________________
એવી વજૂદ વગરની વાત કરી રહ્યા છે. આપણે એવી તુચ્છ વાતોમાં પડવાની જરૂર નથી. બે-તિથિની આરાધના કરનારા શ્રાવકોના એક ગામમાં એકતિથિવાળા એક પ્રસિદ્ધ આચાર્યભગવન્ત પધાર્યા હતા. તે વખતે તેમણે જણાવ્યું હતું કે અમને એવું ન લાગ્યું કે અમે બે-તિથિવાળા ગામમાં હતા.'
શ્રી વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને સમજેલા સૌ કોઈ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરતા હોય છે. આમ છતાં કોઈ વાર કોઈ અજ્ઞાની – મૂર્ખ એવો ઔચિત્યપૂર્ણ વ્યવહાર ન કરે તો તેની ફરિયાદ ન હોય. છતાં કોઈ અણસમજુ એવી ફરિયાદ કરે તો તે સાંભળીને ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. વિહારનાં ક્ષેત્રોમાં બેતિથિવાળા વર્ગને પણ એકતિથિવાળા ગામોમાં કડવા અનુભવો થતા જ હોય છે. સાચા સાધુને એની ફરિયાદ ન હોય, સહન કરવાનો આનંદ હોય. આની ફરિયાદ કરનારાને શ્રી વીતરાગ પરમાત્માના શાસનના સાધુપણાનો ખપ નથી એમ જાહેર થાય છે. પરમતારક શ્રી જિનેશ્વરદેવોના શાસનના આચાર્યભગવન્તો આવી (અમુક શ્રાવકો વહોરાવતા નહિ હોવાની ફરિયાદ કરે – એ તેમના માટે શોભાસ્પદ નથી. માનપાનની લાલસા અને અંગત સ્વાર્થ ખાતર શ્રી સંઘના ભેદનું કૃત્ય કરનારાનું કલ્યાણ નહિ થાય. જેમના શિરે શાસ્ત્રની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ સ્વાર્થની રક્ષા કરવામાં કેમ પડે છે ?
શાસ્ત્રબાહ્ય અને યુતિબાહ્ય ઠરાવો કરી શાસ્ત્રાનુસાર આરાધના કરનારા વર્ગને પોતાના (માલિકીના નહિ, માત્ર વહીવટ
––––––––૧૨)--------- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org