________________
હતો. આ ગ્રંથ તત્કાલીન સકલસંઘની અણમોલી થાપણ કે મિલ્કત હતી, અને તેની સોંપણી કોઈ યોગ્ય આત્માને કરવા બાબતે ગુરુ અત્યંત વ્યાકુળ હતા. પોતાની ઉંમર પાકતી હતી. અને તેમને જેના પર આશા હતી તે “મલ્લ મુનિ હજી તો ઉઘડતી કળી જેવા હતા. તે ઝટ તૈયાર થાય તો આ અમૂલ્ય વારસો તેમને સોંપવો તેવું તેમના મનમાં હશે જ.
એક પ્રસંગે કોઈ કાર્યવશ ગુરુ ભગવંતને વિહાર કરવાનો થયો. થોડા વખતમાં જ પાછા ફરવાનું હોઈ, નાના મુનિઓના અભ્યાસાદિ અટવાય નહિ તે દૃષ્ટિથી, તેઓ બધાને સ્થાન પર રાખીને વિહાર કરી ગયા. જતાં જતાં પોતાની ગુપ્ત પોથી મલ્લ મુનિને ભળાવી કે “આ પોથી જીવની જેમ જાળવજે, અને ભૂલથી કે કુતૂહલથી પણ તે ઉધાડતો કે વાંચતો નહિ.'
સવાલ વિશ્વાસનો હતો. તેઓના મનમાં પ્રતીતિ હતી કે કાલે આ બાળ સાધુ જ આ પોથીનો રખેવાળ અને ભણનાર બનનાર છે, માટે બીજાને સોંપવા કરતાં તેને સોંપવામાં વધુ સલામતી ગણાય. એટલે તેમણે તેમને સોંપી, અને નિશ્ચિત મને વિહરી ગયા.
પણ બાળસુલભ કુતૂહલ જેનું નામ ! ગુરુજી ગયા અને બીજા જ દિનથી “મલ્લ ના મનમાં ચટપટી થવા માંડી : આમાં શું હશે ? ક્યો ગ્રંથ હશે ? ખોલવા-વાંચવાનો નિષેધ કેમ કર્યો હશે ? અલબત્ત, પોતાનાં માતા સાધ્વીને ગુરુજી ભલામણ કરી ગયા હતા કે બાળક છે, કુતૂહલ થશે જ; તમે જરા ધ્યાન રાખજો. એટલે તેઓ પણ નજર તો રાખતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org