Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 19
________________ સૂત્રો ને પુસ્તકારૂઢ કરવાની અમર અને ઐતિહાસિક ઘટનાઓનો લાભ પ્રાપ્ત કરનાર નગરી તે વલભીપુર. અને હજી પણ એક આવી જ ઐતિહાસિક ઘટનાનું સૌભાગ્ય આ જ વલભી-પ્રદેશને મળ્યું છે. વલભીપુરનો રાજા ધ્રુવસેન. તેનો પ્રિય રાજકુમાર વલભીની સમીપે જ આજે પણ વર્તતા આનંદપુરનો ભોક્તા. તેનું ત્યાં અકાળ અવસાન નીપજયું. રાજા શોકાકુળ એવો બન્યો કે કોઈ વાતે તેને સમાધિ-સમાધાન ન થાય. તે વખતે આનંદપુરમાં બિરાજમાન, બહુશ્રુત આચાર્ય ભગવંતે રાજાની સમાધિને ખાતર, પારંપરિક નિયમોને ચાતર્યા, અને “શ્રીકલ્પસૂત્ર' નામનું પરમપવિત્ર ધર્મસૂત્ર તે રાજાને તથા સંઘને સંભળાવ્યું. પરિણામે રાજાના ચિત્તને ખૂબ શાતા વળી, અને તે ધર્માભિમુખ બન્યો. આ પછી દરેક વર્ષે પર્યુષણ પર્વમાં આ કલ્પસૂત્ર સકળ સંઘને સંભળાવવાની પ્રણાલિકા ચાલુ થઈ, જેનો લહાવો આજે પણ આખોયે સંઘ લૂંટે છે. તેનું મૂળ શ્રેય તો આ વલભી-પ્રદેશને જ ફાળે જાય છે. ધન્ય ધન્ય વલભીપુરને ! *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34