Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 28
________________ પ્રત્યે અભુત હતો.” તો તા. ૨૯-૧૦-૧૯૪૯ના રોજ રાજકુમાર જસવંતસિંહજીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે “પરમપૂજય મહારાજશ્રીનો ધર્મપ્રેમ અમારા ઉપર કેટલો હતો, તે ભાગ્યે જ કોઈથી અજાણ્યો હશે. વલભીપુરની અંદર છેલ્લું ચોમાસું અમારા આગ્રહથી જ પોતે કબૂલ કરેલું. વલભીપુર નામ ફરીને વળાને આપવાનો પણ બોધ પોતાનો જ હતો. છેલ્લી વખતે મહેલાતમાં પધરામણી કરી અમને સૌને વાસક્ષેપ આપ્યો, તે રાજયકુટુંબ પ્રત્યેનો પ્રેમ દેખાડી આપે છે. દાદા અને મને સંપૂર્ણ હૃદયથી ખાત્રી છે કે અમારા જીવનના દરેક કાર્યોમાં પોતાની અમારા ઉપર દૃષ્ટિ હતી અને હશે અને તેમના આશીષ વર્ષતા અને વર્ષશે.” આ અતૂટ સંબંધ અને અખૂટ સદ્ભાવનાનો પૂરો લાભ જૈન શાસનને અને સંઘને મળે તે માટે સૂરિસમ્રાટે કમર કસી. તેઓશ્રીએ સૌ પ્રથમ કામ “વળા’ના આ તોછડા નામને તિલાંજલિ અપાય, અને આ ગામનું ઐતિહાસિક અને ગૌરવવંતું મૂળ નામ “વલભીપુર પાછું સ્થપાય, તે માટે ઠાકોર શ્રી વખતસિંહજીને રાજકીય અને કાનૂની પ્રયત્નો શરૂ કરવા માટે પ્રેર્યા. અંગ્રેજ સલ્તનત સાથે એક દેશી રજવાડાએ કામ પાડવાનું હતું, તે ઠાકોરશ્રીએ ખૂબ કુનેહથી પાડ્યું, અને સફળતા મેળવી. તે બન્નેના શુભ અને સન્નિષ્ઠ પ્રયાસોના પરિણામે વળા પાછું વલભીપુરના નામે સ્થાપિત થયું અને ઓળખાવા લાગ્યું. વલભીપુરને તેનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવાનો આચાર્ય મહારાજનો પ્રથમ સંકલ્પ આમ સિદ્ધ થયો. આ પછી તેમણે પોતાના પૂજ્ય ગુરુદેવની ભાવનાને KEKINIAN TEKNIK 201 : - : , . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34