Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ન રહ્યો. આ અરસામાં તેમનાં બહેન દુર્લભદેવી, તેમના ત્રણ પુત્રો સાથે મળવા આવતાં આચાર્યશ્રીએ પોતાના ઉદ્વેગની વાત તો બહેનને સમજાવી જ, તદુપરાંત તેમણે બહેનને પ્રતિબોધ આપ્યો કે તમે અને તમારાં ત્રણ બાળકો જો ચારિત્રધર્મ અંગીકાર કરો, તો તમારા ત્રણ પુત્રો શાસનના મોટા આરાધક થાય તેમ છે; તેમાંયે સૌથી નાના પુત્ર મલ્લનાં લક્ષણો તો એવાં છે કે તે દીક્ષા લે તો શાસનને મોટો ઉપકારક નીવડે તેમ છે. સદૂભાગ્યે બહેન અને ત્રણ પુત્રોના ગળે આચાર્ય ભગવંતનો નિષ્કામ ઉપદેશ ઊતરી ગયો, અને તે ચારે પુણ્યાત્માઓએ વલભીપુરમાં જ દીક્ષા ગ્રહણ કરી લીધી. આચાર્યશ્રીએ ત્રણે ભાણેજ-શિષ્યોને ખૂબ કેળવ્યા-ભણાવ્યા અને સમય જતાં તે ત્રણે મુનિવરો આચાર્યપદ પણ પામ્યા. તે ત્રણ પૈકી મોટા આજિનયશ હતા, તેમણે “પ્રમાણશાસ્ત્રની તથા “વિશ્રાન્તવિદ્યાધર” વ્યાકરણ પર ન્યાસ-ટીકાની રચના કરી હતી. બીજા આ. યક્ષસૂરિ હતા, તેમણે અષ્ટાંગ નિમિત્તનું નિરૂપણ કરતો “યક્ષ સંહિતા' ગ્રંથ રચેલો. તો છેલ્લા આ. મલ્લ-વાદીએ “દ્વાદશાર નયચક્ર' નામે મહાન ગ્રંથ ઉપરાંત સન્મતિતર્ક ઉપર ટીકાની તથા ‘પદ્મચરિત' નામે ગ્રંથની રચના કરી હતી. આ છે વલભીપુરનું ગૌરવ ! નયચક્ર' ગ્રંથની રચનાનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે. જૈન ઐતિહાસિક પ્રબંધ-ગ્રંથોમાં મળતાં વર્ણન પ્રમાણે, ગુરુદેવ આ.જિનાનન્દસૂરિ પાસે એક વિશિષ્ટ ગ્રંથ-પોથી હતી, તેમાં ‘પૂર્વગત શ્રુતના અંશો સચવાયા હતા, અને તે ગ્રંથ ગમે તેવા અપાત્રના હાથમાં જાય તો મોટો અનર્થ થાય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34