________________
રહ્યાં. પણ છેવટે કુતૂહલ જીત્યું, અને એક દહાડો એકાંતની તક મળતાં જ “મલ્લ મુનિએ એ પોથી ખોલી નાખી, અને તેનો પાઠ વાંચવા માંડ્યા.
હજી પહેલો - એક શ્લોક વાંચ્યો – ન વાંચ્યો, ત્યાં તો પોથી હાથમાંથી અલોપ ! મુનિ ઉપર, નીચે, આ બાજુ, બીજી બાજુ મોં વકાસીને જોવા લાગ્યા, પણ કોઈ ન મળે! ખંડમાં પોતે એકલા જ હતા. વિચક્ષણ મુનિ સમજી ગયા કે કોણ પોથી લઈ ગયું ? તેમને એ પણ ખ્યાલ આવ્યો કે ગુરુની આજ્ઞાના ઉલ્લંઘનનું કેવું ભયંકર પરિણામ તેમણે મેળવ્યું હતું ? તે સાથે જ તેમને સંઘને પોતાના હાથે થયેલા ઘોર નુકસાનનો અને ગુરુજીને હવે શું જવાબ આપવો તે વાતનો અંદાજ પણ આવી ગયો. તેઓ કાળું કલ્પાંત કરતાં કરતાં ખંડની બહાર દોડી ગયા. માતા-સાધ્વીએ પૂછતાં પોતાના ઘોર અપરાધનું નિવેદન તો કર્યું જ, પણ તે સાથે જ તેમણે માતાને કહ્યું કે “મારી ભૂલના પ્રતાપે પોથી અલોપ થઈ છે, તો તેને પ્રાણના ભોગે પણ પાછી મેળવવાની જવાબદારીયે મારી જ ગણાય. હું, પોથી મેળવવા માટે શ્રુતદેવીની આરાધના કરવા જાઉં છું.” આટલું કહીને તેઓ એક પર્વતની ગુફામાં સરસ્વતીની આરાધના કરવા બેસી ગયા. છઠ્ઠ (બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ, અને પારણાના દિવસે એક વખત અનાજનાં ફોતરાંનું લૂખું ભોજન; બાકી જપ, ધ્યાન, આરાધના. વર્ષ સધવામિ વા વેઢ પતિયામિ ના અફર નિર્ધાર સાથે આ સાધના ચાલી. તેમની કાચી-ઉગતી વય અને આટલી કઠોર તપસ્યા જોઈને સંઘે તેમને સમજાવ્યા, અને પારણાના આહારમાં થોડોક રસ-કસવાળો આહાર આપવા માંડ્યો.
છે
:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org