Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 26
________________ આમ, વળા-સંઘ અને શહેરમાં ઘણા કાળથી સ્વતંત્ર જિનાલયની ઊણપ હતી તે પૂરી થઈ. ઉપરાંત, તે દેરાસરના જ પરિસરમાં, સ્વર્ગીય પૂજ્ય ગુરુભગવંતની ભાવનાને અનુસરીને, તેના અલ્પસ્વલ્પ અમલીકરણરૂપે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, શ્રીમલ્લવાદી ક્ષમાશ્રમણ, શત્રુંજય માહાત્મ્યના પ્રણેતા શ્રીધનેશ્વરસૂરિ મહારાજ વગેરેની ભવ્ય મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી. પરંતુ, વળા સંઘના મનમાં એક ખટકો તો રહી જ ગયો હતો કે પરાપૂર્વથી આપણા ગામમાં આદીશ્વર દાદાનું જિનાલય હતું, તે હજી પણ હોવું અને થવું જ જોઈએ; તો જ આપણો ઇતિહાસ જીવંત રહે અને આ શહેર પણ ફરીથી વધુ ને વધુ આબાદ થાય. તો બીજી તરફ, પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજના હૃદયમાં પોતાના ગુરુભગવંતની દોરવણી અને પ્રેરણા તથા અંતરની ભાવના સતત ગુંજ્યા કરતી હતી કે “વળામાં એક એવી રચના કરાવવી છે કે જે રચનામાં દેવર્ધિગણિક્ષમાશ્રમણ અને તેમને વીંટળાયેલા ૫૦૦ આચાર્ય ભગવંતોની પ્રતિમાઓ હોય અને વાચના ચાલી રહી હોવાનો દેખાવ રચાય. તેમ જ ક્ષમાશ્રમણની એક એવી ભવ્ય મૂર્તિ હોય કે જેના પરિકરમાં ૫૦૦ આચાર્યોની આકૃતિઓ કંડારવામાં આવી હોય.” આ ઉપરાંત, વળા શહેરની, સંઘની, રાજપરિવારની કાયાપલટ કરવાનો પણ તેઓશ્રીના મનમાં સંકલ્પ હમેશાં રહે તો જ હતો. અને મહાપુરુષોના ઉમદા મનોરથો અનાયાસે ફળીભૂત થતાં જ હોય છે. એમાં સમય જરૂર લાગે, પરંતુ Jain Education International For Private & Personal Use Only ૨૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34