Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 27
________________ તેનાં બીજ તો અગાઉથી જ, ક્યારનાય હવાઈ જતાં હોય છે, જે સમય જતાં વિશાળ વટવૃક્ષ બનીને પાંગરતાં હોય છે. - સં. ૧૯૬૦માં વળા-જિનાલયની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી જ વળાના દરબાર શ્રી વખતસિંહજી ગોહિલને સૂરિસમ્રાટ તરફ ખાસ આકર્ષણ તેમ જ આદરભાવ જાગ્યાં હતાં. રાજવી પોતે મૂળ પ્રજાવત્સલ, વળી જૈન મહાજન તથા સાધુઓ તરફ સભાવ પણ વિશેષ. એમાં સૂરિસમ્રાટની પ્રતિભા તથા પ્રતિબોધ શક્તિએ તેમને વિશેષ આકર્ષ્યા, અને તેના ફળસ્વરૂપે રાજપરિવાર અને સૂરિસમ્રાટ વચ્ચે રચાયો એક અતૂટ સંબંધ. આ સંબંધ ઠાકોરશ્રીની ત્રણ ત્રણ પેઢી સુધી અખંડ-અતૂટ જળવાયો. ત્યાં સુધી કે વર્તમાન રાજવી શ્રી પ્રવિણસિંહજી તો આજે પણ પોતાની જાતને સૂરિસમ્રાટના શિષ્ય અને શ્રાવક તરીકે તથા શ્રી ઉદયમૂરિ-નંદનસૂરિ મહારાજના ગુરુભાઈ તરીકે ગૌરવપૂર્વક ઓળખાવે છે. આ પારસ્પરિક સંબંધોએ રાજપરિવારના વિષમ સંજોગોને સુખદ સંયોગોમાં પલટાવ્યા છે; તો સાધુ ભગવંતોની પણ અનેક તકલીફોના નિવારણમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો છે. વળામહાજન અને શ્રાવક સમૂહના સુખ-દુઃખમાં ઠાકોર સાહેબ સદાય સહભાગી રહેતા અને રહ્યા તે પણ આ અતૂટ સંબંધોનું જ આડફળ. અને ઉપરોક્ત વાતોનું સમર્થન મેળવવા માટે જુઓ આ દસ્તાવેજી પત્રો : તા. ૨૨-૧૦-૧૯૪૯ના દિને વળા-ઠાકોર શ્રી ગંભીરસિંહજી એક પત્રમાં લખે છે કે “પૂજ્યપાદ આચાર્યશ્રીનો ધર્મપ્રેમ અમારા રાજકુટુંબ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34