Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 16
________________ શ્લોક વાંચ્યો છે, તેનું વિવરણ બનાવજો. તમને નયવિદ્યાનાં તમામ અર્થ-રહસ્યો પ્રાપ્ત થશે. મારું આ વરદાન છે. દેવી અંતર્ધાન થયાં. મુનિ સફળ સાધના સાથે સંઘમાં પાછા ફર્યા. ગુરુજીને બધી વાત નિવેદન કરી, અને તેઓના આશીર્વાદ તથા આદેશ સાથે તેમણે તે શ્લોક ઉપર અદ્ભુત વિવેચન લખ્યું: તેનું જ નામ દ્વાદશાર નયચક્ર શાસ્ત્ર'. સકળ સંઘ અને નગરના રાજવીએ તે મહાગ્રંથને હાથીના હોદ્દે પધરાવીને તેનો નગરપ્રવેશ કરાવ્યો. ગુરુએ પણ તે પછી મલ્લ મુનિને આચાર્યપદે આરૂઢ કર્યા. આ પછી આચાર્ય મલ્લસૂરિએ, જે બૌદ્ધ આચાર્યો, પોતાના ગુરુને હરાવેલા અને અપમાનિત કરેલા, તેની સામે પુનઃ શાસ્ત્રાર્થનો પડકાર ફેંક્યો. વૃદ્ધ બૌદ્ધાચાર્યો, આવડું અમથું છોકરું મારી સામે કેટલું ટકવાનું? – એવી તુચ્છતાના ભાવ સાથે પડકાર સ્વીકાર્યો, અને રાજસભામાં મલ્લસૂરિને દયાની બુદ્ધિથી કહ્યું કે હું બોલીશ, તો તારો વારો જ નહિ આવે, માટે તું જ પહેલાં બોલ અને ચર્ચાની માંગણી કર.” મલ્લાચાર્યે આ આહ્વાન ઝીલી લઈને નયચક્રગ્રંથના આધારે વાદનો એવો તો પ્રારંભ કર્યો કે તેમની તર્કજટિલ વાજાળને યાદ રાખવાનું પણ બૌદ્ધ વાદી માટે વિકટ બની ગયું, અને તેની જીભ જવાબ આપવા જતાં જ જાણે કે સીવાઈ ગઈ ! ફલતઃ તે વાદમાં તેનો પરાજય થયો, અને મલ્લાચાર્યને રાજા તથા રાજસભાએ વિજેતા જાહેર કર્યા. તે દહાડાથી મલસૂરિની ખ્યાતિ “મલ્લ-વાદી તરીકે થઈ ગઈ. રાજાએ નિયમ પ્રમાણે બૌદ્ધોને દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, તો મલ્લવાદીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34