________________
ઇતિહાસ તરફ નજર નાખી લઈએ : - વીસમી શતાબ્દીમાં થયેલા શાસનરક્ષક જૈન મુનિભગવંતોમાં, ગોહિલવાડ સાથે જેમનો અનહદ અને આત્મીય અનુબંધ હતો તેવા ત્રણ મહાપુરુષો આગળની હરોળમાં સ્થાન પામે તેવા છે : ૧. પંજાબરત્ન પરમપૂજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિવિજયજી - વૃદ્ધિચન્દ્રજી મહારાજ; ૨. સંવેગશિરોમણિ શાન્તમૂર્તિ પરમપૂજય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી ગણિવર; ૩. શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ.
ગોહિલવાડ-પંથકના, ઘોઘારી વીશા શ્રીમાળી સહિતની તમામ જ્ઞાતિઓના જૈનો ઉપર આ ત્રણ ગુરુભગવંતોનો જે ઉપકાર તથા પ્રભાવ છે તે અજોડ અને અસાધારણ છે. મારાતારાના તેમજ ગચ્છ-સંઘાડા-સંપ્રદાયના ભેદ મનમાં લાવ્યા વિના પ્રભુ વીરના ભેખને ધરનાર કોઈનું પણ બહુમાન કરવું અને તેની ભક્તિ-વૈયાવચ્ચ-દાન કરવામાં પાછી પાની ન કરવી, આ ઉદારતાભર્યા ધર્મના સંસ્કાર માત્ર ગોહિલવાડમાં જ સર્વત્ર જોવા મળે છે; અને તેનું નિદાન ઉપરોક્ત ત્રણ ઉપકારી ગુરુભગવંતો જ છે, એ વાત ગૌરવભેર આપણે સ્વીકારવી જ જોઈએ.
આ ત્રણે ગુરુભગવંતોની વળા ઉપર ખૂબ અમીદ્રષ્ટિ હતી, અને વળાનો પુનરુદ્ધાર થાય તે જોવાની તેઓની તીવ્ર તમન્ના હતી. એટલું જ નહિ, તે માટે તે ભગવંતોએ સમયે સમયે મહેનત પણ કરી હતી.
N[૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org