________________
અન્ત એટલું જ જણાવવાનું કે ઉતયમિ.’ અને ‘ક્ષરે પૂર્વી.....' ઇત્યાદિ શાસ્ત્રવચનોના આધારે બધી જ (પર્વાપર્વ - ૩૬૦) તિથિઓની આરાધના, શ્રી સંઘમાન્ય(હાલ જન્મભૂમિ) પ્રત્યક્ષપંચાંગમાં દર્શાવ્યા મુજબ તે તે તિથિના દિવસે કરવી જોઈએ. આ વર્ષે એ મુજબ સંવત્સરી મહાપર્વની આરાધના ભા.સુ. ૪ : બુધવાર : તા. ૭-૯-૨૦૦૫ ના દિવસે કરવાની છે. ભા.સુ.પ્ર. ૫ : ગુરુવાર તા. ૮-૯-૨૦૦૫ ના દિવસે સંવત્સરી માનીને આરાધના કરવાનું ઉચિત નથી. તે દિવસે તો ફલ્યુતિથિ હોવાથી કોઇ તિથિની આરાધના તે દિવસે થાય નહિ. એમ કરવાથી શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આશાના ભંગ વગેરેનું પાપ લાગે છે.
વ્યકતિગત દ્વેષ વગેરેના કારણે વિચિત્ર માન્યતાને વરેલા એકતિથિવાળા વર્ગ ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ રખાય નહિ. શાસન અને શાસ્ત્ર પ્રત્યે સદાને માટે ઉદાસીનતાને ધરનારા આ વર્ગને સ્વ. પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના કેટલાક આચાર્યભગવન્તાદિનું ઠીક ઠીક પ્રમાણમાં બળ પ્રાપ્ત થયું છે. વર્તમાનની વિષમ પરિસ્થિતિ તેને આભારી છે. નિર્બળ બળવાન બને તો ખૂબ જ ઝનૂનથી પ્રહાર કરે - એ સમજી શકાય છે. કહેવાતા બેતિથિવાળા વર્ગને કોઈ પણ સ્થાન ન મળે – એ માટે તેઓએ સમગ્ર શતિને કામે લગાડી છે. અત્યાર સુધી જેઓની સાથે હતા તેમની સામે થઈ તેઓ એક્તાના કાર્યમાં લાગી ગયા છે. તેમની એ આત્મઘાતી પ્રવૃત્તિમાં આપણે સૌ સહભાગી ન બનીએ – એ જ એક શુભાભિલાષા –
- - - - - - Jain Education International
— -(૨૮) - - - - For Private & Personal Use Only
- - www.jainelibrary.org