Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 23
________________ ઇતિહાસના ઉલ્લેખો પ્રમાણે, વલભી-વળામાં પરાપૂર્વથી શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય હતું. આપણે ત્યાં તો વલભીપુર એ ગિરિરાજની તળેટીનું ગામ માનેલું છે, એટલે અહીં પૂર્વકાળમાં આદિનાથદાદાનું દેરાસર હોય તો તેમાં નવાઈ જેવું નથી જ. વસ્તુપાળ ચરિત્રમાં મળતા ઉલ્લેખ અનુસાર, જ્યારે મંત્રી વસ્તુપાળ-તેજપાળ શત્રુંજયતીર્થનો સંઘ લઈને વળા પધાર્યા, ત્યારે આ દેરાસરની જીર્ણતા જોઈ તેમણે તેનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. કેવી ગૌરવવંતી વાત ! પણ કાળાંતરે, મુસ્લિમ આક્રમણોના સમયે કે અન્ય ગમે તે પ્રસંગે, વલભીપુરનો ધ્વંસ થયો, એમાં આ શિખરબંધી દેરાસરનો પણ નાશ થયો હશે. આક્રમણકારોની વિદાય બાદ, તે સમયના સંદે-શ્રાવકોએ, એક નાનકડું - મોટી દેરી જેવું દેરાસર કરીને તેમાં આદીશ્વર દાદાની નાનકડી મૂર્તિ બિરાજમાન કરી હોવાનું પણ જાણવા મળે છે. આ દેરાસર અને તે મૂર્તિ વિ.સં. ૧૯૪૨ સુધી તો વિદ્યમાન હતાં. પરંતુ સં. ૧૯૩૬ તથા ૧૯૩૭ના પોતાના બે ચોમાસા દરમ્યાન, પરમ ઉપકા૨ી ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘને પ્રેરણા કરી અને એ સ્થાને મોટું શિખરબદ્ધ જિનાલય (જે આજે ગામમાં છે તે) બંધાવરાવ્યું. પૂજ્ય મહારાજજીની તીવ્ર ભાવના હતી કે વળામાં ભવ્ય દેરાસર હોવું જોઈએ, અને અહીં થયેલી વલભી-વાચનાની સ્મૃતિરૂપે શ્રી દેવર્ધિગણિસમેત ૫૦૦ આચાર્યોની પર્ષદાનું ભવ્ય સ્મારક પણ બનાવવું જોઈએ. પરંતુ આ દેરાસર તૈયાર થાય અને તેની પ્રતિષ્ઠાની ||૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34