગોને સુખદ સંયોગોમાં પલટાવ્યા છે; તો સાધુ ભગવંતોની પણ અનેક તકલીફોના નિવારણમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો છે. વળામહાજન અને શ્રાવક સમૂહના સુખ-દુઃખમાં ઠાકોર સાહેબ સદાય સહભાગી રહેતા અને રહ્યા તે પણ આ અતૂટ સંબંધોનું જ આડફળ. અને ઉપરોક્ત વાતોનું સમર્થન મેળવવા માટે જુઓ આ દસ્તાવેજી પત્રો : તા. ૨૨-૧૦-૧૯૪૯ના દિને વળા-ઠાકોર શ્રી ગંભીરસિંહજી એક પત્રમાં લખે છે કે “પૂજ્યપાદ આચાર્યશ્રીનો ધર્મપ્રેમ અમારા રાજકુટુંબ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે અભુત હતો.” તો તા. ૨૯-૧૦-૧૯૪૯ના રોજ રાજકુમાર જસવંતસિંહજીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે “પરમપૂજય મહારાજશ્રીનો ધર્મપ્રેમ અમારા ઉપર કેટલો હતો, તે ભાગ્યે જ કોઈથી અજાણ્યો હશે. વલભીપુરની અંદર છેલ્લું ચોમાસું અમારા આગ્રહથી જ પોતે કબૂલ કરેલું. વલભીપુર નામ ફરીને વળાને આપવાનો પણ બોધ પોતાનો જ હતો. છેલ્લી વખતે મહેલાતમાં પધરામણી કરી અમને સૌને વાસક્ષેપ આપ્યો, તે રાજયકુટુંબ પ્રત્યેનો પ્રેમ દેખાડી આપે છે. દાદા અને મને સંપૂર્ણ હૃદયથી ખાત્રી છે કે અમારા જીવનના દરેક કાર્યોમાં પોતાની અમારા ઉપર દૃષ્ટિ હતી અને હશે અને તેમના આશીષ વર્ષતા અને વર્ષશે.” આ અતૂટ સંબંધ અને અખૂટ સદ્ભાવનાનો પૂરો લાભ જૈન શાસનને અને સંઘને મળે તે માટે સૂરિસમ્રાટે કમર કસી. તેઓશ્રીએ સૌ પ્રથમ કામ “વળા’ના આ તોછડા નામને તિલાંજલિ અપાય, અને આ ગામનું ઐતિહાસિક અને ગૌરવવંતું મૂળ નામ “વલભીપુર પાછું સ્થપાય, તે માટે ઠાકોર શ્રી વખતસિંહજીને રાજકીય અને કાનૂની પ્રયત્નો શરૂ કરવા માટે પ્રેર્યા. અંગ્રેજ સલ્તનત સાથે એક દેશી રજવાડાએ કામ પાડવાનું હતું, તે ઠાકોરશ્રીએ ખૂબ કુનેહથી પાડ્યું, અને સફળતા મેળવી. તે બન્નેના શુભ અને સન્નિષ્ઠ પ્રયાસોના પરિણામે વળા પાછું વલભીપુરના નામે સ્થાપિત થયું અને ઓળખાવા લાગ્યું. વલભીપુરને તેનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવાનો આચાર્ય મહારાજનો પ્રથમ સંકલ્પ આમ સિદ્ધ થયો. આ પછી તેમણે પોતાના પૂજ્ય ગુરુદેવની ભાવનાને KEKINIAN TEKNIK 201 : - : , . . Page #29 -------------------------------------------------------------------------- ________________ www સાકાર બનાવવાની દિશામાં ઉદ્યમ આરંભ્યો. સૌ પ્રથમ, વલભીપુર – સંઘના ભવ્ય ઉપાશ્રયને જોડાઈને આવેલી જગ્યા તથા મકાન શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી દ્વારા વેચાણ ખરીદાવ્યું, અને તેમાં ઘટતા ફેરફારો કરાવીને તેને ‘શ્રી વૃદ્ધિઉદય જ્ઞાનશાળા' તરીકે વિકસાવી તેમાં ભવ્ય જ્ઞાનભંડાર સ્થાપ્યો. ત્યારબાદ, તેઓએ શ્રાવકો દ્વારા, નગરની બહાર કોઈ મોટી જમીન માટે તપાસ ચાલુ કરાવી. ઠાકોરશ્રીને આ વાતની જાણ થતાં તેમણે મહારાજશ્રીને વિનંતિ કરી કે આપને જે જમીન પસંદ પડે તે જણાવો. પૂજ્ય મહારાજ સાહેબને પૂર્વદિશાએથી ગામમાં પ્રવેશતાં મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાતાં તે જગ્યા ઠાકોરશ્રી પાસેથી ખરીદી લેવા તેઓએ શ્રાવકોને ભલામણ કરી. આ વાત ઠાકોરશ્રી પાસે પહોંચતાં તેમણે કહ્યું : “આવા ઐતિહાસિક સ્મારક સ્વરૂપ ધર્મસ્થાન મારા નગરમાં થાય, તે તો મારા રાજ્યની જ શોભા વધારનારું છે. સંઘ આ જગ્યા રાજ્ય તરફથી ભેટ સ્વીકારે, એવી મારી ઇચ્છા છે. આવા ધર્મકાર્ય માટે કોઈ પણ રાજ્ય કિંમતરૂપે એક કોડી પણ લે, તો તે રાજ્ય લાયક ન ગણાય. માટે કિંમત ચૂક્યા વિના મારી આટલી ભેટ સ્વીકારો.' આ સાથે જ ઠાકોરશ્રીએ સૂરિસમ્રાટને પણ વિનંતિ કરી કે “આપ પધારો, અને જેટલી જગ્યામાં આપ ફરો, તેટલી જગ્યા આપના ચરણોમાં મારે ભેટ ધરવાની ભાવના છે. મારી ભાવના પૂરી કરો.” સૂરિસમ્રાટ પગે ચાલીને એ વિશાળ જગ્યા પર ફર્યા, અનેં નજરમાં વસી તેટલી જગ્યા લેવડાવવાનું નક્કી કર્યું. પરંતુ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધુથી આવી મિલ્કત ભેટરૂપે ન લેવાય તેવી પોતાની મર્યાદા ઠાકોરશ્રીને તેમણે સમજાવી, અને સાથે સાથે સમજાવ્યા કે “આપનો ભાવ ઘણો ઊંચો અને મૂલ્યવાન છે. પરંતુ કાલે કેવા દેશ-કાળ બદલાય તેની કોઈને ખબર નથી. અને સોએ વર્ષે કોઈ વંશજ-વારસદારની મતિ ફરે, તો ભેટ આપેલી મિલ્કતમાં ફેરફાર થઈ શકે. માટે આપ તદ્દન નજેવી કિંમત ભલે લ્યો, પણ આ જગ્યા વેચાણ-દસ્તાવેજ કરીને અઘાટ વેચાણ આપો, તે આપના અને અમારા - સંઘના તમામના હિતમાં છે. ઘણી હાનાકાની તથા રકઝકને અંતે ઠાકોરશ્રી માન્યા અને તદ્દન નજીવી (ઘણા ભાગે તો એક રૂપિયાની) કિંમત લઈને તે જમીન જિનદાસ ધર્મદાસની પેઢીને નામે વેચાણ આપી. આવો જ બીજો પ્રસંગ બન્યો વિ.સં. ૨૦૦૦માં. વયોવૃદ્ધ સુરિસમ્રાટ વલભીપુર પધાર્યા અને પોતાના તથા સાધુઓના ઔષધોપચાર અંગે સ્થિરતા કરી. તે અરસામાં ઠાકોરશ્રીનો જન્મદિવસ આવી લાગતાં તેમણે તેનો દરબાર ભર્યો, અને તેમાં પ્રજાવાત્સલ્યનાં કાર્યો અંગે જાહેરાતો કરતાં કરતાં, સૂરિસમ્રાટ પ્રત્યેના અનહદ અનુરાગથી પ્રેરાઈને પૂર્વે આપેલી ૧૩-૧૪ હજાર વાર જગ્યાને અડીને રહેલી એક વિશાળ જમીન (આશરે પાંચેક હજાર વાર) મહારાજશ્રીને પોતાના જન્મદિનની ભેટરૂપે અર્પણ કરવાની જાહેરાત કરી. સૂરિસમ્રાટશ્રીએ આ વખતે પણ દરબારશ્રીને પ્રેમથી સમજાવીને નજીવી કિંમતનું વેચાણખત પેઢીના નામે કરાવ્યું, જે બીના દરબારશ્રીને મહારાજજી પ્રત્યે વધુ આકર્ષણ થવામાં નિમિત્ત બની રહી. આ જગ્યા ઉપર “દેવગુરુપ્રાસાદ' બનાવવાનો સૂરિ MAAAAAAAAAAAAAAAART Page #31 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટનો ઉપદેશ થયો. તેનો પ્લાન થયો. તેમાં ઉપરના માળે શ્રીઆદીશ્વર પરમાત્માનું જિનાલય થાય, અને નીચેના વિભાગમાં શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણની મુખ્યતાએ પ૦૦ આચાર્યોની પ00 મૂર્તિઓની ભવ્ય અને દર્શનીય કાયમી રચના ગોઠવીને વલભી-વાચનાની ઐતિહાસિક ઘટનાને તાદૃશ્ય કરવામાં આવે, એવો નિર્ણય થયો. તદુપરાંત, તે પર્ષદા તો રંગમંડપમાં બેસે, પણ તેના ગભારામાં પ૦૦ આચાર્યો ધરાવતા પરિકરયુક્ત દેવર્ધિગણિની ભવ્ય મૂર્તિ તેમજ શ્રીમલવાદીગણિ, શ્રીધનેશ્વરસૂરિ ઉપરાંત પરમગુરુ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિમાઓ પણ ભરાવવાનું અને પધરાવવાનું નક્કી થયું. આ અનુસાર મંદિર નિર્માણ પ્રારંભાયું તો ખરું. પરંતુ કાળસત્તાને જુદું જ મંજૂર હશે, કે આ કાર્ય વેગ પકડે તે પહેલાં જ સં. ૨૦૦૫માં સુરિસમ્રાટશ્રી કાળધર્મ પામી ગયા! પરંતુ તેઓના સમર્થ અને પરમ ગુરુભક્ત શિષ્યરત્નો પૂજ્યશ્રી ઉદયસૂરિ - નન્દનસૂરિ મહારાજની દોરવણી તથા પેઢીના ગુરુચરણસેવી શ્રાવકોએ તે કાર્યને સાંગોપાંગ પાર પાડ્યું, અને સં. ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉપરોક્ત પૂજયોના હાથે જ તેની પ્રતિષ્ઠા પણ કરાવી. આજે આ દેવગુરુપ્રાસાદ'નું ભવ્ય ચૈત્ય, દિદિગંતમાં વલભીપુરની કીર્તિપતાકા લહેરાવતું, અમદાવાદ – પાલીતાણા - ભાવનગરના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર અડોલ ખડું છે, અને ગિરિરાજની યાત્રાએ જનાર સકલ સંઘને અનેરી શાતા આપી રહ્યું છે. આ છે વલભીપુરનો જળહળતો વર્તમાન ! *** Page #32 -------------------------------------------------------------------------- ________________ (૪) અને છેલ્લે... વલહી-વળા-વલભીના ઇતિહાસની આ છે કીર્તિગાથા. સુવર્ણયુગસમો ભવ્ય ભૂતકાળ ધરાવતી આ ભૂમિનાં અસ્ત પામેલાં દિનમાન પાછાં પલટાય તેવી અભિલાષા સૂરિસમ્રાટ પરમગુરુએ કાયમ સેવી હતી. વળા-દરબારે પણ આ મનોરથને પારેવું ઈંડાને સેવે તેમ સેવ્યા કર્યો છે. આ અભિલાષા અને આ મનોરથ આશીર્વાદ બનીને અવતર્યા હોય તેમ, છેલ્લા દાયકામાં વલભીપુરની જાહોજલાલી પુનઃ વૃદ્ધિગત થતી જોવા-અનુભવવા મળી રહી છે, જે સૌ માટે આનંદજનક ઘટના છે. લાખો યાત્રિકો, હજારો વ્રતધારી સાધુ-સાધ્વીઓ, અનેક પદયાત્રા-સંઘો આજે વલભીપુરની ધરતીને પાવન અને ઉજમાળ બનાવી રહ્યા છે. અને આનો સીધો લાભ સ્થાનિક જનતાને મળી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું કેન્દ્ર હોવાને કારણે પણ આબાદી વધી રહી છે. દેવગુરુ સ્મૃતિ મંદિરના પરિસરમાં નવનવાં નિર્માણો તથા આયોજનો થયાં છે, થતાં જાય છે. ગામના દેરાસરમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ કેટલાક વધારા-ઉમેરા થયા છે. જીવદયા-પાંજરાપોળની પ્રવૃત્તિ પણ પાંગરવા માંડી છે. સ્થાનિક તથા દેશાવર રહેતી વસ્તી બધી રીતે સુખી-આબાદ થઈ રહી છે. આ પુસ્તિકા માત્ર જૈન ઇતિહાસ અને વર્તમાનને નજર સમક્ષ રાખીને લખવામાં આવી છે. બાકી ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય વગેરે દષ્ટિએ તો વલભીપુરમાં અનેક શિવાલયો વગેરે મંદિરો, પુરાવશેષો, તામ્રપત્રો વગેરે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે જ. તે સર્વેનો અભ્યાસ વખતોવખત થયો-થતો રહે છે જ. પ્રાકૃત ભાષા-સાહિત્યના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રીબેચરદાસ જીવરાજ દોશી, તથા તેમના જગવિખ્યાત ભાષાવિજ્ઞાની પુત્ર ડૉ. પ્રબોધ પંડિત એ વલભીપુરના જ ગૌરવવંતા સપૂતો છે, જેમનાથી વલભીપુરનો વર્તમાન વધુ ઉન્નત બન્યો છે. પં. બેચરદાસ દોશીના માસિયાઈ ભાઈએ દીક્ષા લીધી હતી, જેઓ શાસનસમ્રાટના અત્યંત ભક્તિવૈયાવચ્ચ પરાયણ શિષ્ય પં. શ્રીસિદ્ધિવિજયજી મહારાજ (સિદ્ધિ દાદા)ના નામે પંકાયા હતા, અને તેઓ પણ વલભીપુરના જ પનોતા પુત્ર હતા. આ પુસ્તિકા લખવામાં, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (લેખક : મોહનલાલ દલીચંદ દેસાઈ), “જૈન પરંપરાનો ઇતિહાસ' (લે. ત્રિપુટી મહારાજ) તથા શાસનસમ્રા વગેરે ગ્રંથોનો આધાર લેવામાં આવેલ છે. ભૌગોલિક દૂરતાને કારણે, આ પુસ્તિકા માટે અપેક્ષિત ચિત્રો કે છબીઓ પ્રાપ્ત કરવાનું અશક્ય છે. અન્યથા તેવી સામગ્રીને કારણે આ પુસ્તિકા વધુ સમૃદ્ધ બનાવી શકાઈ હોત. Page #34 -------------------------------------------------------------------------- ________________ સારુ जयतुभ R ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના પ્રકાશનો. કલાસ 1. ભીની ક્ષણોનો વૈભવ (સચિત્ર) 2. અમારિ ઘોષણાનો દસ્તાવેજ (સચિત્ર) 3. સમરું પલ પલ સુવ્રત નામ 4. અજારા પાર્શ્વનાથ તીર્થ (સચિત્ર) 5. વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા 6. આનંદઘન-પદમાલા ભાગ 1 થી 4 (સી.ડી. તથા કેસેટ્સ) કોબા : પ્રાપ્તિસ્થાન : ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ યશોભદ્ર શુભંકર જ્ઞાનશાળા , મહાવીર સોસાયટી, ગોધરા-૩૮૯૦૦૧ (જિ. પંચમહાલ)