________________
એકતિથિવાળા કોઈ પણ રીતે વિશ્વસનીય નથી. દ્વેષથી અંધ બનેલાઓના મગજમાં એકતાનું ભૂત ભરાવાથી તેઓને એ પણ સમજાતું નથી કે પોતાનો એકતાનો ઉદ્દેશ સિદ્ધ થયો છે કે નહિ. આશ્ચર્ય તો એ છે કે એમના અનુયાયીઓને પણ એ સમજાતું નથી. આજ સુધી પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માની વિદ્યમાનતામાં પણ સાચા અને ખોટાની એક્તા થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી. પરમતારક શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા તો હંમેશ એક રહીને જ પરમપદને પામ્યા છે.
સ્વ. પૂજ્યપરમારા ધ્યપાદ શ્રી. વિ રામચન્દ્રસૂ મહારાજાના સમુદાયમાંથી છૂટા થયેલા એક્તાવાદીઓએ શાસ્ત્ર વગેરેનો જે દ્રોહ કર્યો છે એ ક્યારે પણ ભૂલી શકાય એવો નથી. અંગતષાદિ આટલી હદ સુધી પરિણમશે – એવી સહેજ પણ કલ્પના ન હતી. જે એકતાના હેતુથી ઉપર જણાવ્યા મુજબ તેઓએ દ્રોહ કર્યો એ એકતા અંગે કશું જ જણાવવાની જરૂર નથી. વર્તમાન પરિસ્થિતિ કેવી છે – એ આપણે સૌ જાણીએ છીએ. એક ઉપાશ્રયમાં ઊતરવું અને એક પાટે બેસવું - એને જ જો એક્તા કહેવાતી હોય તો આવી એક્તા તો આ પૂર્વે પણ હતી. એના માટે સિદ્ધાન્તાદિનો ત્યાગ કરવાની જરૂર ન હતી. સૈદ્ધાનિક વિચારસરણી એક હોય તો દૂર – સુદૂર રહેલાઓમાં પણ એકતા યથાવસ્થિત હોય છે. પરન્તુ વિચારસરણીની ભિન્નતા હોય તો નિરંતર સાથે રહેનારામાં પણ એક્તા હોતી નથી. સિદ્ધાન્તના ભોગે એકતા સાધવાથી સાથે
–––––––––૨૦)–––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org