Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 15
________________ મહિનાઓ વીતતા ચાલ્યા. સરસ્વતી દેવી પણ સાધક મુનિની દૃઢ નિષ્ઠા જોઈને દ્રવી ઊઠ્યાં. પણ તેમણે પરીક્ષા લેવાનું ઠરાવ્યું. એક દહાડો અદશ્યપણે જ, પણ મુનિને ખ્યાલ આવી જાય તે રીતે દેવીએ પ્રશ્ન કર્યો : fફ મિષ્ટ મો: ? અરે, મીઠું શું લાગે ? જપયોગ-નિરત મુનિએ પળનીય વાર લગાડ્યા વિના જવાબ વાળ્યો : “વ:' – “વાલ મીઠા લાગે.” વાણી અદશ્ય. જપસાધના અખંડ ચાલુ. છ મહિના વહી ગયા. ફરી એકવાર ઓચિંતાનો અવાજ આવ્યો : ન સદ? શેની સાથે ? લાગતું જ મુનિના મોંમાંથી સર્યું વાક્ય : ગુડેન વૃતેન ા સ - “ગોળ અને ઘી સાથે વળી !” આ જવાબ સાંભળતાં જ દેવીને પ્રતીતિ થઈ કે પ્રચંડ મેધાપુરુષ છે આ આત્મા. તે તત્પણ પ્રગટ થયાં, અને પ્રસન્ન વદને વરદાન યાચવા સૂચવ્યું મુનિને. મુનિની તો એક જ ધૂન હતી. કહે : પોથી પાછી આપો. બીજું કાંઈ ન ખપે. દેવીએ તેમને સમજાવ્યા કે એ પોથીનો હવે આગ્રહ ન રાખો. એ હશે તો ઘણા અનર્થ થવાની સંભાવના છે. પણ તમારે જો એ ગ્રંથનો જ આગ્રહ હોય તો, તમે જે પહેલો ૧૪ 18 KAKKAANANTAMAANAAN Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34