Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 21
________________ પૂરેપૂરી પડતી આવી છે. જેમ મનુષ્યને પોતાનાં ભાગ્ય અને ચડતી-પડતી હોય છે, તેમ ધરતીનાં પણ ભાગ્ય અને ચડતીપડતી હોય છે. “પટ્ટન સો દટ્ટન, માયા સો મિટ્ટી” એવી લોકોક્તિ વલભીપુરને પણ લાગુ પડી હતી. તે ત્યાં સુધી કે “વલભી'નું નામ પણ ભૂંસાઈ ગયું; અને તેને સહુ “વળા' એવા તોછડા નામે ઓળખવા લાગ્યા. “વાળાક” પ્રદેશનું મોખરૂં હોઈને “વળા' નામ પડ્યું હોય કે પછી “વલભી'માંથી વલહી', “વલઈ થઈને છેવટે “વળું” – “વળા' એમ અપભ્રંશ થયો હોય, એમ કલ્પના થાય છે. આમ છતાં, “ભાંગ્યું પણ ભરૂચ'ની રીતે વળાએ પોતાની અસ્મિતા તો અવશ્ય જાળવી રાખી હતી. ગયા સૈકામાં વળા એક સ્ટેટ એટલે કે રિયાસત કે રાજય તરીકે પ્રખ્યાત હતું, અને ગોહિલ રાજવંશના ઠાકોરોનું વળા રાજય પર શાસન પણ હતું, અને તે શાસનમાં વળા રાજયની પ્રજા પૂરતી આબાદ પણ હતી જ. ઠાકોર શ્રી વખતસિંહજી, ઠાકોર શ્રી ગંભીરસિંહજી અને પછી હાલ વિદ્યમાન ઠાકોર શ્રી પ્રવીણસિંહજી – દાદાબાપુના પરંપરાગત રાજશાસનમાં રાજયની પ્રજા આબાદ તો હતી જ, સાથે સાથે જૈન સમાજને પોતાના ધર્મની આરાધના તથા ઉન્નતિ કરવા માટે રાજ્ય તરફથી પૂરેપૂરી મોકળાશ, સહાય તથા પ્રોત્સાહન પણ સદાય મળતા જ રહ્યાં છે, જેનો ઉલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યા વિના ચાલે જ નહિ. આટલી ભૂમિકા બાંધ્યા પછી વળાના વર્તમાન જૈન Aી ૨૦ | TERIAL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34