Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ******* * પ્રકાશકીય નિવેદન ****** જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર-મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીશ હજાર કલેકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થકરદેવે, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવ, ૯ બળદે, ૯ પ્રતિવાસુદે-એમ કુલ ૬૩ શલાકા પુરુષના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગેયુક્ત જીવનચરિત્રો આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તે આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તે ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્ભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જેન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમોલ ગ્રંથને લોકભાગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમોએ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે લેકલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારા પ્રકાશનને પણ, સુરી સાધર્મિક તેમ જ સાહિત્યરસિક બંધુઓ હર્ષપૂર્વક વધાવી લેશે. ગ્રંથ પ્રકાશનમાં દષ્ટિદેશ કે મતિષથી કે પ્રેસદોષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દેરવાની અમારી વિનંતિ છે. જૈન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 412