SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વળામાં પ્રતિષ્ઠા મહોત્સવ માહા સુદિ ૧૨ શુક્રવારે શ્રીવળા કે જે અસલ વલ્લભીપુરને ઠેકાણે વસેલું છે, ત્યાં શ્રીસંઘે એક ઘણું સુંદર નવું દેરાસર બંધાવ્યું છે. તેમાં પ્રભાતના ૧૦ કલાકે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા ઘણા મહોત્સવ સાથે કરવામાં આવી છે. પ્રતિષ્ઠા કરાવનાર પંન્યાસ શ્રી ગંભીરવિજયજી તથા પન્યાસ શ્રી નેમવિજયજી હતા. શ્રાવક તરીકે ક્રિયા કરાવવા માટે શ્રીછાણીથી શ્રાવક જમનાદાસ હીરાચંદ આવેલા હતા. મૂળનાયકજીના બિંબ મેતા કલ્યાણજી નરસીદાસે પધરાવ્યા છે. નકરા વિગેરેની ઉપજ દેરાસરજીમાં સાત આઠ હજાર રૂપીઆની થઈ છે. મહોચ્છવ સારો થયો છે. ત્યાંના દરબારશ્રીએ દરેક વખત ત્યાં પધારીને શ્રાવક વર્ગને સારું ઉત્તેજન આપ્યું છે. શુદિ ૧૨ શે બપોરે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું છે અને સુદિ ૧૪શે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠાને દિવસે મહેતા કુટુંબ તરફથી નવકારશી કરવામાં આવી છે. અને શુદિ ૧૫ મે શ્રી સુરતવાળા ઝવેરી દેવચંદ લાલભાઈ તરફથી નવકારશી કરવામાં આવી છે. પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર બહાર ગામથી પુષ્કળ માણસો આવ્યું હતું અને સર્વત્ર આનંદ વર્યો હતો. (જૈન ધર્મપ્રકાશ, પુ. ૧૯, અંક ૧૧, વિ.સં. ૧૯૬૦ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર) આ દેરાસર આજે પણ વળા-શહેરના મધ્યમાં વિરાજે છે, અને શહેરની શોભામાં ઉમેરો કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy