________________
ક્યાં ય નહિ હોવા છતાં, તિથિની આગળ “પર્વ” શબ્દ ઉમેરી દેવામાં પંડિતજીને કોઈ વાંધો નડતો નથી. ખરેખર તો પ્રઘોષમાંના કાર્યા' પદનો અર્થ “આરાધ્યા” જેવો કરવામાં ધર્મશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર કે બીજા કોઈ પણ શાસ્ત્રનો વિરોધ આવતો નથી. વ્યવહારમાં બે આરાધકો મળે ત્યારે પરસ્પરને “તમે કઈ ચૌદસ કરી?” કે “તમે કઈ ચૌદસ કરવાના ?" એમ જ પૂછતા હોય છે, અને એનો અર્થ “આરાધવાનો જ સમજતા હોય છે. માત્ર પંડિતજીને એમ સમજવામાં વાંધો છે.
માત્ર બાર પર્વતિથિઓ જ આરાધવાની હોય છે – એવું નથી. નિમિત્તવશ કોઈ પણ તિથિ આરાધ્ય બની શકતી હોય છે અને એવી કોઈપણ આરાધ્યતિથિની ક્ષય-વૃદ્ધિનો પ્રસંગ આવતાં“લયે પૂર્વાવ”નો પ્રઘોષ માર્ગદર્શક બનતો હોય છે. આ પ્રઘોષને માત્ર “બાર પર્વતિથિ” માટેનો જ માનનારા પંડિતજીઓએ, તે સિવાયની તિથિઓની આરાધના માટે બીજો પ્રઘોષ શાસ્ત્રોમાંથી બતાવવો જોઈએ અને તે ન બતાવી શકે તો આ પ્રઘોષમાં “પર્વ” શબ્દ ઉમેરી દેવાનો આગ્રહ છોડી દેવો જોઈએ.
સ્વ. પંડિતજીની જેમ પુસ્તિકાના પ્રકાશક પણ પોતાના ખોટા આગ્રહને કારણે પ્રામાણિક્તા ગુમાવી બેઠા છે. સ્વ. પંડિતજી અનેક વાર પુસ્તિકામાં (પૃ.૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮) આ પ્રઘોષ માત્ર બાર પર્વતિથિ પૂરતો જ હોવાનું અને પર્યુષણા-મહાપર્વ માટે આ પ્રઘોષનો ઉપયોગ નહિ હોવાનું સ્પષ્ટ જણાવતા હોવા છતાં, પ્રઘોષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org