________________
સંઘભેદ કરનારા તરીકે વર્ણવવાનું કેટલું યોગ્ય છે - એ આપણે સમજી શકીએ છીએ.
આગમોધારક શ્રી સાગરજી મહારાજે વિ.સં. ૧૯૫૨માં આ વિવાદની શરૂઆત કર્યા પછી વિ.સં. ૧૯૬૧માં પોતાની માન્યતાનો ત્યાગ કરી શાસ્ત્ર મુજબ ઉદયાભા.સુ.૪ના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. ત્યાર પછી વિ.સં. ૧૯૮૯ અને વિ.સં. ૨૦૦૪ની સાલમાં સાગરજી મહારાજ આદિએ પોતાની માન્યતા મુજબ ભા.સુ.૩ ને ૪ માની પોતાની માન્યતા મુજબ સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આવી જ રીતે ભા.સુ.૫ ની વૃદ્ધિ વખતે પણ વિ.સં. ૧૯૯૨-૯૪માં શ્રી સાગરજી મહારાજાદિએ ભા.સુ.૪ની આરાધના ભા.સુ.પના દિવસે પોતાની રીતે કરી હતી. વિ.સં ૧૯૯૧ અને ૧૯૯૩ના સિદ્ધચક' માસિક દ્વારા તેઓશ્રી જે જણાવી ગયા હતા, તેને પણ તેઓશ્રીએ માન્યું નથી. કહેવાતા એકતિથિવાળા વર્ગની તિથિ અંગે શી માન્યતા છે - એ આજે પણ તેઓ સ્પષ્ટ કહી શકે તેમ નથી. માત્ર
સ્વ. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સુ.મ.સા.નો વિરોધ કરવાના હેતુથી આરંભેલી તેઓશ્રીની પ્રવૃત્તિ પરિણામે શાસ્ત્રનો વિરોધ કરનારી બની. પરંપરાના નેજા નીચે શાસ્ત્રીય સત્યનો વિરોધ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ સારો નથી. જે પરંપરાનો આધાર લઈને તેઓ શાસ્ત્રનો વિરોધ કરી રહ્યા છે એ પરંપરા પણ વાસ્તવિક નથી. પોતાના સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીએ એ પરંપરાને માન્ય રાખી ન હતી. ખરી રીતે તો એવી કોઈ પરંપરા અસ્તિત્વમાં
- - - - - - - -(૧૮)--- - - Jain Education International For Private & Personal Use Only
-- - - www.jainelibrary.org