________________
વિશાલ સામ્રાજયના પાટનગર તરીકે સ્થાપેલું અને વિકસાવેલું છે. આ નગરની, અને આ સામ્રાજયની અતિશય આબાદી તેમજ જાહોજલાલી હરરાષ્ટ્રો તથા રાજાઓની આંખમાં વારંવાર ખૂંચતી રહી છે; અને તેના પરિણામે આ પ્રદેશ ઉપર શત્રુઓનાં તેમજ વિધર્મી શાસકોનાં આક્રમણો પણ ઘણીવાર થયાં છે; જેને લીધે આ નગરીનો ભંગ અનેકવાર થયો હોવાનું ઇતિહાસ વર્ણવે છે.
ચીનનો જગવિખ્યાત મુસાફર હ્યુ-એન-ત્સાંગ ભારતના પોતાના વ્યાપક પ્રવાસ દરમ્યાન આ વલભીપુરમાં પણ આવ્યો હતો, અને તેણે પોતાના પ્રવાસ વર્ણનમાં આ નગરીની અદ્દભુત જાહોજલાલી વિષે નોંધ પણ કરી હોવાનું જાણવા મળે છે.
વલભી-પ્રદેશમાં જૈન ધર્મનું તેમજ બૌદ્ધ ધર્મનું સરખું જોર રહ્યું હતું. એક પ્રસંગે બૌદ્ધોએ જૈન આચાર્યોને હરાવીને આ પ્રદેશમાંથી કાઢી મૂકાવેલા, રાજાને બૌદ્ધધર્મી બનાવેલો, અને જૈનોના મહાન તીર્થ શત્રુંજય પર પોતાનું આધિપત્ય જમાવેલું, તેવા પણ ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પરંતુ બહુ જ થોડા વખત બાદ વલભીપુરના જ સપૂત જૈન મુનિવર મલવાદીએ બૌદ્ધોને આહ્વાન આપી, પુનઃ શાસ્ત્રાર્થ કરીને પૂર્વજોના પરાજયને ભવ્ય ઐતિહાસિક વિજયમાં પલટી નાખેલો, અને વલભીપ્રદેશમાં જૈન ધર્મનો વિજયધ્વજ પુનઃ ફરકાવી દીધેલો, એ ઘટના પણ ઇતિહાસનું સત્ય છે.
ઇતિહાસના અંકોડા તપાસવા અને મેળવવા બેસીએ, તો સાલવારીના અને બીજા અનેક એવા-એટલા તો ગુંચવાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org