Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/001764/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તિથિ : એક સમસ્યા * લેખકઃ પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સુ.મ. * પ્રકાશક : શ્રી અoોકાત પ્રકાશન જૈન રીલીજીયસદ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ તિથિ એક સમસ્યા Sites લેખકઃ પૂ. પરમશાસનપ્રભાવપૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વ. રામયજ સૃ, મ.સા.ના પટ્ટાલંકાર પૂ.આ.ભ.શી.વિ. મુતિચન્દ્રશ્ન મ.સા.ના શિષ્યરત્ન પૂ.સ્વ.આ.ભ.શ્રી.વિ. અમરગમ સમ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વ. ચન્દ્રગુપ્ત સુ.મ. પ્રકાશક: શ્રી અોકાત પ્રકાશન જૈન રીલીજીયસદ્રઢ Page #3 -------------------------------------------------------------------------- ________________ તિથિ એક સમસ્યા : સંસ્કરણ : નકલ - ૨૦૦૦ વિ.સં. ૨૦૬૧: કા.વ. ૫ ગુરુવાર : પ્રાપ્તિસ્થાન : અનેકાંત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ મુનીશ એસ. વખારિયા સી-૫૩, સર્વોદયનગર, મુંબઈ-૪૦૦૦૦૪. મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ નવાવિકાસ ગૃહમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭. શા, જતીનભાઈ હેમચન્દ્રભાઈ ! પ્રમોદભાઈ છોટાલાલ શાહ કોમલ, છાપરીયાશેરી, ૧૦૨, વોરા આશિષ મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩ પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૯૭ • મુદ્રણ : સનગ્રફિક્સ ૫૭/૬૧, ગુલાલવાડી, મુંબઈ-૪. ફોન : ૨૩૪૬૮૬૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૂની વાત કરી શા માટે? વિ.સં. ૨૦૫૫માં સંવત્સરીભેદ આવેલો. ત્યારે સાચી સંવત્સરીનો ખ્યાલ આપવા એક પુસ્તિકા ઉકેલ વિનાની સમસ્યાઓ” નામે પ્રગટ કરેલી. આ વર્ષે (વિ.સં. ૨૦૬૧માં) ફરી સંવત્સરીભેદ આવી રહ્યો છે, છતાં એ અંગે કોઈ પ્રચારસાહિત્યનું પ્રકાશન કરવાની ઈચ્છા હતી નહિ. પરંતુ એક-તિથિપક્ષ તરફથી, રસ્વ. પંડિત પ્રભુદાસબેચરદાસ પારેખના લખેલા એક જૂના લખાણનો પર્વતિથિ અંગેની સરળ સાચી અને શાસ્ત્રીય સમજણ” નામની પુસ્તિકા દ્વારા પ્રચાર આરંભાયો. આથી મારી અગાઉની પુસ્તિકાનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. (મુંબઈના પરાના એક સંધે પોતાના સ્થાનમાં બે-તિથિપક્ષને આવતો અટકાવવા ઠરાવો કરેલા. એઠરાવો અંગે પણ એ પુસ્તિકામાં શાસ્ત્રીય પક્ષ રજૂ કરેલો. આ નવી પુસ્તિકામાં એમાંથી માત્રતિથિ અંગેના વિષયનું લખાણ લીધું છે.) સ્વ. પંડિતજીની ધર્મશ્રદ્ધા અંગે વિવાદ નથી. પરંતુ તેમની શાસ્ત્રીય સમજણ, વ્યાકરણ વગેરેનું જ્ઞાન, તેમના રાજકીયસામાજિક વિચારો વગેરેમાં સંમત થવા જેવું ઘણું ઓછું છે. તિથિ વ્યવસ્થા અંગે પુસ્તિકામાં પ્રગટ થયેલું તેમનું લખાણ, તેમની વિદ્વત્તાનો કે વિચાર-શક્તિનોનહિ, પરંતુતિથિનિર્ણય અંગે તેમના મનમાં બંધાઈ ગયેલા ખોટા આગ્રહનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. “ક્ષયે પૂર્વાઇ' પ્રઘોષમાંના “કાર્યા' શબ્દનો “આરાધ્યા” જેવો અર્થ કરવા સામે પંડિતજવાંધા(પૃ.૧૪-૧૫) રજૂ કરે છે અને પ્રઘોષમાં For Private Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ક્યાં ય નહિ હોવા છતાં, તિથિની આગળ “પર્વ” શબ્દ ઉમેરી દેવામાં પંડિતજીને કોઈ વાંધો નડતો નથી. ખરેખર તો પ્રઘોષમાંના કાર્યા' પદનો અર્થ “આરાધ્યા” જેવો કરવામાં ધર્મશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર કે બીજા કોઈ પણ શાસ્ત્રનો વિરોધ આવતો નથી. વ્યવહારમાં બે આરાધકો મળે ત્યારે પરસ્પરને “તમે કઈ ચૌદસ કરી?” કે “તમે કઈ ચૌદસ કરવાના ?" એમ જ પૂછતા હોય છે, અને એનો અર્થ “આરાધવાનો જ સમજતા હોય છે. માત્ર પંડિતજીને એમ સમજવામાં વાંધો છે. માત્ર બાર પર્વતિથિઓ જ આરાધવાની હોય છે – એવું નથી. નિમિત્તવશ કોઈ પણ તિથિ આરાધ્ય બની શકતી હોય છે અને એવી કોઈપણ આરાધ્યતિથિની ક્ષય-વૃદ્ધિનો પ્રસંગ આવતાં“લયે પૂર્વાવ”નો પ્રઘોષ માર્ગદર્શક બનતો હોય છે. આ પ્રઘોષને માત્ર “બાર પર્વતિથિ” માટેનો જ માનનારા પંડિતજીઓએ, તે સિવાયની તિથિઓની આરાધના માટે બીજો પ્રઘોષ શાસ્ત્રોમાંથી બતાવવો જોઈએ અને તે ન બતાવી શકે તો આ પ્રઘોષમાં “પર્વ” શબ્દ ઉમેરી દેવાનો આગ્રહ છોડી દેવો જોઈએ. સ્વ. પંડિતજીની જેમ પુસ્તિકાના પ્રકાશક પણ પોતાના ખોટા આગ્રહને કારણે પ્રામાણિક્તા ગુમાવી બેઠા છે. સ્વ. પંડિતજી અનેક વાર પુસ્તિકામાં (પૃ.૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮) આ પ્રઘોષ માત્ર બાર પર્વતિથિ પૂરતો જ હોવાનું અને પર્યુષણા-મહાપર્વ માટે આ પ્રઘોષનો ઉપયોગ નહિ હોવાનું સ્પષ્ટ જણાવતા હોવા છતાં, પ્રઘોષના Page #6 -------------------------------------------------------------------------- ________________ કાર્યક્ષેત્રમાં સંવત્સરીને ખેંચી લાવવાનું સાહસ કરતાં (પૃ. ૯) પ્રકાશકને કોઈ સંકોચ થતો નથી. ઘણાં વર્ષો અગાઉ બે-તિથિપક્ષના એક મહાત્મા (હાલ આચાર્યશ્રી) રાજકોટ હતા. સ્વ. પંડિતજી તત્ત્વચર્ચા માટે તેમની પાસે નિયમિત જતા. સ્વ. પંડિતજીએ એક વાર પ્રબંધગ્રન્થોના આધારે તિથિપ્રશ્ન એક-તિથિપક્ષનું સમર્થન કર્યું. ત્યારે તેના જવાબમાં મહાત્માએ નિશીથચૂર્ણિ વગેરે આગમગ્રન્થોના આધારે બે-તિથિપક્ષનું સમર્થન ક્યું. તે સાંભળી સ્વ. પંડિતજીએ અત્યા સરળતાપૂર્વક પોતાના બન્ને હાથે બન્ને કાન પકડીને કહેલું કે સાહેબ, આ પાઠો તો મારા ધ્યાનમાં હતા જ નહિ. હવે કાંઈ ન બોલાય.” સ્વ. પંડિતજીનું લખાણ (હાલમાં પુસ્તિકરૂપે છપાયુંપ્રચારાયું તે), આ પ્રસંગની અગાઉ લખાયું હોય તેમ બની શકે. અને પછી તે તેમણે પ્રગટન કર્યું હોય તેમ તેમની સરળતા જોતાં ધારી શકાય. ગમે તેમ પણ, તેમના આ લખાણમાં સંવત્સરીભેદની કોઈ વિચારણા જ નથી. તેથી સંવત્સરીભેદની સાથે આ લખાણને જોડી દેવામાં પ્રકાશકની પ્રામાણિકતા નથી. સ્વ. પંડિતજીએ આ લખાણમાં એક સ્થળે (૧૩) તત્ત્વતરંગિણી ગ્રન્થનો ઉલ્લેખ ર્યો છે. એ તત્ત્વતરંગિણી ગ્રન્થમ જ “જે દિવસે (વારે) જે તિથિ સમાપ્ત થતી હોય, તે દિવસે તેની આરાધના કરવી” આવો સ્પષ્ટ આદેશ આપેલો છે. ક્ષય તિથિ, Page #7 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિતિથિ કે સામાન્ય તિથિ : આમ બધી તિથિઓને આરાધવા માટે લાગુ પડતો આ એક જ આદેશ સ્વ. પંડિતજીએ ધ્યાનમાં લીધો હોત તો ક્ષયે પૂર્વાપ્રઘોષનો અર્થ કરવામાં તેમની ભૂલન થઈ હોત. પંડિતજી તો હવે નથી, પણ પુસ્તિકાના પ્રકાશક આ આદેશને સમજે અને સ્વીકારે તો ખોટી વાતનો પ્રચાર થતો અટકે. ––––––– –––––––– Page #8 -------------------------------------------------------------------------- ________________ વિધિ એક સમસ્યા અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્તપરમાત્માનું પરમતારક શાસન જ આ વિશ્વમાં સર્વોપરિ છે. અનન્તઃખમય આ અસાર સંસારથી મુકત બનવા એ પરમ-તારક શાસનની આરાધનાને છોડીને બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી અરિહન્તપરમાત્માની પરમતારકતા એ વિશ્વકલ્યાણક્ર શાસનની સ્થાપનામાં સમાયેલી છે. જીવમાત્રના કલ્યાણના એકમાત્ર એ સાધનની સાધના કરવાનું છોડીને એની સાથે રમત કરવાનું, કેટલાક લોકોએ નીચતાભર્યું દુષ્કર્મ શરૂ ક્યું છે. અને એ રમતને તોડી પાડવાના બદલે એની ઉપેક્ષા કરવાનું ખૂબ જ ભયંકર કૃત્ય આજે કેટલાક સમર્થો કરી રહ્યા છે, જે ખરેખર જ સર્વ રીતે અનર્થકર હોવાથી બધી જ રીતે પ્રતીકારને પાત્ર છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જેમના શિરે આ પરમતારક શાસનની રક્ષા અને પ્રભાવના કરવાની સમગ્ર જવાબદારી છે – એ મહાત્માઓ સીધી કે આડકતરી રીતે આવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આથી વધારે કમનસીબી બીજી કઈ હોઈ શકે ? - અસલ એકતિથિના નામે ઓળખાતા વર્ગમાંના કેટલાક આચાર્યદેવોએ આજથી સો વર્ષ પૂર્વે જ પરમતારક શ્રી જિનશાસનના શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાની સાથે રમત કરવાની શરૂઆત કરી દીધી હતી, જે આજ સુધી અવિરતપણે ચાલી રહી છે. છેલ્લાં પંદરેક વરસથી બે-તિથિના નામે ઓળખાતા વર્ગમાંના Page #9 -------------------------------------------------------------------------- ________________ કેટલાક મહાત્માઓ ય એમાં જોડાયા છે. સીધી રીતે કે આડકતરી રીતે સંકળાયેલા એ મહાત્માઓએ જે રમત શરૂ કરી છે, તે પરમતારક શ્રી જિનશાસનને પારાવાર નુકસાન પહોંચાડનારી છે. શતિસંપન્ન આત્માઓ સમયસર એને અટકાવવા પ્રયત્ન નહિ કરે તો ભવિષ્યમાં કેવી સ્થિતિ સર્જાશે–એ કહી શકાય એવું નથી. એકતા, શાંતિ અને સમાધિના સોહામણા નામ નીચે શ્રી જિનશાસનની મર્યાદાની સાથે ખૂબ જ ખતરનાક રમત રમનારાને વહેલામાં વહેલી તકે ઓળખી લેવાની જરૂર છે અને જેમ બને તેમ સવાંગીણ પ્રયત્નથી તેમને અટકાવવાની જરૂર છે. એકતિથિવર્ગના કેટલાંક સ્થાનના ટ્રસ્ટીઓ પોતાની માન્યતા મુજબના ઠરાવો આખા સંઘના માથે લાદી રહ્યા છે. ટ્રસ્ટીઓને કે શ્રીસંઘને શાસ્ત્રવિદ્ધ અને શાસ્ત્રમાન્ય પરંપરા – વિરુદ્ધ કોઈ ઠરાવ કરવાનો કોઈ જ અધિકાર નથી. પોતાની મર્યાદાનો જેમને ખ્યાલ નથી એવા ટ્રસ્ટીઓ અને તે તે સ્થાનિક સંઘોની પાસે સિદ્ધાન્તરક્ષાની અપેક્ષા રાખી ન જ શકાય. પરન્તુ સિદ્ધાન્તરક્ષક એવા આચાર્યભગવન્તો આવી શાસ્ત્રબાહુય પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છે-તે ખેદજનક છે. પોતાની મર્યાદાનો જેઓ ભંગ કરી પોતાની જાતને પચીસમો તીર્થકર કહેવરાવી રહયા છે, એવા શાસનના પ્રત્યેનીકો પચીસમા તીર્થકર તો નહિ જ, પણ શાસનના આરાધક પણ નથી. દેવાધિદેવ શ્રી તીર્થંકર-પરમાત્માઓ પણ મર્યાદાનું પાલન કરતા હોય છે. કેવલજ્ઞાન દ્વારા સચરાચર વિશ્વના જ્ઞાતાઓ પણ જે કાંઈ વાત કરે છે તે અનન્તા શ્રી તીર્થકર Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માઓના નામે કરે છે. જ્યારે આજનો આ “પચીસમો તીર્થકર શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જ માનવા તૈયાર નથી. જેમના માથે શ્રી તીર્થંકર પરમાત્મા નથી એવાઓને શ્રી તીર્થંકર પરમાત્મા માનવાનો કોઈ જ અર્થ નથી. જે શાસનમાં નિત્ય શ્રી જિનપૂજા - જેવું અનુષ્ઠાન પણ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાને શિરોધાર્ય બનાવ્યા વિના કરવાનો નિષેધ છે, ત્યાં શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનો લોપ કરનારા પોતાની જાતને શ્રી તીર્થકર કહેવરાવી રહ્યા છે. શ્રી તીર્થંકરદેવોની આજ્ઞા માન્યા વિના કોઈ જ આત્મા શ્રી તીર્થંકર પરમાત્મા થયો નથી. પરન્તુ આજે કેટલાક લોકોનો વર્ગ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા તોડીને તીર્થકર બનવા નીકળી પડ્યો છે. દેવાધિદેવની આજ્ઞા તોડીને “પચીસમા તીર્થંકર થવાતું હોય તો આ દુનિયા એવા તીર્થકરોથી ઊભરાઈ જવાની ! આવા બની બેઠેલા “તીર્થકરોને ભાનમાં લાવવા, જરૂરી બધું જ થાય. આવાને સીધા ન કરનારો પાપમાં પડે. ટ્રસ્ટીઓએ કે શ્રીસંઘે યાદ રાખવાની જરૂર છે કે શ્રી તીર્થંકર પરમાત્માદિએ કરેલી વ્યવસ્થાનું પાલન કરવા-કરાવવાનો જ તેમને અધિકાર છે. તે પરમ-તારક વ્યવસ્થાનો છેદ કરી નવા ઠરાવો કરવાનો તેમને કોઈ જ અધિકાર આપ્યો નથી અને ભવિષ્યમાં પણ અપાવાનો નથી. શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરાથી અસ્તિત્વમાં આવેલી વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવવામાં જ તેમનું એકાન્ત કલ્યાણ છે. અશાસ્ત્રીય ઠરાવો કરાવી શ્રી તીર્થકરપરમાત્મા નહિ થવાય, દુર્લભબોધિ થવાશે. ––––––– – –––––––– Page #11 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરા મુજબ આરાધના કરનારાને કે તેનો ઉપદેશ આપનારાને ‘સંઘભેદ કરનારા' કહેવાનું કે માનવાનું ખૂબ જ અનુચિત છે. સાચી આરાધના કરનારા અને સાચા ઉપદેશકો જ ખરી રીતે શ્રી સંઘમાં છે. જેમને સાચી આરાધના કરવાનું મન નથી, એવાઓનું શ્રી સંઘમાં કોઈ સ્થાન નથી. એવા લોકોનાં ટોળાનો ભેદ થાય તો તેમાં કશું જ ખોટું નથી. શતિસંપન્ન આત્માઓએ એવો ભેદ કરવો જોઈએ. ‘શાસ્ત્રીય સિદ્ધાન્તનો ભેદ કરી સંઘનો અભેદ ન થાય' એનો જેને ખ્યાલ નથી એવા લોકો ‘સંઘભેદના પાપની બૂમાબૂમ કરી રહ્યા છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા માનવાનું જેમને મન નથી એવા લોકો જ સંઘમાં રહીને સંઘભેદનું પાપ આચરી રહ્યા છે. શાસ્ત્રને બાધ પહોંચે ત્યાં સુધી સંઘની એકતાને વળગી રહેવાથી વાસ્તવિક રીતે સંઘ અને શાસ્ત્રનો : બન્નેનો ભેદ કરી ભયંકર પાપ આચરાય છે. પરમકૃપાળુ શ્રી મહાવીરપરમાત્માએ જમાલીને દૂર કરી શાસ્ત્રીય સનાતન સત્ય સુરક્ષિત કર્યું. તે પછીના પણ ભવભીરુ પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ મહાત્માઓએ અવસરે નિહનવોને તેમના પરિવાર સાથે સંઘબહાર મૂકી શાસ્ત્રીય સિદ્ધાન્તની રક્ષા કરી હતી. સિદ્ધાન્તના ભોગે શ્રીસંઘની એકતાનું કોઈ જ મૂલ્ય નથીએ યાદ રાખવા જેવું છે. સિદ્ધાન્તનો ભેદ કરનારાને દૂર કરવાથી કે તેવા લોકોથી દૂર રહેવાની ભલામણ કરવાથી જો સંઘનો ભેદ કર્યાનું પાપ લાગતું હોય તો શ્રી મહાવીરપરમાત્મા તથા અન્ય મહાપુરુષોએ સિદ્ધાન્તની રક્ષા કરી ન હોત. છેલ્લાં પચીસસો -------–––(૧૦)–––––––– Page #12 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં આવા કંઈકેટલાય પ્રસંગો બની ગયા છે, પણ સિદ્ધાન્તની રક્ષામાં સંઘભેદ નું કોઈએ જણાવ્યું નથી. સંઘભેદ સાચી આરાધના કરવામાં થાય કે સાચી આરાધના અટકાવવામાં થાય ? અર્થ અને કામ માટે પોતાનાં કુટુંબોનો ભેદ કરનારા અને અંગત માનસન્માન માટે ઈર્ષ્યા વગેરેને લઈને સમુદાયનો ભેદ કરનારા ‘સંઘભેદનું પાપ સમજાવવા નીકળ્યા છે ! સાચું આચરનારા સંઘભેદ કરતા નથી, પણ ખોટું કરનારાને પોતાનો સંઘ તૂટતો લાગ્યો તેથી ‘સંઘભેદ'ની બૂમો પડવા માંડી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૌ કોઇ મહાત્માઓ સારી રીતે સમજે છે કે સ્થાનના વ્યવસ્થાપકો વગેરેની રજા વિના તે સ્થાનમાં પૂ. સાધુસાધ્વીજી માથી રહેવાય નહિ. એ વિષયમાં કોઈ જ વિવાદ પણ ન હોય. આથી જ અમદાવાદમાં પાંજરાપોળ વગેરે ઉપાશ્રયોમાં અને મુંબઈમાં ગોડીજી વગેરેના ઉપાશ્રયે બે-તિથિવર્ગના પૂજ્યોને ઊતરવાની રજા નથી. છતાં તે મહાત્માઓએ કે તેમના શ્રાવકોએ ક્યારે પણ તે અંગે કોઈ જ ફરિયાદ કરી નથી. જ્ઞાનમંદિર, શ્રીપાળનગર વગેરે સ્થાનો બનતાં પહેલાં ય નહિ અને પછી ય નહિ. આનાથી તદ્દન જ વિપરીત પરિસ્થિતિ આજે જોવા મળે છે. નેવું ટકા મનાતો એકતિથિવર્ગ સમૃદ્ધ હોવા છતાં શ્રીપાળનગર કે ચંદનબાળા વગેરે સ્થાનોમાં ઊતરવા નહિ મળવાની ફરિયાદ જાહેરમાં કરી, તે વર્ગના પૂજ્યો પોતાની તુચ્છ મનોવૃત્તિનું પ્રદર્શન કરી રહ્યા છે અને ‘બે-તિથિવાળા શ્રાવકો વહોરાવતા નથી” ––––––––(૧૧) –––––––– Page #13 -------------------------------------------------------------------------- ________________ એવી વજૂદ વગરની વાત કરી રહ્યા છે. આપણે એવી તુચ્છ વાતોમાં પડવાની જરૂર નથી. બે-તિથિની આરાધના કરનારા શ્રાવકોના એક ગામમાં એકતિથિવાળા એક પ્રસિદ્ધ આચાર્યભગવન્ત પધાર્યા હતા. તે વખતે તેમણે જણાવ્યું હતું કે અમને એવું ન લાગ્યું કે અમે બે-તિથિવાળા ગામમાં હતા.' શ્રી વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને સમજેલા સૌ કોઈ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરતા હોય છે. આમ છતાં કોઈ વાર કોઈ અજ્ઞાની – મૂર્ખ એવો ઔચિત્યપૂર્ણ વ્યવહાર ન કરે તો તેની ફરિયાદ ન હોય. છતાં કોઈ અણસમજુ એવી ફરિયાદ કરે તો તે સાંભળીને ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. વિહારનાં ક્ષેત્રોમાં બેતિથિવાળા વર્ગને પણ એકતિથિવાળા ગામોમાં કડવા અનુભવો થતા જ હોય છે. સાચા સાધુને એની ફરિયાદ ન હોય, સહન કરવાનો આનંદ હોય. આની ફરિયાદ કરનારાને શ્રી વીતરાગ પરમાત્માના શાસનના સાધુપણાનો ખપ નથી એમ જાહેર થાય છે. પરમતારક શ્રી જિનેશ્વરદેવોના શાસનના આચાર્યભગવન્તો આવી (અમુક શ્રાવકો વહોરાવતા નહિ હોવાની ફરિયાદ કરે – એ તેમના માટે શોભાસ્પદ નથી. માનપાનની લાલસા અને અંગત સ્વાર્થ ખાતર શ્રી સંઘના ભેદનું કૃત્ય કરનારાનું કલ્યાણ નહિ થાય. જેમના શિરે શાસ્ત્રની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ સ્વાર્થની રક્ષા કરવામાં કેમ પડે છે ? શાસ્ત્રબાહ્ય અને યુતિબાહ્ય ઠરાવો કરી શાસ્ત્રાનુસાર આરાધના કરનારા વર્ગને પોતાના (માલિકીના નહિ, માત્ર વહીવટ ––––––––૧૨)--------- Page #14 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે અપાયેલા) ઉપાશ્રયમાં આવતા અટકાવવાનો નિંદનીય પ્રયાસ કેટલાક વહીવટદારો કરી રહ્યા છે. દોરાધાગા કરનારા, સંવતંત્ર કરનાર, જ્યોતિષાદિ જોઈ આપનારા, હાથ જોનારા, શાસ્ત્રવિદ્ધ પ્રરૂપણા કરનારા, ઘંટાકર્ણ વગેરે દેવદેવીઓના હોમહવન-પૂજન કરનારા વગેરે મહાત્માઓ તેમના ઉપાશ્રયમાં રહી શકે છે. માત્ર શાસ્ત્રસિદ્ધ સમર્થન કરનારા મહાત્મા તેમના ઉપાશ્રયમાં રહી શકશે નહિ. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવી રીતે ઠરાવો કરતી વખતે એટલું પણ વિચાર્યું નથી કે આપણા ઉપાશ્રયમાં બેતિથિવાળા વર્ગનાં દાન વગેરે લીધા પછી તેમને આરાધના કરવાકરાવવાનો નિષેધ કઈ રીતે કરાય ? જેને આગળ કરીને સંઘર્ષપૂર્ણ વાતાવરણ સર્જવા આચાર્યભગવન્તાદિ મહાત્માઓ કાર્યરત છે એ તિથિચર્ચા' અંગે થોડી વિચારણા કરી લઈએ. છેલ્લાં પચાસ વર્ષથી કંઈકેટલીય વાર આ સમસ્યાના ઉકેલ માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો ક્ય, પરન્તુ આ સમસ્યા ઉકેલ વિનાની જ રહી છે. નજીકના ગાળામાં પણ એનો કોઈ ઉકેલ આવે એવું અત્યારે તો જણાતું નથી. જેમને સમજવું જ નથી અને ગમે તેમ પણ એ સમસ્યા ઊભી રાખવી છે - એવા લોકોને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. આ સમસ્યાના ઉકેલ માટે આજ સુધી પ્રામાણિકપણે જે પ્રયત્નો થયા છે – એનો વિસ્તારથી ખ્યાલ આપવાનું અહીં શક્ય નથી અને એનું હાલમાં કોઈ પ્રયોજન પણ નથી. વિસ્તારથી એનો ખ્યાલ મેળવવાની જેમને ઇચ્છા હોય તેઓએ “જૈનદૃષ્ટિએ તિથિદિન –––––––––૧૩) –––––––– Page #15 -------------------------------------------------------------------------- ________________ અને પર્વારાધન' આ પુસ્તક ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવું જોઇએ. એની સાથે “પર્વતિથિ-નિર્ણય” આ પુસ્તક પણ વાંચી લેવું જોઈએ, જેથી ખ્યાલ આવશે કે પરમ-તારક શાસનના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા આચાર્ય-ભગવન્તાદિ મહાત્માઓ પણ કદાગ્રહને વશ બનીને કેટલી હદ સુધી અસત્ય લખી શકે છે. કદાગ્રહ વગરના અજાણ જિજ્ઞાસુઓને સમજાવવા માટે અનેક ઉપાયો છે, પરંતુ કદાગ્રહીઓને સમજાવવા માટે કોઈ જ ઉપાય નથી. તેઓ જો કદાગ્રહ મૂકી દે તો એકીસાથે સેંકડો ઉપાયો દ્વારા તેમને સત્યવસ્તુની પ્રાપ્તિ કરાવી શકાય છે. એવા કદાગ્રહ વિનાના જિજ્ઞાસુઓ માટે અહીં એક ટૂંકો પ્રયત્ન કર્યો છે. સેંકડો વર્ષ પૂર્વે શ્રી જૈનપંચાંગ નષ્ટ થયા પછી લૌકિક પંચાંગમાં દર્શાવેલ તિથિને યથાવત્ માન્ય રાખી ‘મિ.” અને જે પૂર્વી ... ' ઇત્યાદિ શાસ્ત્રવચનોના આધારે સકલ શ્રી જૈનસંઘ આરાધના કરતો હતો. વિ.સં. ૨૦૧૪ની સાલમાં 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ મુજબ તેમાં દર્શાવેલી તિથિઓને યથાવત્ માન્ય રાખી ઉપર જણાવેલા શાસ્ત્રવચનાનુસાર આરાધના કરવાનો સકલ શ્રી જૈનસંઘે નિર્ણય ર્યો. આજે પણ એ મુજબ પર્વોપર્વ સઘળી ય તિથિઓની આરાધના કરવાનું ચાલુ છે – એ વિષયમાં કોઈ વિવાદ નથી. વિ.સં. ૨૦૧૪માં કરાયેલા ઉપર મુજબના નિર્ણયપૂર્વે અન્ય (અંડાશુ ચંડુ વગેરે) લૌકિક પંચાંગોમાં દર્શાવેલ તિથિઓને યથાવત્ માન્ય રાખી ઉપર જણાવ્યા મુજબ જ શાસ્ત્રાનુસાર આરાધના કરાતી હતી. વચ્ચે યતિઓના કાળમાં, –––––––૧૪)–––––––– Page #16 -------------------------------------------------------------------------- ________________ બે પર્વતિથિ (પર્વતિથિની વૃદ્ધિ) પંચાંગમાં દર્શાવી હોય અને ક્ષીણ પર્વતિથિ દર્શાવી હોય ત્યારે તે તે પર્વતિથિની પૂર્વેની કે પછીની તિથિની વૃદ્ધિ અને ક્ષય આપણાં ભીંતિયાં પંચાંગો વગેરેમાં જણાવવાનું શરૂ થયેલું. એની પાછળનો આશય એટલો જ હતો કે ‘પર્વતિથિની આરાધના તેવા પ્રસંગે ક્યારે કરવી’-એ પૂછવું ન પડે. પરન્તુ એ પ્રવૃત્તિના કારણે કેટલાક વિદ્વાન ગણાતા આચાર્યભગવન્તાદિ વર્ગે ‘‘પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ” આવા અપસિદ્ધાન્તને સ્વીકારી વિવાદની શરૂઆત કરી. ખૂબી તો એ છે કે વિવાદ શરૂ કરનારા તેઓ બીજાને ઝઘડાળુ, જિદ્દી, સંઘભેદ કરનારા વગેરે જણાવી રહ્યા છે. જે વિશેષણો ખરેખર તો તેમનામાં ઘટે છે તે વિશેષણો તેઓ બીજાને લગાડી પોતાની જાત બતાવી રહ્યા છે. સામાન્ય રીતે સૂર્ય અને ચન્દ્રના અન્તરને તિથિ કહેવાય છે. વરસમાં ૩૬૦ તિથિઓ (મહિનામાં ૩૦ તિથિઓ) આવે છે. પરન્તુ સૂર્ય અને ચન્દ્રની ગતિની અનિશ્ચિતતાના કારણે કોઇ વાર એક તિથિને પૂર્ણ થતાં ઓછામાં ઓછા આશરે વીશ કલાક થાય છે અને વધારેમાં વધારે આશરે સત્તાવીશ કલાક થાય છે. આથી સમજી શકાશે કે કોઇ વાર તિથિનો પ્રારંભ સૂર્યોદય પછી તરત થાય અને તે વીશેક ક્લાકમાં પૂર્ણ થાય તો તે તિથિ બંન્ને સૂર્યોદય વખતે વિદ્યમાન નથી હોતી. આવી સ્થિતિમાં તે તિથિનો ક્ષય મનાય છે અને જ્યારે કોઇ વાર તિથિનો પ્રારંભ સૂર્યોદય પૂર્વે થયો હોય અને તે બીજા દિવસે સૂર્યોદય પછી પૂર્ણ થાય ત્યારે તે ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ તિથિ બે સૂર્યોદય વખતે વિદ્યમાન હોય છે. આવી સ્થિતિમાં તે તિથિની વૃદ્ધિ મનાય છે. સૂર્ય અને ચંદ્રની ગતિવિશેષને લઈને આવી સ્થિતિ પર્વ કે અપર્વગમે તે તિથિ અંગે થઇ શકે છે. આમ ગમે તે તિથિનો ક્ષય અને ગમે તે તિથિની વૃદ્ધિ થઈ શકે છે. કઈ તિથિનો ક્ષય થાય અને કઈ તિથિની વૃદ્ધિ થાય - એનો નિર્ણય પોતાની ઈચ્છા પ્રમાણે કરવાનો નથી. પરન્તુ સૂર્ય - ચન્દ્રની ગતિને અનુલક્ષી પ્રત્યક્ષપંચાંગમાં જણાવ્યા અનુસાર કરવાનો છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ માનવાનું ખૂબ જ અયોગ્ય છે. આમ છતાં એ વાતને આગ્રહપૂર્વક વળગી રહેનારા વસ્તુતઃ દુરાગ્રહી છે, જિદ્દી છે અને સંઘભેદને કરનારા છે. શ્રી સંઘમાન્ય 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગમાં દર્શાવ્યા મુજબ પર્વ કે અપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિનો જ્યારે પ્રસંગ આવે ત્યારે તે તે તિથિની આરાધના ક્યારે કરવી – આ પ્રશ્ન સહજ રીતે ઉદભવે -એ સમજી શકાય છે. આ પ્રશ્નના નિરાકરણ માટે વાચક્વર પૂ. ઉમાસ્વાતિ મહારાજાના “ પૂર્વી તિથિઃ , વૃદ્ધ વાર્તા તથોર' - આ પ્રઘોષ (વચન) મુજબ કોઇપણ તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિનિયત આરાધના તેની પૂર્વેની તિથિએ અને કોઈ પણ તિથિની વૃદ્ધિ (બે તિથિ – બે દિવસના સૂર્યોદય વખતે વિદ્યમાન) આવે ત્યારે બીજી (ઉત્તર – બીજા દિવસના સૂર્યોદય વખતે વિદ્યમાન) તિથિએ તે તિથિ – નિયત આરાધના કરવાનું જણાવાય છે. આ પ્રમાણે શાસ્ત્રવચનોને અનુલક્ષી દરેક તિથિની ––––––– –(૧)–––––––– Page #18 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવામાં આવે તો કોઇ વિવાદ નહિ રહે. પરન્તુ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ' –આવી કદાગ્રહભરેલી પોતાની માન્યતાને લઇને કહેવાતા એકતિથિવાળા વર્ગે વિવાદ ઊભો કર્યો છે. ‘ક્ષયે પૂ....' આ વચનનો ઉપર જણાવ્યા પૂર્ણ... મુજબનો અર્થ માન્ય રાખીને અપર્વતિથિ(ત્રીજ-ચોથ વગેરે) ઓની આરાધના એ મુજબ કરતા હોવા છતાં પર્વતિથિ અંગે તેઓ પોતાના દાગ્રહી વલણના કારણે ‘ક્ષયે પૂ....’ આ પ્રઘોષનો ખોટો અર્થ કરે છે. ‘પર્વતિથિનો ક્ષય આવે ત્યારે તેની પૂર્વેની અપર્વતિથિનો ક્ષય કરવો અને પર્વતિથિ(બીજ, પાંચમ...વગેરે)ની વૃદ્ધિ આવે ત્યારે તેની પૂર્વેની અપર્વતિથિની વૃદ્ધિ કરવી.’’ આવો અર્થ ખૂબ જ વિલક્ષણ રીતે કરીને પોતાની વિદ્વત્તાનો તેઓ પરિચય આપી રહ્યા છે. ઉપર જણાવેલા વિવાદના વિષયમાં વિ.સં. ૧૯૯૯ની સાલમાં લવાદીચર્ચાના અન્તે તિથિચર્ચા-સંબંધી નિર્ણય તો આવી જ ગયો હતો. પરન્તુ કહેવાતા એકતિથિવાળા વર્ગે એ નિર્ણયને માન્ય રાખ્યો નહિ અને પોતાની સાધુતાદિને જોખમમાં મૂકીને, લવાદ વગેરે ઉપર આધાર વિનાના આક્ષેપો કર્યાં. જૈનેતર વિદ્વાન જે સમજી શક્યા તે જૈનાચાર્યાદિ સમજી શક્યા નહિ – એમ કહેવા કરતાં જૈનાચાર્યાદિએ માન્યું નહિ - એમ કહેવું પડે. એક કદાગ્રહના કારણે આગમોદ્ધારકશ્રીએ આગમને ધાર્યાં નહિ. સત્યને નહિ સ્વીકારવાથી ઉદ્ભવેલા વિવાદની જવાબદારી ખરેખર તો તેમની પોતાની હોવા છતાં સાચી રીતે આરાધના કરનારાને ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ સંઘભેદ કરનારા તરીકે વર્ણવવાનું કેટલું યોગ્ય છે - એ આપણે સમજી શકીએ છીએ. આગમોધારક શ્રી સાગરજી મહારાજે વિ.સં. ૧૯૫૨માં આ વિવાદની શરૂઆત કર્યા પછી વિ.સં. ૧૯૬૧માં પોતાની માન્યતાનો ત્યાગ કરી શાસ્ત્ર મુજબ ઉદયાભા.સુ.૪ના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. ત્યાર પછી વિ.સં. ૧૯૮૯ અને વિ.સં. ૨૦૦૪ની સાલમાં સાગરજી મહારાજ આદિએ પોતાની માન્યતા મુજબ ભા.સુ.૩ ને ૪ માની પોતાની માન્યતા મુજબ સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આવી જ રીતે ભા.સુ.૫ ની વૃદ્ધિ વખતે પણ વિ.સં. ૧૯૯૨-૯૪માં શ્રી સાગરજી મહારાજાદિએ ભા.સુ.૪ની આરાધના ભા.સુ.પના દિવસે પોતાની રીતે કરી હતી. વિ.સં ૧૯૯૧ અને ૧૯૯૩ના સિદ્ધચક' માસિક દ્વારા તેઓશ્રી જે જણાવી ગયા હતા, તેને પણ તેઓશ્રીએ માન્યું નથી. કહેવાતા એકતિથિવાળા વર્ગની તિથિ અંગે શી માન્યતા છે - એ આજે પણ તેઓ સ્પષ્ટ કહી શકે તેમ નથી. માત્ર સ્વ. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સુ.મ.સા.નો વિરોધ કરવાના હેતુથી આરંભેલી તેઓશ્રીની પ્રવૃત્તિ પરિણામે શાસ્ત્રનો વિરોધ કરનારી બની. પરંપરાના નેજા નીચે શાસ્ત્રીય સત્યનો વિરોધ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ સારો નથી. જે પરંપરાનો આધાર લઈને તેઓ શાસ્ત્રનો વિરોધ કરી રહ્યા છે એ પરંપરા પણ વાસ્તવિક નથી. પોતાના સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીએ એ પરંપરાને માન્ય રાખી ન હતી. ખરી રીતે તો એવી કોઈ પરંપરા અસ્તિત્વમાં - - - - - - - -(૧૮)--- - - -- - - Page #20 -------------------------------------------------------------------------- ________________ હતી જ નહિ. દેવસૂરગચ્છની પરંપરાના નામે અસત્ય વસ્તુની પ્રરૂપણા કરનારા આજ સુધી તો એવી પરંપરાને પ્રામાણિક રીતે પુરવાર કરવા શકતિમાન બન્યા નથી. વ્યકતિગત દ્વેષના કારણે તિથિનો વિવાદ વક્ય છે – એ નક્કર હકીકત સ્વીકાર્યા વિના છૂટકો નથી. કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વિના તિથિના વિષયમાં વિચારાય તો આજે પણ સત્યની પ્રાપ્તિ શક્ય છે. પરંતુ વર્તમાન સંયોગો જોતાં એ હાલમાં તો શક્ય લાગતું નથી. મુમુક્ષુ પુણ્યાત્માઓ વ્યકતિગત રીતે એ સત્યને પ્રાપ્ત કરી લે - તે એક જ આજે શક્ય છે. વર્ષોથી સાચી આરાધના અને પ્રરૂપણા કરનારા મહાત્માઓએ પણ અંગતદ્વેષાદિના કારણે એક્તાના નેજા નીચે તિથિ વગેરે સંબંધમાં ખોટી આરાધના અને પ્રરૂપણા કરવાનું હવે ચાલુ કર્યું છે. આથી પણ તિથિવિષયક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વ્યક્તિગત દ્વેષ અને કદાગ્રહાદિના કારણે સાચા માર્ગને પારાવાર નુકસાન થયું છે. પરમતારક શાસનથી ય પોતાની જાતને અધિક માનનારા ઉપદેશકો શાસન અને શાસ્ત્રથી લોકોને દૂર રાખે એ સમજી શકીએ, પણ આત્માર્થી જનોએ તો કોઈ પણ રીતે એમાં સહભાગી નહિ બનવું જોઈએ. પોતાની વર્ષોથી ચાલી આવતી સાચી પ્રણાલિકા, શાસ્ત્રવચનો, પરમતારક પૂ. ગુરુદેવાદિનો આદેશ, વર્ષોથી કરેલી પ્રરૂપણા અને પોતાનાં જ લખાણો વગેરેને પણ વફાદાર રહ્યા વિના માત્ર અંગદ્વેષના કારણે એ બધાનો દ્રોહ કરનારા આ નવા ––––––––૧૯)–––––––– Page #21 -------------------------------------------------------------------------- ________________ એકતિથિવાળા કોઈ પણ રીતે વિશ્વસનીય નથી. દ્વેષથી અંધ બનેલાઓના મગજમાં એકતાનું ભૂત ભરાવાથી તેઓને એ પણ સમજાતું નથી કે પોતાનો એકતાનો ઉદ્દેશ સિદ્ધ થયો છે કે નહિ. આશ્ચર્ય તો એ છે કે એમના અનુયાયીઓને પણ એ સમજાતું નથી. આજ સુધી પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માની વિદ્યમાનતામાં પણ સાચા અને ખોટાની એક્તા થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી. પરમતારક શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા તો હંમેશ એક રહીને જ પરમપદને પામ્યા છે. સ્વ. પૂજ્યપરમારા ધ્યપાદ શ્રી. વિ રામચન્દ્રસૂ મહારાજાના સમુદાયમાંથી છૂટા થયેલા એક્તાવાદીઓએ શાસ્ત્ર વગેરેનો જે દ્રોહ કર્યો છે એ ક્યારે પણ ભૂલી શકાય એવો નથી. અંગતષાદિ આટલી હદ સુધી પરિણમશે – એવી સહેજ પણ કલ્પના ન હતી. જે એકતાના હેતુથી ઉપર જણાવ્યા મુજબ તેઓએ દ્રોહ કર્યો એ એકતા અંગે કશું જ જણાવવાની જરૂર નથી. વર્તમાન પરિસ્થિતિ કેવી છે – એ આપણે સૌ જાણીએ છીએ. એક ઉપાશ્રયમાં ઊતરવું અને એક પાટે બેસવું - એને જ જો એક્તા કહેવાતી હોય તો આવી એક્તા તો આ પૂર્વે પણ હતી. એના માટે સિદ્ધાન્તાદિનો ત્યાગ કરવાની જરૂર ન હતી. સૈદ્ધાનિક વિચારસરણી એક હોય તો દૂર – સુદૂર રહેલાઓમાં પણ એકતા યથાવસ્થિત હોય છે. પરન્તુ વિચારસરણીની ભિન્નતા હોય તો નિરંતર સાથે રહેનારામાં પણ એક્તા હોતી નથી. સિદ્ધાન્તના ભોગે એકતા સાધવાથી સાથે –––––––––૨૦)–––––––– Page #22 -------------------------------------------------------------------------- ________________ રહી શકાય પરન્તુ મોક્ષે ન પહોંચાય, મોક્ષમાર્ગમાં પણ ન રહેવાય. સાથે રહેવું કે મોક્ષમાર્ગમાં રહેવું એનો નિર્ણય આપણે જાતે જ કરવાનો છે. આજ સુધી પોતાના ઘરની પણ એકતા કરી નહિ શકનારા પોતાનું ઘર ભાંગીને હવે સકલ શ્રી સંઘની એકતા કરવાની વાતો કરી રહ્યા છે. સ્વપક્ષમાં અરસ-પરસ વંદન કે ગોચરી વગેરેનો વ્યવહાર ન હોવા છતાં એકતાની સુફિયાણી વાતો કરી સકલ શ્રી જૈનસંઘને શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસાર આરાધનાથી વંચિત રાખવાનું અધમકૃત્ય તેઓ કરી રહ્યા છે. શ્રદ્ધા અને વિવેકસંપન્ન આરાધકોને એટલી જ ભલામણ છે કે – આવા અસ્થિર ઉપદેશકોથી દૂર રહી આ વર્ષે (વિ.સં. ૨૦૬૧માં) ભા.સુ.૪ : બુધવાર : તા. ૭-૯-૨૦૦૫ ના દિવસે જ સંવત્સરી મહાપર્વની આરાધના કરી આરાધક બની રહે. આવા વિષમ પ્રસંગો દર વખતે નથી આવતા. જ્યારે એવા વિષમસંયોગો ઊભા ન થાય ત્યારે તો કોઇને કશું જ જણાવવાનું રહેતું નથી. પરન્તુ આવા વિષમ અવસરે, ખોટા દિવસે પર્વની આરાધના કરવાથી વિરાધક બની ના જવાય - એની કાળજી રાખ્યા વિના ચાલે એવું નથી. વ્યવહારમાં પણ જન્મદિવસ, મૃત્યુતિથિ કે લગ્નદિવસ આદિની ઉજવણી ખોટા દિવસે કરવાનું કોઇ જ પસંદ નથી કરતા, તો લોકોત્તરધર્મની આરાધના ખોટા દિવસે કરવાનું કઇ રીતે પસંદ કરાય ? ચાલુ વર્ષે ‘જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ’ માં ઉપર જણાવ્યા મુજબ સંવત્સરી (ભા.સુ.૪) તા. ૭-૯-૨૦૦૫ ના બુધવારના દિવસે હોવાથી તે ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ દિવસે તેની આરાધના કરવી જોઈએ. ભા.સુ.પ્ર.પ તા. ૮-૯-૨૦૦૫ ના ગુરુવારે સંવત્સરી ન હોવાથી તે દિવસે સંવત્સરીની આરાધના કરવાનું ઉચિત નથી. રૂપેરી રંગને રજત (ચાંદી) માનવાથી રંગ રજત નહિ બને. તેમ ભા.સુ.પ્ર.પને ભા.સુ.૪ માનવાથી ફલ્યુતિથિ સંવત્સરી શી રીતે બને? સંયોગવશ ભા.સુ.૪ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું તે પ્રતિક્રમણ; તે પછીના દિવસે કરવાનું જેમ ઉચિત નથી, તેમ ફલ્યુતિથિને ભા.સુ. ૪ માનીને, આરાધનામાં વિર્ય દિવસે સંવત્સરીની આરાધના કરી વિરાધક બનવાનું - ખૂબ જ અહિતનું કારણ બનશે. પોતાના કદાગ્રહના કારણે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ માનનારા, ખોટા દિવસે તે તે તિથિની આરાધના કરી વિરાધનાના ભાજન બને છે. જે દિવસે જે તિથિ નથી તેની આરાધના કરવી અને જે દિવસે જે તિથિ છે તે તિથિની આરાધના કરવી નહિ: આ પ્રમાણે બન્ને રીતે તિથિની વિરાધના કરવાથી પાપના ભાજન બનાય છે. આ વર્ષે શ્રી સંઘમાન્ય 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ” માં ભા.સુ.પની વૃદ્ધિ છે. એ મુજબ ભા.સ.૩ની આરાધના તા ૬-૯-૨૦૦૫ ના દિવસે મંગળવારે કરવાની છે અને ભા.સુ. ૪ સંવત્સરી મહાપર્વની આરાધના તા. ૭-૯-૨૦૦૫ના દિવસે બુધવારે કરવાની છે. પરંતુ પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાને કારણે ભા.સુ.પની વૃદ્ધિને માન્ય રાખ્યા વિના ભા.સુ.૩ની વૃદ્ધિ નહિ હોવા છતાં વૃદ્ધિ ઉપજાવીને, ભા.સુ.૩ની આરાધના તા. - - - - - - - ૨૨) - - - ---- Page #24 -------------------------------------------------------------------------- ________________ ૭-૯-૨૦૦૫ના બુધવારે અને ભા.સુ.૪ સંવત્સરી મહાપર્વની આરાધના તા. ૮-૯-૨૦૦૫ના દિવસે ગુરુવારે એકતિથિવાળો વર્ગ કરવાનો છે. આ રીતે ત્રીજા અને ચોથ બંન્નેની વિરાધના તે કરશે. પાપભીરુ લઘુકર્મ આત્માઓ એનું અનુસરણ ન કરી વિરાધનાથી બચવાનું ખાસ લક્ષ્ય રાખે. અન્યથા મહા-અનર્થની પ્રાપ્તિ થશે. પર્વતિથિની ક્ષયવૃદ્ધિના વિષયમાં જે કદગ્રહ છે તે કદાગ્રહને કારણે તિથિ એ સામાચારી છે સિદ્ધાન્ત નથી' એમ જણાવનારાઓનું સાહસ ગજબનું છે. સામાચારી કોને કહેવાય છે અને સિદ્ધાન્ત કોને કહેવાય છે – એનો જેમને ખ્યાલ નથી – એવા લોકો તિથિને સામાચારી કહે છે. જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કે તેનો નિષેધ પણ કરાયો ન હોય એવી ઘણા ગીતાર્થ પુરુષોએ કરેલી આચરણાને સામાચારી કહેવાય છે. ચોલપટ્ટો, કંદોરો, તરાણી, તેનો દોરો, પાત્રોની ઝોળી... વગેરે પ્રવૃત્તિને સામાચારી કહેવાય છે. તિથિ કઈ આરાધવી, ક્યારે આરાધવી, તેની ક્ષય-વૃદ્ધિએ શું કરવું, પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી કે નહિ. ઈત્યાદિ વસ્તુઓનું શાસ્ત્ર સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરતું હોવાથી તે સામાચારી નથી, પણ સિદ્ધાન્ત છે. સામાચારી સકલ શ્રીસંઘને સ્પર્શતી નથી. જ્યારે સિદ્ધાન્ત તો સકલ શ્રી સંઘને સ્પર્શે છે. તિથિ સકલ શ્રીસંઘને આરાધવાની હોવાથી તે સિદ્ધાન્ત હોવા છતાં તેને સામાચારી કહીને ગૌણ બનાવવાનો પ્રયત્ન ઉચિત નથી. આ રીતે તો કોઈ જ સિદ્ધાન્ત નહિ રહે. આવા ઉપદેશકોના - - - - - - - - ૨૩) - - Page #25 -------------------------------------------------------------------------- ________________ મતે તો શ્રી જિનપૂજા, પ્રતિક્રમણ, સામાયિક, તપ, જપ, વ્રત, નિયમ, અધ્યયન, અધ્યાપન, ગુરુવિનય, યતિધર્મ, પરીસહસહન, ઉપસર્ગસહન, નિર્દોષભિક્ષા, વિહાર આદિ સમગ્ર આચારને સામાચારી જ ગણવા જોઈએ, સિદ્ધાન્ત ગણવાની આવશ્યકતા નથી. જેને જેમ ફાવે તેમ કરે, તેનાં વિધિ-વિધાન અને તેના અતિચારોનું વર્ણન કરવાની કોઈ જરૂર નહિ રહે. આ સામાચારી છે અને સિદ્ધાન્ત નથી – એનો નિર્ણય પણ શાસ્ત્રાનુસારે થતો હોય છે. સામાચારીનું પાલન કરવું જોઈએ' - આ સિદ્ધાન્ત છે, સામાચારી નથી. પરંતુ પોતાના એક કદાગ્રહના કારણે તિથિને સામાચારીસ્વરૂપે વર્ણવનારા મનસ્વીપણે સિદ્ધાન્તનો દ્રોહ કરી રહ્યા છે. માયાની પણ એક હદ હોય છે. જો ખરેખર જ તિથિ સામાચારી જ છે તો એનો વિવાદ કરવાની આવશ્યકતા ક્યાં છે ? જુદા જુદા ગચ્છોમાં ચાલતી સામાચારી અંગે ક્યાં કોઈ વિવાદ કરે છે ? કોઈ પીળાં કપડાં વાપરે છે, કોઈ સફેદ કપડાં વાપરે છે. કોઈ લાંબાં કપડાં ઓઢે છે, કોઈ ટૂંકાં ઓઢે છે. કોઈ લાલ પાત્રો વાપરે છે, તો કોઈ કાળાં કે પીળાં પાત્રો વાપરે છે. એ વિષયમાં જો કોઈ વિવાદ કરતા નથી, તો તિથિના વિષયમાં વિવાદ કરવાની જરૂર કેમ પડી ? પોતાની માન્યતાને વફાદાર નહિ રહેનારા બેવફાઓનો જોટો મળે એમ નથી. પોતાની કદાગ્રહપૂર્ણ દુષ્ટ માન્યતાની સિદ્ધિ માટે તેઓ ખૂબ જ હાસ્યાસ્પદ વાતો કરતા હોય છે. દા.ત. “સેંકડો વર્ષથી સંવત્સરી જે વારે આવે છે તે જ વારે બેસતું વર્ષ આવે છે.” ======= (૨૪) -------- Page #26 -------------------------------------------------------------------------- ________________ અનેક વર્ષોમાં સંવત્સરી અને બેસતું વર્ષ- એ બંન્નેના વારો જુદા જુદા હોવા છતાં આજ સુધી મનસ્વીપણે લખી - બોલી ડોશીશાસ્ત્રથી ઘણા અજ્ઞાન- જીવોને ભરમાવવાનું તેઓએ ચાલુ જ રાખ્યું છે. વિ.સં. ૨૦૩૩માં આવા વિવાદના પ્રસંગે ઉદિત ભા.સુ.૪ અને ૨૦૩૪ના બેસતા વરસનો વાર એક જ આવતો હોવા છતાં આ વર્ષે ભા.સુ.૩ની સંવત્સરી કરી હતી. ત્યારે એમના આ તકે ક્યાં ખોવાઈ ગયા હતા ? સામાન્ય બુદ્ધિશાળી પણ સમજી શકે છે કે તિથિ અને વારને એવો કોઈ સંબંધ નથી. પરન્તુ આ એક્તાવાદીઓને એ સમજાતું નથી. બલિહારી છે કદાગ્રહ અને ઈર્ષાદિની ! - તિથિ અંગે આ રીતે ૧૫રની અંદર વિવાદ છેડનારા સાગરજી મ.તો ગયા. પરંતુ આજ સુધી આ વિવાદનું તાપણું સળગતું રહ્યું આમાં એક્તાના નામે સ્વ. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. પ્રેમ સૂ.મ.સા.ના સમુદાયના કેટલાક આચાર્યભગવન્તાદિ મહાત્માઓએ ખૂબ જ વિકૃત રસ લીધો છે અને લઈ રહ્યા છે. પોતાના જ અનુયાયી વર્ગને સાચું સમજાવવા અસમર્થ બનેલા, પોતાના અસામર્થ્યને છુપાવવા કહે છે કે તિથિ છોડો. ચર્ચા છોડો, આરાધના કરો! કદાચ આવતી કાલે તેઓ એ પણ કહેશે કે મિથ્યાત્વ છોડો, સમતિ છોડો, આરાધના કરો! સુ છોડો, કુ છોડો, આરાધના કરો! દેવ છોડો, ગુરુ છોડો, ધર્મ કરો!. આવાં કંઈકેટલાંય સૂત્રોની તેઓ ભેટ આપશે. એવી ભેટ લેવી કે ના લેવી - આપણે વિચારી લેવાનો અવસર આવી લાગ્યો છે. પૂર્વો તો ------- - -------- Page #27 -------------------------------------------------------------------------- ________________ મળ્યા જ કરશે,આપણે છેતરાવું કે નહિ – એનો નિર્ણય આપણે પોતે જ કરવો પડશે. માનપાનમાં પડી ગયેલા આ મહાત્માઓની એક્તાની વાતમાં આવી જઈ આત્માનું અહિત કરી ના બેસીએ - એનું સતત ધ્યાન રાખવું પડશે. પૂજ્યપાદ આર્યકાલિકસૂરિજી મહારાજાએ ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવીને તિથિના ઝઘડાની શરૂઆત કરી – આવું માનનારા, લખનારા, બોલનારા, શ્રી મહાવીરપરમાત્માની ભયંકર આશાતાના કરી રહ્યા છે. પોતાના જિદ્દી વલણના કારણે શ્રી તીર્થકર - પરમાત્માની અવહેલના કરવા સુધી પહોંચી જનારા આચાર્યોને શું કહેવાનું ? શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને અનુસરીને શ્રી કાલિકસૂરિ મહારાજાએ ભા.સુપની સંવત્સરી ભા. સુ. ૪ના પ્રવર્તાવી હતી. પરમકૃપાળુ શ્રી મહાવીર પરમાત્માના વચનને અનુસરનારી એ પ્રવૃત્તિ હતી. એ મુજબ સૌ કોઈ આરાધના કરે તો કોઈ જ વિવાદ નથી. શ્રી વીતરાગ પરમાત્માની વાત નહિ માનવાનું અને તેઓશ્રીના વચન મુજબ પ્રવૃત્તિ કરનારા યુગપ્રધાનને ઝઘડાની શરૂઆત કરનારા તરીકે જણાવવાનું કૃત્ય અધમાધમ જ કરે. વિવાદ, ભા.સુ. ૪ ને પ્રવર્તાવવાના કારણે થયો નથી. પરંતુ કહેવાતા એકતિથિવર્ગના (તિથિઓની ક્ષયવૃદ્ધિમાં મરજી મુજબની ગરબડ કરવાના) કદાગ્રહ અને જિદ્દી વલણના કારણે થયો છે – એ પરમ સત્ય છે. એને છુપાવવાનો કોઈ પણ પ્રયાસ નિરર્થક છે. મુગ્ધ લોકોને છેતરવા માટે તેઓ એકતાનું નાટક કરી રહ્યા છે. જો ખરેખર જ સાચા દિલથી તેઓ સકલ શ્રીસંઘનું ઐક્ય ઈચ્છતા હોય તો શ્રી Page #28 -------------------------------------------------------------------------- ________________ વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાને માની સૌને એ માટે અનુરોધ કરે. ભા.સુ.પના સંવત્સરી આરાધવાની વાત શ્રી મહાવીરપરમાત્માના વચનથી વિરુદ્ધ છે. તેમ જ અન્ય પંચાંગનો આધાર લઈને ભા.સુ.પના બદલે ભા.સુ.૬ની વૃદ્ધિ વગેરે કરવાની વાત કદાગ્રહપૂર્ણ અને પરમ પવિત્ર શાસ્ત્રવિરુદ્ધ છે. અહીં યાદ રહે કે પ્રથમ શ્રી જિનશાસન છે, એને પરમાત્માની આજ્ઞા મુજબ જે આરાધે તે જૈન છે. જૈન કુળમાં માત્ર જન્મેલા જે આરાધે છે તે જૈનશાસન નથી. શાસનવિણાઓની એક્તા, પેલા પાંચ સો સુભટની એક્તા જેવી છે. આર્યકાલિકસૂરિજી મહારાજાએ શ્રી મહાવીરપરમાત્માના પરમતારક વચનને અનુસરી, રાજાનું નિમિત્ત પામી ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવી હતી, આમ છતાં પોતાનું એકતાનું નાટક ભજવનારા “રાજાની ખાતર ભા.સુ.૪ ના સંવત્સરી થઈ શકે તો સકલસંઘની એકતા માટે ગમે ત્યારે સંવત્સરી થઈ શકે” આવું અસત્ય જણાવી રહ્યા છે. કેટલાક વિદ્વાનો (૧) “સંવત્સરી ગમે ત્યારે કરી શકાય છે' - આ પ્રમાણે શાસ્ત્રપાઠ આપી જોરશોરથી જણાવી રહ્યા છે. તેઓ જાણીજોઈને, નહિ સમજવાનું નાટક રચી રહ્યા છે. જો સંવત્સરી તેમના જણાવ્યા મુજબ ગમે ત્યારે કરી શકાય એમ હોય તો સંવત્સરી ભા.સુ.૪ના બદલે ભા.સુ.ના કેમ ના કરી? ફરીથી બીજા વરસે ભા.સુ.પના સંવત્સરી કરવાનું કેમ જણાવ્યું નહિ ?... મુગ્ધ જીવોને મૂર્ખ બનાવવા માટે કબૂતરજેવા ભોળા-ભદ્રિક બની આચાર્યભગવન્તો શું કરી રહ્યા છે – એ સમજાતું નથી. ---(૨૭)––– - ૨૭. For Private Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અન્ત એટલું જ જણાવવાનું કે ઉતયમિ.’ અને ‘ક્ષરે પૂર્વી.....' ઇત્યાદિ શાસ્ત્રવચનોના આધારે બધી જ (પર્વાપર્વ - ૩૬૦) તિથિઓની આરાધના, શ્રી સંઘમાન્ય(હાલ જન્મભૂમિ) પ્રત્યક્ષપંચાંગમાં દર્શાવ્યા મુજબ તે તે તિથિના દિવસે કરવી જોઈએ. આ વર્ષે એ મુજબ સંવત્સરી મહાપર્વની આરાધના ભા.સુ. ૪ : બુધવાર : તા. ૭-૯-૨૦૦૫ ના દિવસે કરવાની છે. ભા.સુ.પ્ર. ૫ : ગુરુવાર તા. ૮-૯-૨૦૦૫ ના દિવસે સંવત્સરી માનીને આરાધના કરવાનું ઉચિત નથી. તે દિવસે તો ફલ્યુતિથિ હોવાથી કોઇ તિથિની આરાધના તે દિવસે થાય નહિ. એમ કરવાથી શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આશાના ભંગ વગેરેનું પાપ લાગે છે. વ્યકતિગત દ્વેષ વગેરેના કારણે વિચિત્ર માન્યતાને વરેલા એકતિથિવાળા વર્ગ ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ રખાય નહિ. શાસન અને શાસ્ત્ર પ્રત્યે સદાને માટે ઉદાસીનતાને ધરનારા આ વર્ગને સ્વ. પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના કેટલાક આચાર્યભગવન્તાદિનું ઠીક ઠીક પ્રમાણમાં બળ પ્રાપ્ત થયું છે. વર્તમાનની વિષમ પરિસ્થિતિ તેને આભારી છે. નિર્બળ બળવાન બને તો ખૂબ જ ઝનૂનથી પ્રહાર કરે - એ સમજી શકાય છે. કહેવાતા બેતિથિવાળા વર્ગને કોઈ પણ સ્થાન ન મળે – એ માટે તેઓએ સમગ્ર શતિને કામે લગાડી છે. અત્યાર સુધી જેઓની સાથે હતા તેમની સામે થઈ તેઓ એક્તાના કાર્યમાં લાગી ગયા છે. તેમની એ આત્મઘાતી પ્રવૃત્તિમાં આપણે સૌ સહભાગી ન બનીએ – એ જ એક શુભાભિલાષા – - - - - - - — -(૨૮) - - - - - - Page #30 -------------------------------------------------------------------------- ________________