SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ www સાકાર બનાવવાની દિશામાં ઉદ્યમ આરંભ્યો. સૌ પ્રથમ, વલભીપુર – સંઘના ભવ્ય ઉપાશ્રયને જોડાઈને આવેલી જગ્યા તથા મકાન શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી દ્વારા વેચાણ ખરીદાવ્યું, અને તેમાં ઘટતા ફેરફારો કરાવીને તેને ‘શ્રી વૃદ્ધિઉદય જ્ઞાનશાળા' તરીકે વિકસાવી તેમાં ભવ્ય જ્ઞાનભંડાર સ્થાપ્યો. ત્યારબાદ, તેઓએ શ્રાવકો દ્વારા, નગરની બહાર કોઈ મોટી જમીન માટે તપાસ ચાલુ કરાવી. ઠાકોરશ્રીને આ વાતની જાણ થતાં તેમણે મહારાજશ્રીને વિનંતિ કરી કે આપને જે જમીન પસંદ પડે તે જણાવો. પૂજ્ય મહારાજ સાહેબને પૂર્વદિશાએથી ગામમાં પ્રવેશતાં મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાતાં તે જગ્યા ઠાકોરશ્રી પાસેથી ખરીદી લેવા તેઓએ શ્રાવકોને ભલામણ કરી. આ વાત ઠાકોરશ્રી પાસે પહોંચતાં તેમણે કહ્યું : “આવા ઐતિહાસિક સ્મારક સ્વરૂપ ધર્મસ્થાન મારા નગરમાં થાય, તે તો મારા રાજ્યની જ શોભા વધારનારું છે. સંઘ આ જગ્યા રાજ્ય તરફથી ભેટ સ્વીકારે, એવી મારી ઇચ્છા છે. આવા ધર્મકાર્ય માટે કોઈ પણ રાજ્ય કિંમતરૂપે એક કોડી પણ લે, તો તે રાજ્ય લાયક ન ગણાય. માટે કિંમત ચૂક્યા વિના મારી આટલી ભેટ સ્વીકારો.' આ સાથે જ ઠાકોરશ્રીએ સૂરિસમ્રાટને પણ વિનંતિ કરી કે “આપ પધારો, અને જેટલી જગ્યામાં આપ ફરો, તેટલી જગ્યા આપના ચરણોમાં મારે ભેટ ધરવાની ભાવના છે. મારી ભાવના પૂરી કરો.” સૂરિસમ્રાટ પગે ચાલીને એ વિશાળ જગ્યા પર ફર્યા, અનેં નજરમાં વસી તેટલી જગ્યા લેવડાવવાનું નક્કી કર્યું. પરંતુ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy