________________
૭-૯-૨૦૦૫ના બુધવારે અને ભા.સુ.૪ સંવત્સરી મહાપર્વની આરાધના તા. ૮-૯-૨૦૦૫ના દિવસે ગુરુવારે એકતિથિવાળો વર્ગ કરવાનો છે. આ રીતે ત્રીજા અને ચોથ બંન્નેની વિરાધના તે કરશે. પાપભીરુ લઘુકર્મ આત્માઓ એનું અનુસરણ ન કરી વિરાધનાથી બચવાનું ખાસ લક્ષ્ય રાખે. અન્યથા મહા-અનર્થની પ્રાપ્તિ થશે.
પર્વતિથિની ક્ષયવૃદ્ધિના વિષયમાં જે કદગ્રહ છે તે કદાગ્રહને કારણે તિથિ એ સામાચારી છે સિદ્ધાન્ત નથી' એમ જણાવનારાઓનું સાહસ ગજબનું છે. સામાચારી કોને કહેવાય છે અને સિદ્ધાન્ત કોને કહેવાય છે – એનો જેમને ખ્યાલ નથી – એવા લોકો તિથિને સામાચારી કહે છે. જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કે તેનો નિષેધ પણ કરાયો ન હોય એવી ઘણા ગીતાર્થ પુરુષોએ કરેલી આચરણાને સામાચારી કહેવાય છે. ચોલપટ્ટો, કંદોરો, તરાણી, તેનો દોરો, પાત્રોની ઝોળી... વગેરે પ્રવૃત્તિને સામાચારી કહેવાય છે. તિથિ કઈ આરાધવી, ક્યારે આરાધવી, તેની ક્ષય-વૃદ્ધિએ શું કરવું, પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી કે નહિ. ઈત્યાદિ વસ્તુઓનું શાસ્ત્ર સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરતું હોવાથી તે સામાચારી નથી, પણ સિદ્ધાન્ત છે. સામાચારી સકલ શ્રીસંઘને સ્પર્શતી નથી. જ્યારે સિદ્ધાન્ત તો સકલ શ્રી સંઘને સ્પર્શે છે. તિથિ સકલ શ્રીસંઘને આરાધવાની હોવાથી તે સિદ્ધાન્ત હોવા છતાં તેને સામાચારી કહીને ગૌણ બનાવવાનો પ્રયત્ન ઉચિત નથી. આ રીતે તો કોઈ જ સિદ્ધાન્ત નહિ રહે. આવા ઉપદેશકોના
- - - - - - Jain Education International
- - ૨૩) -
- For Private & Personal Use Only
www.jainelibrary.org