SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ i hu initiar ' iી જ તેમણે મારું નામ આપીને કહ્યું કે મહારાજશ્રી પાસે જ તમે લખાવો. તેમને મારા તરફથી પણ કહેજો કે જરૂર લખી આપે. પણ નિમિત્ત વિના કે પુષ્ટ આલંબન વિના કોઈ કામ જલદી થતું નથી, એ અનુભવસિદ્ધ વાત છે. આ લખાણ પણ કોઈ સબળ આલંબનની પ્રતીક્ષામાં હશે. અને એ આલંબન જિનાલયની શતાબ્દીની ઉજવણીરૂપે આ વખતે ઉપસ્થિતિ થઈ આવ્યું. દબાણ વધ્યું, એટલે લખવાનું નક્કી કર્યું. પણ બેંગલોરના દૂર દેશમાં આવશ્યક ગ્રંથોની સામગ્રી ક્યાંથી લાવવી? છેવટે તે બધી સામગ્રી અમદાવાદ-ભાવનગર વીથી મંગાવી. વારંવાર વાંચન-અવલોકન કર્યું. ખૂબ મથામણ કરી. તેના પરિણામે જે નીપજી આવ્યું તે આ “શ્રીવલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા'. આ લખાણ વલભીપુર સંઘની માગણીથી તૈયાર થયું હોવાથી તેમને મોકલ્યું. પરંતુ કોઈ અકળ કારણોસર તેમને માટે આ લખાણ ગ્રાહ્ય ન બન્યું. તેથી તેનું પ્રકાશન સ્વતંત્ર પુસ્તિકારૂપે ગોધરાના શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના આશ્રયે થઈ રહ્યું છે. આશા રાખું કે જિજ્ઞાસુ જનોને માટે આ પુસ્તિકા ઉપયોગી તથા જ્ઞાનવર્ધક નીવડશે. ઈતિહાસ, પરંપરા અને સંઘની મર્યાદાથી વિપરીત કાંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું, અને સુજ્ઞ જનો સુધારે તેવી ભલામણ કરું છું. – શીલચન્દ્રવિજય બેંગલોર : શ્રી વિજયનન્દનસૂરિ સ્મૃતિ પર્વ ૧-૧-૨૦૦૩ માગશર વદિ ૧૪-૨૦૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy