________________
અનેક વર્ષોમાં સંવત્સરી અને બેસતું વર્ષ- એ બંન્નેના વારો જુદા જુદા હોવા છતાં આજ સુધી મનસ્વીપણે લખી - બોલી ડોશીશાસ્ત્રથી ઘણા અજ્ઞાન- જીવોને ભરમાવવાનું તેઓએ ચાલુ જ રાખ્યું છે. વિ.સં. ૨૦૩૩માં આવા વિવાદના પ્રસંગે ઉદિત ભા.સુ.૪ અને ૨૦૩૪ના બેસતા વરસનો વાર એક જ આવતો હોવા છતાં આ વર્ષે ભા.સુ.૩ની સંવત્સરી કરી હતી. ત્યારે એમના આ તકે ક્યાં ખોવાઈ ગયા હતા ? સામાન્ય બુદ્ધિશાળી પણ સમજી શકે છે કે તિથિ અને વારને એવો કોઈ સંબંધ નથી. પરન્તુ આ એક્તાવાદીઓને એ સમજાતું નથી. બલિહારી છે કદાગ્રહ અને ઈર્ષાદિની !
- તિથિ અંગે આ રીતે ૧૫રની અંદર વિવાદ છેડનારા સાગરજી મ.તો ગયા. પરંતુ આજ સુધી આ વિવાદનું તાપણું સળગતું રહ્યું આમાં એક્તાના નામે સ્વ. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. પ્રેમ સૂ.મ.સા.ના સમુદાયના કેટલાક આચાર્યભગવન્તાદિ મહાત્માઓએ ખૂબ જ વિકૃત રસ લીધો છે અને લઈ રહ્યા છે. પોતાના જ અનુયાયી વર્ગને સાચું સમજાવવા અસમર્થ બનેલા, પોતાના અસામર્થ્યને છુપાવવા કહે છે કે તિથિ છોડો. ચર્ચા છોડો, આરાધના કરો! કદાચ આવતી કાલે તેઓ એ પણ કહેશે કે મિથ્યાત્વ છોડો, સમતિ છોડો, આરાધના કરો! સુ છોડો, કુ છોડો, આરાધના કરો! દેવ છોડો, ગુરુ છોડો, ધર્મ કરો!. આવાં કંઈકેટલાંય સૂત્રોની તેઓ ભેટ આપશે. એવી ભેટ લેવી કે ના લેવી - આપણે વિચારી લેવાનો અવસર આવી લાગ્યો છે. પૂર્વો તો
-------
-
--------
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org