Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 31
________________ સમ્રાટનો ઉપદેશ થયો. તેનો પ્લાન થયો. તેમાં ઉપરના માળે શ્રીઆદીશ્વર પરમાત્માનું જિનાલય થાય, અને નીચેના વિભાગમાં શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણની મુખ્યતાએ પ૦૦ આચાર્યોની પ00 મૂર્તિઓની ભવ્ય અને દર્શનીય કાયમી રચના ગોઠવીને વલભી-વાચનાની ઐતિહાસિક ઘટનાને તાદૃશ્ય કરવામાં આવે, એવો નિર્ણય થયો. તદુપરાંત, તે પર્ષદા તો રંગમંડપમાં બેસે, પણ તેના ગભારામાં પ૦૦ આચાર્યો ધરાવતા પરિકરયુક્ત દેવર્ધિગણિની ભવ્ય મૂર્તિ તેમજ શ્રીમલવાદીગણિ, શ્રીધનેશ્વરસૂરિ ઉપરાંત પરમગુરુ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિમાઓ પણ ભરાવવાનું અને પધરાવવાનું નક્કી થયું. આ અનુસાર મંદિર નિર્માણ પ્રારંભાયું તો ખરું. પરંતુ કાળસત્તાને જુદું જ મંજૂર હશે, કે આ કાર્ય વેગ પકડે તે પહેલાં જ સં. ૨૦૦૫માં સુરિસમ્રાટશ્રી કાળધર્મ પામી ગયા! પરંતુ તેઓના સમર્થ અને પરમ ગુરુભક્ત શિષ્યરત્નો પૂજ્યશ્રી ઉદયસૂરિ - નન્દનસૂરિ મહારાજની દોરવણી તથા પેઢીના ગુરુચરણસેવી શ્રાવકોએ તે કાર્યને સાંગોપાંગ પાર પાડ્યું, અને સં. ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉપરોક્ત પૂજયોના હાથે જ તેની પ્રતિષ્ઠા પણ કરાવી. આજે આ દેવગુરુપ્રાસાદ'નું ભવ્ય ચૈત્ય, દિદિગંતમાં વલભીપુરની કીર્તિપતાકા લહેરાવતું, અમદાવાદ – પાલીતાણા - ભાવનગરના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર અડોલ ખડું છે, અને ગિરિરાજની યાત્રાએ જનાર સકલ સંઘને અનેરી શાતા આપી રહ્યું છે. આ છે વલભીપુરનો જળહળતો વર્તમાન ! *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34