________________
શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરા મુજબ આરાધના કરનારાને કે તેનો ઉપદેશ આપનારાને ‘સંઘભેદ કરનારા' કહેવાનું કે માનવાનું ખૂબ જ અનુચિત છે. સાચી આરાધના કરનારા અને સાચા ઉપદેશકો જ ખરી રીતે શ્રી સંઘમાં છે. જેમને સાચી આરાધના કરવાનું મન નથી, એવાઓનું શ્રી સંઘમાં કોઈ સ્થાન નથી. એવા લોકોનાં ટોળાનો ભેદ થાય તો તેમાં કશું જ ખોટું નથી. શતિસંપન્ન આત્માઓએ એવો ભેદ કરવો જોઈએ. ‘શાસ્ત્રીય સિદ્ધાન્તનો ભેદ કરી સંઘનો અભેદ ન થાય' એનો જેને ખ્યાલ નથી એવા લોકો ‘સંઘભેદના પાપની બૂમાબૂમ કરી રહ્યા છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા માનવાનું જેમને મન નથી એવા લોકો જ સંઘમાં રહીને સંઘભેદનું પાપ આચરી રહ્યા છે. શાસ્ત્રને બાધ પહોંચે ત્યાં સુધી સંઘની એકતાને વળગી રહેવાથી વાસ્તવિક રીતે સંઘ અને શાસ્ત્રનો : બન્નેનો ભેદ કરી ભયંકર પાપ આચરાય છે. પરમકૃપાળુ શ્રી મહાવીરપરમાત્માએ જમાલીને દૂર કરી શાસ્ત્રીય સનાતન સત્ય સુરક્ષિત કર્યું. તે પછીના પણ ભવભીરુ પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ મહાત્માઓએ અવસરે નિહનવોને તેમના પરિવાર સાથે સંઘબહાર મૂકી શાસ્ત્રીય સિદ્ધાન્તની રક્ષા કરી હતી. સિદ્ધાન્તના ભોગે શ્રીસંઘની એકતાનું કોઈ જ મૂલ્ય નથીએ યાદ રાખવા જેવું છે. સિદ્ધાન્તનો ભેદ કરનારાને દૂર કરવાથી કે તેવા લોકોથી દૂર રહેવાની ભલામણ કરવાથી જો સંઘનો ભેદ કર્યાનું પાપ લાગતું હોય તો શ્રી મહાવીરપરમાત્મા તથા અન્ય મહાપુરુષોએ સિદ્ધાન્તની રક્ષા કરી ન હોત. છેલ્લાં પચીસસો
-------–––(૧૦)–––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org