Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 17
________________ રાજાને અનુરોધ કરીને તે આદેશ રદ કરાવ્યો, અને બૌદ્ધ પ્રત્યે પણ કરુણાભર્યો વ્યવહાર કરીને જિનશાસનનો જયજયકાર વર્તાવ્યો. ગુરુજીને કપાળે લાગેલા પરાજયના કલંકને આવી વિદ્વત્તાથી ભૂંસી નાખનાર આ. મલ્લવાદી, વલભીપુરના પનોતા સપૂત હતા, એ કેવી ગરિમાવંત ઘટના છે ! ઇતિહાસ-અનુસાર, વીરનિવણ સંવતની નવમી શતાબ્દીનું પ્રથમ ચરણ તે ભારતવર્ષ માટે આફતોનો ગાળો ગણાય છે. આ ગાળામાં હૂણોનાં ખૂનખાર આક્રમણો તથા યુદ્ધો થયાં. બાર વર્ષના ઘોર દુકાળ પડ્યા. હાડમારી, રોગચાળા, ભૂખમરા વગેરેને કારણે પ્રજા બરબાદીના પંથે હતી. વલભીનો ભંગ પણ આ સમયમાં થયેલો. આવા વિષમ સંયોગોમાં પાદવિહારી નિગ્રંથ જૈન મુનિઓ પણ અકાળ મૃત્યુનો ભોગ બને, અને પોતાનાં આગમો તથા શાસ્ત્રોનું કંઠપરંપરા દ્વારા આવેલું શ્રુતજ્ઞાન વિસ્મૃતિના ગર્ભમાં લુપ્ત થઈ જાય તેમાં નવાઈ શી ? બારદુકાળીના અંત પછી પરિસ્થિતિ થાળે પડી ગયા બાદ, મથુરા અને વલભીમાં જૈન આચાર્યોની એક સંગીતિ થઈ, જેને “વાચના' તરીકે ઓળખવામાં આવે છે. વી.નિ.સં. ૮૩૦-૮૪૦ના ગાળામાં આચાર્ય નાગાર્જુનસૂરિએ, દક્ષિણાપથના શ્રમણ સંઘનું સંમેલન વલભીપુરમાં મેળવ્યું અને ચોથી આગમવાચના કરી, અને તેમાં સર્વસંમત આગમપાઠોનું એકત્રીકરણ-સંકલન કર્યું. આ વાચના'ના મહાન કાર્યમાં ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34