Book Title: Tithi Ek Samsya Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ વિધિ એક સમસ્યા અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્તપરમાત્માનું પરમતારક શાસન જ આ વિશ્વમાં સર્વોપરિ છે. અનન્તઃખમય આ અસાર સંસારથી મુકત બનવા એ પરમ-તારક શાસનની આરાધનાને છોડીને બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી અરિહન્તપરમાત્માની પરમતારકતા એ વિશ્વકલ્યાણક્ર શાસનની સ્થાપનામાં સમાયેલી છે. જીવમાત્રના કલ્યાણના એકમાત્ર એ સાધનની સાધના કરવાનું છોડીને એની સાથે રમત કરવાનું, કેટલાક લોકોએ નીચતાભર્યું દુષ્કર્મ શરૂ ક્યું છે. અને એ રમતને તોડી પાડવાના બદલે એની ઉપેક્ષા કરવાનું ખૂબ જ ભયંકર કૃત્ય આજે કેટલાક સમર્થો કરી રહ્યા છે, જે ખરેખર જ સર્વ રીતે અનર્થકર હોવાથી બધી જ રીતે પ્રતીકારને પાત્ર છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જેમના શિરે આ પરમતારક શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની સમગ્ર જવાબદારી છે – એ મહાત્માઓ સીધી કે આડકતરી રીતે આવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આથી વધારે કમનસીબી બીજી કઈ હોઈ શકે ? - અસલ એકતિથિના નામે ઓળખાતા વર્ગમાંના કેટલાક આચાર્યદેવોએ આજથી સો વર્ષ પૂર્વે જ પરમતારક શ્રી જિનશાસનના શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાની સાથે રમત કરવાની શરૂઆત કરી દીધી હતી, જે આજ સુધી અવિરતપણે ચાલી રહી છે. છેલ્લાં પંદરેક વરસથી બે-તિથિના નામે ઓળખાતા વર્ગમાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30