________________
વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાને માની સૌને એ માટે અનુરોધ કરે. ભા.સુ.પના સંવત્સરી આરાધવાની વાત શ્રી મહાવીરપરમાત્માના વચનથી વિરુદ્ધ છે. તેમ જ અન્ય પંચાંગનો આધાર લઈને ભા.સુ.પના બદલે ભા.સુ.૬ની વૃદ્ધિ વગેરે કરવાની વાત કદાગ્રહપૂર્ણ અને પરમ પવિત્ર શાસ્ત્રવિરુદ્ધ છે. અહીં યાદ રહે કે પ્રથમ શ્રી જિનશાસન છે, એને પરમાત્માની આજ્ઞા મુજબ જે આરાધે તે જૈન છે. જૈન કુળમાં માત્ર જન્મેલા જે આરાધે છે તે જૈનશાસન નથી. શાસનવિણાઓની એક્તા, પેલા પાંચ સો સુભટની એક્તા જેવી છે. આર્યકાલિકસૂરિજી મહારાજાએ શ્રી મહાવીરપરમાત્માના પરમતારક વચનને અનુસરી, રાજાનું નિમિત્ત પામી ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવી હતી, આમ છતાં પોતાનું એકતાનું નાટક ભજવનારા “રાજાની ખાતર ભા.સુ.૪ ના સંવત્સરી થઈ શકે તો સકલસંઘની એકતા માટે ગમે ત્યારે સંવત્સરી થઈ શકે” આવું અસત્ય જણાવી રહ્યા છે. કેટલાક વિદ્વાનો (૧) “સંવત્સરી ગમે ત્યારે કરી શકાય છે' - આ પ્રમાણે શાસ્ત્રપાઠ આપી જોરશોરથી જણાવી રહ્યા છે. તેઓ જાણીજોઈને, નહિ સમજવાનું નાટક રચી રહ્યા છે. જો સંવત્સરી તેમના જણાવ્યા મુજબ ગમે ત્યારે કરી શકાય એમ હોય તો સંવત્સરી ભા.સુ.૪ના બદલે ભા.સુ.ના કેમ ના કરી? ફરીથી બીજા વરસે ભા.સુ.પના સંવત્સરી કરવાનું કેમ જણાવ્યું નહિ ?... મુગ્ધ જીવોને મૂર્ખ બનાવવા માટે કબૂતરજેવા ભોળા-ભદ્રિક બની આચાર્યભગવન્તો શું કરી રહ્યા છે – એ સમજાતું નથી.
---(૨૭)–––
- ૨૭. For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org