________________
વેળા આવે, તે પહેલાં તો પૂજય મહારાજજીનો કાળધર્મ થઈ ગયો! એટલે તેઓશ્રીના પટ્ટશિષ્યો પૂજય પં. ગંભીરવિજયજી તથા પૂજ્ય મુનિ નેમવિજયજીએ તેઓની પ્રેરણાથી થતા આ કાર્યને અપનાવી લીધું અને સંઘને સર્વ રીતે સહાય કરી. વિ.સં. ૧૯૬૦ના માગશર માસમાં મુનિ નેમવિજયજીને ૫. ગંભીરવિજયજી મહારાજે મહોત્સવપૂર્વક આ વળા ક્ષેત્રમાં જ ગણિ – પંન્યાસ પદવી અર્પણ કરી. અને એ પછી તરત જ, મહા મહિનામાં, નવનિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય થયો.
ત્યાં પ્રશ્ન આવ્યો પ્રભુપ્રતિમાનો. આદીશ્વર પ્રભુની પ્રતિમા ખાસી નાની હતી, અને નૂતન શિખરબદ્ધ જિનાલય માટે તો તેથી ઘણી મોટી પ્રતિમા જોઈએ. પાછી પ્રતિમા પ્રાચીન જોઈએ. ક્યાંથી મેળવવી ? પરંતુ સંઘનાં પુણ્ય મોટાં હોય છે, અને મહાપુરુષોના આશીર્વાદનો મહિમા પણ અકથ્ય હોય છે. પૂજ્યપાદ શ્રી વૃદ્ધિચંદ્રજી દાદાના જ નાના ગુરુભાઈ પૂજય શ્રી વિજયાનન્દસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિશ્રી હંસવિજયજીના ધ્યાન પર આ વાત આવતાં, તેઓએ બુરાનપુરના સંઘને પ્રેરણા આપી, અને તે સંધે ઉદારતાપૂર્વક પોતાના ગામમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય પ્રાચીન જિનબિંબ વળા શ્રી સંઘને અર્પણ કર્યું. તે બિંબને નૂતન મંદિરમાં મૂળનાયકજી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠા મહોત્સવનો ટૂંકો વૃત્તાંત જૈન ધર્મપ્રકાશ” માસિકમાં આ રીતે છપાયો હતો :
ANANI | ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org