________________
(૨) અતીત
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે પોતાના પ્રસિદ્ધ સિદ્ધહેમવ્યાકરણમાં એક વાક્યપ્રયોગ ટાંક્યો છે ઃ અનુમવાવિનં તાાિ અર્થાત્ “તર્કપંડિતો તો સંસારમાં ઘણા, પરંતુ ‘મલ્લવાદી’ તે સૌમાં સર્વશ્રેષ્ઠ.' આ મલ્લવાદી મહારાજ, ભગવાન મહાવીરદેવના શાસનના અને ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરામાં થઈ ગયેલા મહાન શ્રુતધર આચાર્ય ભગવંત હતા. આપણી ગ્રંથપરંપરામાં તેઓની ઓળખાણ ‘મલ્લવાદીગણિ ક્ષમાશ્રમણ' એવા નામે થાય છે. તેઓ ‘ક્ષમાશ્રમણ’ ભગવંત હતા, એટલે કે ‘પૂર્વ'ના નામે ઓળખાતા શ્રુતજ્ઞાનનો અંશ તેઓની પાસે વિદ્યમાન હતો; તેથી જ તેમને ‘ક્ષમાશ્રમણ' બિરૂદ મળેલું.
વિક્રમના પાંચમા સૈકામાં વિદ્યમાન - થઈ ગયેલા આ આચાર્ય મૂળે વલભીપુરના વતની હતા, એ એક ઐતિહાસિક સત્ય છે, જે વલભીપુર માટે ગૌરવપ્રદ ઘટના છે. આ
Jain Education International For Private & Personal Use Only
૯
www.jainelibrary.org