Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ મળ્યા જ કરશે,આપણે છેતરાવું કે નહિ – એનો નિર્ણય આપણે પોતે જ કરવો પડશે. માનપાનમાં પડી ગયેલા આ મહાત્માઓની એક્તાની વાતમાં આવી જઈ આત્માનું અહિત કરી ના બેસીએ - એનું સતત ધ્યાન રાખવું પડશે. પૂજ્યપાદ આર્યકાલિકસૂરિજી મહારાજાએ ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવીને તિથિના ઝઘડાની શરૂઆત કરી – આવું માનનારા, લખનારા, બોલનારા, શ્રી મહાવીરપરમાત્માની ભયંકર આશાતાના કરી રહ્યા છે. પોતાના જિદ્દી વલણના કારણે શ્રી તીર્થકર - પરમાત્માની અવહેલના કરવા સુધી પહોંચી જનારા આચાર્યોને શું કહેવાનું ? શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને અનુસરીને શ્રી કાલિકસૂરિ મહારાજાએ ભા.સુપની સંવત્સરી ભા. સુ. ૪ના પ્રવર્તાવી હતી. પરમકૃપાળુ શ્રી મહાવીર પરમાત્માના વચનને અનુસરનારી એ પ્રવૃત્તિ હતી. એ મુજબ સૌ કોઈ આરાધના કરે તો કોઈ જ વિવાદ નથી. શ્રી વીતરાગ પરમાત્માની વાત નહિ માનવાનું અને તેઓશ્રીના વચન મુજબ પ્રવૃત્તિ કરનારા યુગપ્રધાનને ઝઘડાની શરૂઆત કરનારા તરીકે જણાવવાનું કૃત્ય અધમાધમ જ કરે. વિવાદ, ભા.સુ. ૪ ને પ્રવર્તાવવાના કારણે થયો નથી. પરંતુ કહેવાતા એકતિથિવર્ગના (તિથિઓની ક્ષયવૃદ્ધિમાં મરજી મુજબની ગરબડ કરવાના) કદાગ્રહ અને જિદ્દી વલણના કારણે થયો છે – એ પરમ સત્ય છે. એને છુપાવવાનો કોઈ પણ પ્રયાસ નિરર્થક છે. મુગ્ધ લોકોને છેતરવા માટે તેઓ એકતાનું નાટક કરી રહ્યા છે. જો ખરેખર જ સાચા દિલથી તેઓ સકલ શ્રીસંઘનું ઐક્ય ઈચ્છતા હોય તો શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30