Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 18
________________ આચાર્ય મલ્લવાદી મહારાજનો પણ મોટો સહયોગ હતો, તેમ ઇતિહાસ જણાવે છે. આમ છતાં, માથુરી (મથુરાની) અને વલભી એ બન્ને વાચનાઓમાં નિર્ધારવામાં આવેલા આગમપાઠોનું સંકલન સાધવાનું કાર્ય, બન્ને વાચનાઓના પ્રણેતા સૂરિભગવંતોનું મિલન ન થવાને કારણે અટવાઈ પડેલું. તે કાર્ય વી.નિ.સં. ૯૮૦માં યુગપ્રધાન આચાર્ય શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ભગવંતે કર્યું, તે પણ આ વલભીપુરમાં જ થયું હતું. શાસ્ત્રમાં મળતા वलहीपुरंमि नयरे, देवड्ढीपमुहसयलसंघेहिं । पुत्थे आगम लिहिओ, नवसयअसिआओ वीराओ ॥ આ પાઠ પ્રમાણે, દેવર્ધિગણિની નિશ્રામાં મળેલા ૫00 આચાર્ય ભગવંતો સહિત સકલ શ્રમણસંઘે માથરી અને વલભી એ બન્ને વાચનાઓનો સમન્વય કરવાપૂર્વક આગમગ્રંથોને પુસ્તકરૂપે લખાવ્યાં, તે વર્ષ વી.નિ.સં. ૯૮૦ નું વર્ષ હતું. આ રીતે જોઈએ તો જૈન શાસનના કેટકેટલા પ્રસંગો સાથે વલભીપુર જોડાયેલું છે ! શત્રુંજય મહાતીર્થની તળેટીનું ક્ષેત્ર તો વલભીપુર. બૌદ્ધ ધર્મ દ્વારા જૈન ધર્મનું બીંટ નીકળી જવાની તૈયારી હતી તેને વિષમ સમયે, બૌદ્ધોને વાદ અને કરુણા-ઉભય રૂપે જીતી લઈને જૈન ધર્મનો વિજયધ્વજ પુનઃ લહેરાવનાર આચાર્ય મલવાદીજી તો આ વલભીપુરના પનોતા પુત્ર. જૈન આગમોનો સર્વનાશ થવાની વિષમ વેળા આવી, ત્યારે ૬૦-૭૦ વર્ષોના જ ગાળામાં બે બે વાચનાઓ તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34