Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ મહાપુરુષે કેવા સંજોગોમાં દીક્ષા લીધી અને પછી શી રીતે શાસનનો ડંકો વગાડ્યો તે કથા પણ આપણા માટે રોમાંચક અને પ્રેરણારૂપ બની રહે તેવી છે. બન્યું એવું કે વલભીપુરની જ શ્રાવિકા દુર્લભદેવીના ભાઈએ વર્ષો અગાઉ જૈન દીક્ષા લીધેલી, અને જ્ઞાન અને ચારિત્રાના બળે કાળક્રમે તેઓ આચાર્યપદ પામીને જિનાનન્દસૂરિ એવા નામે પ્રસિદ્ધ થયા. તેઓ મોટા વિદ્વાન તો હતા જ, સાથે સાથે અત્યંત શાંત અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. આ સમય ધર્મ-સંઘર્ષનો સમય હતો. જૈન અને બૌદ્ધ એ બન્ને ધર્મો એકબીજા પર સરસાઈ મેળવવા માટે કાંઈને કાંઈ નુસખાં ચલાવતા રહેતા; એમાં ક્યારેક આ તો ક્યારેક તે ધર્મ ચડિયાતો બની રહેતો. રાજય અને રાજા પણ આ સંઘર્ષમાં સીધા સંડોવાતા હોવાથી આની અસર પણ ઘણી પડતી. જે હારે તેને દેશવટો મળે, તેનાં તીર્થો તથા મંદિરો વગેરે પર બીજાનો કે રાજયનો અધિકાર લાગી જાય વગેરે વગેરે ખૂબ ચાલ્યા કરતું હશે તેમ ઇતિહાસના ગ્રંથો વાંચતાં સમજાય. - આવા જ એ સંઘર્ષના અવસરમાં એક બૌદ્ધ આચાર્ય સાથે જિનાનન્દસૂરિ મહારાજને રાસભામાં શાસ્ત્રાર્થ કરવાનો આવ્યો. ગમે તે કારણે, જૈન આચાર્ય હારી ગયા, એટલે તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા. શાસનની લઘુતામાં પોતે નિમિત્ત બન્યા તેનો ઘેરો ઉગ તે આચાર્ય ભગવંતને ઘેરી વળ્યો. તેમના દુ:ખનો કોઈ પાર A[૧૦] INDIAN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34